માધવ, વળતા આજ્યો હો ! – મકરન્દ દવે

પહેલા, Nov 13, 2009 માં મુકેલું મકરન્દ દવેનું આ ગીત ફરી એક વાર, એક નવા સ્વરમાં……

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત : અજીત શેઠ ?

* * * * * * * * * * * * * * * * * * *

લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે ક્ષેમુદાદાના સંગીત અને મૃદુલા પરીખના મધુર સ્વર સાથે ફરી એકવાર…

માધો, મન માને તબ આજ્યો – કવિ શ્રી ઉશનસ્ નું આ ગીત ઐશ્વર્યાના મધુર કંઠમાં સાંભળ્યુ હતુ – એ યાદ છે? (ચૂકી ગયા હોય તો સાંભળી લેજો.. ) – એ ગીતની પ્રસ્તાવનામાં અમરભાઇએ મકરંદ દવેના આ ગીતની વાત કરી હતી.

સ્વરઃ મૃદુલા પરીખ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

(Picture: Hare Krishna Books)

.

માધવ, વળતા આજ્યો હો !
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો !

અમને રૂપ હ્રદય એક વસિયું ગમાર ક્યો તો સ્હેશું
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !

રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે;
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !

– મકરન્દ દવે

23 replies on “માધવ, વળતા આજ્યો હો ! – મકરન્દ દવે”

  1. મૃદુલા બેને ખૂબ જ સુંદર ગાયું છે , સંગીત ની તર્જ પણ. મૃદુલાબેને ગાયેલા બીજા ગીતો ભલે તો મૂકશો.

  2. Would you have -Kavita Krishnamurthy’s Gujarati song- Majam Raat ma-MD-Ajit Sheth.

    This song was in the album-Nirudeshe.

    Niruddese sansare / Hariharan & choir —
    Indhana veenava / Nirupama Sheth —
    Aye chanda shukar / Nirupama, Ajit Sheth & choir —
    Mazam ratama / Kavita Krishnamurthy —
    Jayatu jai jai / Choir —
    Koi surano savar / Nirupama, Ajit Sheth & choir —
    Aho sunder sharad / Hariharan —
    Sangama raji raji / Nirupama & Ajit Sheth —
    Bhai re apana / Hariharan —
    Re yad tari / Kavita Krishnamurthy —
    Koi na biju bole / Choir.

  3. ક્ષેમુભાઈ નું સુન્દર,સુંવાળું,સહજ અને સર્વ રીતે મુલાયમ મીઠું મલપતું સર્જન્! મૃદુલાજીના કંઠની માર્દવતા અને સ્વરને વહેતા મુકવાની ઋજુતાની દાદ આપવી જ પડે..તેમના શુદ્ધ ઊચ્ચારો પાસે કવિતાજીનું પાંચીયું ય ન આવે..આયાતી માલની ભયંકર બૂ..વાસ આવે..આ સ્વરાંકન મૂક્યું તેથી ક્ષીર-નીર ની પરખ થઈ ગઈ..આપનો આભાર્..ખૂબ જ ગમ્યું..

  4. વાહ મ્રુદુલાબહેના !કવિ,ગેીત,સઁગેીત,ભવ્ય !
    કૃષ્ણને આટલી બધી અરજ પછી તો આવવુઁ જ
    પડશે ને …આપણને બધાઁને મળવા!આભાર..

  5. Jayshreeben,
    Again I heard this song and feel “Prabhu amari khabar leta jajyo ho” in these days situation.Howevere in slow ‘lay’ and melodious
    voice,I also like Shree Makarand Dave’s simple words of the song.
    Bansilal Dhruva

  6. hey if u are having this song in kavita krishnamurty’s voice then please upload it…i heard it somwhere…its so beautifully sung by her..i m looking 4 it for so many days…but didnt get it nywhere….so if u r having it then please upload it….thank u…

  7. Such a melodious voice, beautiful composition is a marvelous tribute to the poet thus becomes perfect offering to Krishna!

  8. આજે પૂ. મકરન્દભાઈ નો જ્ન્મદિવસ, સવારના પહોરમાં તમારા મોકલેલા ગીતે અનેરી અનુભૂતિ કરાવી. ધન્યવાદ.

  9. સરસ અવાજ અને મધુર સંગીત કૃષ્ણની વાત સાથે ભાવવાહી ગીત બદલ શ્રી જયશ્રીબેન, આપનો આભાર…..

  10. સરસ રિતે ગવાયેલુ ગેીત્.ાભાર “ફુલ કહે ભમરાને ભમરો વાત વહે ગુન્જનમ માધવ ક્યય નથિ મધુબન્મા” હરિશ ભઐ ભત્ત્ત્ ના સ્વરમ ગવયેલુ આેીત આમારે સૌને શ્રવન કર્વુન ચ્હે..કોઇ મદદ કર્શે?…વિરલ .અમર્…જય્શ્રેી બેન વિવેક અને વિજય ભૈ કે જેનિ પાસે હોય તે સિદિ તહુકો મ મોકલે તો સૌ ને લાભ થાસેઆભર રન્જિત્વેદ્ હોત્મૈલ્.કોમ જય્શ્રેીક્રિશ્ન…

  11. Jayshreeben
    I can share this song in Mp3 formate with Tahuko. If you wish,let me know how to mail it to you.

    Regards, Vijay K

  12. dear jayshree,
    this is composed by bhishma pitamah of kavya sangeet-kshemubhai divatia and it is beautifully sung by smt.mrudula parikh. it is there in sangeet sudha.
    regards
    amar bhatt

  13. This song is in a cassette album and sung by Kavita Krishnamurthy. If someone has that cassette, it is worth listening.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *