પલ – મણિલાલ દેસાઈ

કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સંગીત : અજીત શેઠ
સ્વર : હરીહરન

watch

This text will be replaced

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !

14 thoughts on “પલ – મણિલાલ દેસાઈ

 1. Reader

  પલ એટલે કે second એટલે કે સમયની શાશ્વતતાનું સુંદર આ ગીત છે. આ પલ કેવી છે? જાણે ઝરમર જલ, નાજુક અને ચંચલ, છલકાતી અને નવે સ્થળે લઈ જતી! એ કોઈથી પકડાતી નથી, જેટલું પકડવા જઈએ એટલી જ એ સરકતી જાય છે. અને જેમ પાણીને મુઠ્ઠીમાં પકડવા જઈએ તો આંગળીઓ વચ્ચેની જગામાંથી પાણી જતું રહે એમ પલને પણ પકડવામાં મજા નથી, એ તો મુક્ત રહે એવું જ એનું નિર્માણ થયેલું છે. આપણે જ એની પાછળ જવાનું હોય છે. એ હંમેશા આપણી સાથે રહે એમાં જ આપણી હયાતી છે, આપણે એને કહેતા હોઇએ છીએ કે તું મારો સાથ ના છોડીશ! જીવનને positive દ્રષ્ટિકોણથી જોઇએ તો આપણને આ જન્મ મળ્યો એટલે કે સમયનો સાથ મળ્યો એ જ આપણી ધન્યતા છે. અને આવી પલ સાથેની સફર ઘણી આનંદદાયક હોય છે. એ હંમેશા આપણને કોઈ નવા જ સ્થળે લઈ જતી હોય છે, જીવનના નવા અનુભવો કરાવી આપણને ધન્ય બનાવતી હોય છે, જીવનના એક એક પ્રસંગના નવા નવા અર્થ એ જ તો આપણને આપતી હોય છે. એને જ્યારે મળો ત્યારે એ નવી, હંમેશા નવયૌવના! પલને કોઇ પલનું બન્ધન નથી, એને જન્મ નથી, મૃત્યુ નથી, એ તો અલૌકિક છે, જાણે કોઇ સ્વર્ગની જ ચીજ છે! આપણે જાગૃત હોઈએ ત્યારે એ આપણો પડછાયો બનીને સાથે હોય જ છે, આપણે સૂતા હોઇએ ત્યારે પણ એ આપણી બાજુમાં બેસીને આપણા પર વહાલથી હાથ ફેરવતી હોય છે. એકબાજુ વૃંદાવનમાં એ વહાલનો, પ્રેમનો રાસ રમતી હોય છે તો બીજી બાજુ કુરુક્ષેત્રમાં જીવનનો સંઘર્ષ કરતી હોય છે…અને આ બધાની વચ્ચે પણ “ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ”ની જેમ એનું અસ્તિત્વ અડીખમ ઊભું હોય છે- એ કદી નવ ઢળી!

  સમયની આ પલની આપણા સાથે એટલી તદ્રુપતા થઈ ગયેલી હોય છે કે એ જ આપણા હ્રદયમાં આવીને આપણી ધબ ધબ ધબ થતી ધડકન બની રહે છે, આપણો પ્રાણ બની રહે છે..એટલે ગીતના મુખ્ય ધ્વનિને આગળ વધારીને એવું કહેવાનું મન થાય કે-
  એનું હોવું એ જ આપણું
  ધબકંતુ જીવન,
  બની ગઈ છે એ જ આપણી
  ભીની ભીની ધડકન!
  પ્રાણ બનીને સંગ દેતી કંઈક જનમોજનમ….સરકી જાયે પલ!

  Reply
 2. Pravin Shah

  છલક છલક છલકાય છતાં યે……..
  સરકી જતી પલનું સુંદર ગીત!

  Reply
 3. વિવેક

  ખૂબ સુંદર ગીત… વર્ષોથી મારું મનગમતું… ગાયકી પણ એટલી જ ઉત્તમ છે. અને આ કોઈ ‘રીડર’મિત્ર આસ્વાદ પણ સારો કરાવે છે…

  Reply
 4. Rupal

  “pal” jivan ma thi ek ek pal ochi thay che tenu ketlu motu dukh hoi te fakta ek “Maa” ke jenu balak motu thatu jaay che tene khabar, ke pachi koi maand malela premi ne khabar,ke jivan na chella swaash leta manas ne khabar……..

  Reply
 5. asha

  ..છલક છલક છલકાય
  છતાં યે કદી શકી નવ ઢળી,..
  ..ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

  …સરકી જાયે પલ!!!…

  સુંદર ગીત!

  Reply
 6. RAGI

  hats off to all three: the poet, the singer and the music composer. I think Late Shri Ajit Sheth has not got due recognition in Gujarat as a composer. He pioneered the art of presenting poetry through music more than anyone else. This song is from his album of the eighties called ” Kanku na |Suraj”. Ajitbhai was in the advertising industry and therefore mastered A-V presentations. Probably he was the first composer to have given Hariharan a Gujarati song.

  Aa chhe apano varaso!

  RAGI.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *