આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
અને સાથે સાંભળો આ મઝાનું ગીત..! અને હા, થોડું હોમવર્ક પણ છે તમારા માટે – ખાલી જગ્યા પૂરો! 🙂
સ્વર – આશા ભોસલેં
સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – રમ્મત રમાડે રામ (૧૯૬૪)
આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
_________(?)
આ લાલ-પીળો દોરો
એને તાણેવાણે બાંધુ _________(?)
ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો
રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
___________(?)
ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
________(?) ભાઇ રહેજે મારો
આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
_________(?)
– અવિનાશ વ્યાસ
**************
અને હા – રક્ષાબંધનની સાથે આ ગીતો તો કેમ ભૂલાય?
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ
ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ
રક્ષાબંધન Special – જાહલની ચિઠ્ઠી
ખલિ જગ્ય મા… હો રે હો રે હો..
અવિનાશ વ્યસનુ આ રક્શાબન્ધનનુ ગીત આશા ભોન્સલેના સ્વરમા સામ્ભળ્વાની ઘણી મઝા આવી.
રક્ષબંધનની યાદ આવી ગઈ અને જુનુ ગુજરાતી ગીત સાંભળવાનુ મળ્યુ, આનદ આનંદ થઈ ગયો, આભાર ………..
આજનુ ઘરકામઃ
આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
હો જી હો રે હો ,
આ જગ ની વાત ,
આયો શ્રાવણ માસ ,
પૂરી કરે રે આસ , હોજી હો રે હો .
આ લાલ-પીળો દોરો
એને તાણેવાણે બાંધુ, બંધુ ગમે ગોરો (not sure)
ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો
રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
કરે બાંધવ કેરો બેડો પાર,
થઇ રક્ષાબંધન અમર તાર ,
વરસે બેહની ને દ્વાર દ્વાર ,
ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
થજે તું સૌનો , ભાઇ રહેજે મારો
આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
હો જી હો રે હો ,
આ જગ ની વાત ,
આયો શ્રાવણ માસ ,
પૂરી કરે રે આસ , હોજી હો રે હો .
– અવિનાશ વ્યાસ
સરસ રચના
ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો
ખુબ જ સુન્દર રચના