સોના વાટકડી જેવું આ કાળજું – પન્ના નાયક

સ્વર : પૌરવી દેસાઇ,
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

sad_sky

.

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યા કરું.

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઉડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં.

મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની બા’ર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટક્યું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી.

ક્યારનો ઉજાગરાનો દીવો બળે છે:
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

15 replies on “સોના વાટકડી જેવું આ કાળજું – પન્ના નાયક”

  1. We loved listening to this song one more time (after a long time). Thank you.
    Priyadarshi (Pauraviben’s son)

  2. સોના વાટકડી જેવું આ કાળજું
    ને યાદનું કેસર ઘોળ્યા કરું
    આંખની સામે જે ચહેરો હતો
    એ ચહેરાને હું તો ખોળ્યા કરું.
    દિલને સ્પર્શિ જાય તેવી સુન્દર રચના..

  3. પૌરવી બહેન,
    ખુબ ભાવ સાથે ગવાયેલ ગાયન સૌને પસનદ પડે તેવુ
    અભિનન્દન્
    પ્રફુલ રાના

  4. પ્રવિન ભાઈ ના શબ્દો જ મારા મનનિ વાત શુ વધુ લખુ !!!

  5. ખુબ જ સુદર વેબસઈટ છે. વખાણ કરીએ એટલા ઓછા પડે.

  6. Dear Jayshreeben,
    It is always nice to read poem in Tahuko. So many thanks. I like to read poems. I have no words. Keep it. God bless u. Long live Gujarati poems and its writers.
    Hansa

  7. જયશ્રી,
    બધું બરાબર છે.
    તમે આટલું સંશોધન કાર્ય કરો, અને અમે એક-બે ખાના ભરતાં કંટાળીએ તે કેમ ચાલે!
    કેમ, બરાબર ને મિત્રો!
    આભાર

  8. જયશ્રી
    ઈમેઇલ ન લખવો પડે એવું કરો
    બે ખાના તો ભઈ ભરશું

  9. હી હી હી… વિવેક, મેઁ ય એને કે’દાડનું એ જ કહ્યું છે કે આ ત્રણ ખાના કાયમ ભરવાનો કંટાળો આવે છે… ચાલ બેના, હવે તો અમે બે થયા.. હવે તો કાંઇક કર યાર!

    (જો પાછા, આ કોમેન્ટ મોકલવા ય નીચેનું બધ્ધું ભરવું પડશે પાછુ…! 🙂 )

  10. વાહ!
    ગીતમાં લીટીએ લીટીએ કાળજું કોરી નાખે એવી વિરહની વેદના ભરી છે. અને શબ્દો પાછા કેટલા સરળ છેઃ
    ***
    “મનમાં ને મનમાં હું તારા આ નામને
    એકલી ને એકલી બોલ્યાં કરું.”
    ….વિરહમાં માનવ કેટલો પરવશ થઈ જાય છે!
    ***
    “ક્યારનો ઉજાગરાનો દીવો બળે છે:
    કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું. ”
    …..અહીં તો વિરહની આગની ચરમસીમા જ આવી જાય છે.
    ***
    ખરેખર, પ્રિય પાત્રના વિરહમાં ઉજાગરાનો દીવો અખંડ જ્યોતની માફક બળ્યા જ કરે છે!
    અને પૌરવી દેસાઈનો અવાજ!
    જાણે એ દીવામાં ઈંધન ના પૂરતો હોય!?
    આભાર.

  11. સોજ્જું મજાનું ગીત…

    યાર ! આ તમારા બ્લૉગ પર જેટલી વાર કૉમેન્ટ કરવા આવો, દર વખતે ત્રણ ખાનાં ભરવાનાં, ભરવાનાં ને ભરવાનાં જ… કંઈ કરો ને, મેડમ !

  12. પહેલી જ વખત આ ગીત વાંચ્યું અને સાંભળ્યું . આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *