Photo by philipdyer
આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.
લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.
ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.
તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.
ખલેલ ધનતેજવે નો ઘેઘુર અવાલ અમીતાભ્ની બરોબરી કરી શકે તેવો છે
તેમની એક હીન્દી ગઝલ જગજીતસીગેં ગાય છે.
मेंअब राशन की कतारिं मे नझर आता हुं
अपने खेतों सेव बीछदने की सजा पाता हुं
he can recite hiz gazals without reading for more than 2 jours without any interuption.A crod pleaser almost like Ghayalsaheb
શ્રી. હષ્રદ જાંગલા,
ખલીલભાઈ વડોદરાના છે. ઉચા દરજજાના શાયર,ફિલ્મ દિગ્દર્શ્ક,અને મુશાયરો ગજવનારા છે.નવલકથાઓ પણ લખી છે.
છેલ્લા બે શેર માં કઈ ખાસ દમ નથી.
પહેલા ચાર શેર બહુ સરસ છે.
ગઝલ નો રસ વૈભવ ઉતરતા ક્રમ માં લાગે છે.
ત્રિજા શેર માં પ્રકાશ નું સરનામું આપ્યું અને છઠા માં પોતે અંધારા માં છે, આ કેવી irony છે.
આખી ગઝલ મસ્ત છે….
આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.
મને ય હવે ખબર પડે છે… 🙂
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.
Very nice.. Wonderful..! the whole Gazal is unique and very meaningful, specially these 2 ‘sher’
Really it touches to one’s ‘soul’..!
સુંદર ગઝલ…
બહું જ સુંદર ગઝલ છે.
ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.
ખલીલ ધનતેજવીની ગઝલોના શેર ખુમારીભર્યા હોય છે.
એમનો એવો જ બીજો એક ખુમારીભર્યો શેર્..
છાંયડે બેસીને અસ્ત ઉદ્દયના લિજ્જતની વાતોના સમજાવો મને,
માથે આખો સૂરજ લઈને અમે સાંજ બપોરે ગાળી છે.
સો ટચનો શેર…
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
સરસ ગઝલ
ખલિલ ધનતેજવી વિષે કોઈ માહિતિ છે?