મૂળસૉતો મને ઉખાડ્યો છે,
ને પછી આભમાં ઉડાડ્યો છે;
શ્વાસ ફાગણ બનીને મહેકાતો,
રંગ કેવો તમે લગાડ્યો છે !
તે પછી ઊંઘ ના કદી આવી,
સ્વપ્નમાં જ્યારથી જગાડ્યો છે;
આવી ઊંચાઇ ના કદી આવે,
પ્રેમમાં કોઇએ પછાડ્યો છે;
કૃષ્ણ ભૂલી ગયા વિદુરભાજી,
કાવ્યનો શબ્દ જ્યાં ચખાડ્યો છે;
પૂજશે સૌ ચરણકમળ, એથી,
પંગુને પર્વતેવ પુગાડ્યો છે;
સાત સમદર તરી ગયા પળમાં,
જાતમાં મેં મને ડુબાડ્યો છે.
વાહ બહુ સરસ.
Poem will definetly attract youth.
Wonderful
આવી ઊંચાઇ ના કદી આવે,
પ્રેમમાં કોઇએ પછાડ્યો છે;
kyaa bat!
ભૈ કએમ ચ્હોૂ બાપુ મજામા
કેશવને દુર્યોધનના મિષ્ટાન કરતાં વિદુરજીની ભાજી વધુ મિઠી લાગતી, તેથી તેઓ વિદુરજીના મહેમાન બનવાનું વધુ પસંદ કરતા, અર્થાત તેઓ પ્રેમના ભૂખ્યા હતા. પરંતું કવિ કહે છે કે
કાવ્યનો શબ્દ, પ્રેમની ભાજી કરતાં ય વધુ મિઠો હોય છે, એની મિઠાશ તો જેણે કાવ્યનો શબ્દ ચાખ્યો હોય તે જ જાણે!
કૃષ્ણ ભૂલી ગયા વિદુરભાજી,
કાવ્યનો શબ્દ જ્યાં ચખાડ્યો છે…….

ક્રુષ્ણ ભુલી ગયા વિદુર ભાજી…….
સમજાયું નહીં