આજે ૧ લી ઓક્ટોબર – એટલે ગુજરાતી સુગમ સંગીતના જાજરમાન સંગીતકાર એવા આપણા ક્ષેમુદાદાનો જન્મદિવસ. એમની સ્મૃતિમાં અમદાવાદમાં જે કાર્યક્રમ હતો, એની માહિતી ટહુકો પર મૂકી હતી એ યાદ છે?
અહીં ટહુકો પર પણ આપણે ક્ષેમુદાદાને યાદ કરી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત…! ક્ષેમુદાદા પોતાના સ્વરાંકનો થકી આવનાર કેટલીય પેઢીઓ સુધી ગુજરાતીઓને હ્રદયસ્થ રહેશે..!
(અમર ભટ્ટ, રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ – કાવ્યસંગીત શ્રેણી : સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીયા : October 1 : Ahmedabad)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : પૌરવી દેસાઈ
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો,
જાગતી’તી શમણાંમાં કેટલીયે રાત, મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો.
સુણીને મોરલીનો નાદ મધરાતે હું ઝબકીને એવી તો જાગી,
ત્યારથી આ નયણાંને ક્યાંયે ન ગોઠતું ને હૈયાને રઢ એક લાગી;
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોયે ના આવ્યો કહ્યાગરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.
આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’ તો કાળિયાનું મ્હોંયે નથી જોવું,
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો ને મુરલીને જઈને શું કહેવું !
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય એવો આ મુલકનો ઠાકરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.
-મણિલાલ દેસાઈ
Dear Jayshreeben,
Can you please re-upload the audio-file?
Thanks.
Naresh
સરસ ગીત,
આભાર જય શ્રીબેન.
સરસ ગીત સાંભળવા મળ્યુ, વરસો પહેલા સપ્તર્ષિના સુરતમા માણ્યુ હતુ, આપનો આભાર.. અન્ય રચના પણ અનુકુળતાએ ટહુકો પર લાવજો….
ખુબજ હ્રિદય સ્પર્શ ગિત્.——–કિશોર દવે
મણિલાલ તો ગુજરાતિ કાનન નો દિવદો ચ્હે
જય શ્રી,
ઘણા વખતથી નીચેનુ ગીત સાંભળવાનુ મન છે, જો આપી શકો તો ઘણુ જ ગમશે.
મને જોવા પ્રણય દ્ર્ષ્તિ મળે એક વાર બસ તમને
પછી જોજો કે મારા માં પદે છે કેવો રસ તમને
જિગ્નેશ
ben Jayshreeben
Many thanks for downloading the photograhs send by me on Tahooko
Thanks.
Dr. Narayan Patel M.D. Ahmedabad