સ્વર / સંગીત – શૌનક પંડ્યા
Audio Player
**********************
Posted on January 16, 2010:
કવિ શ્રી સુંદરજી બેટાઈની આજે પુણ્યતિથિ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ એમનું ઘણું જ જાણીતું ગીત…
***
અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.
આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!
અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!
– સુંદરજી બેટાઇ
સ સ સ સ સ સ સ સ સ સ સ સ સ સ્
આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!
સરસ રચના..શાળામાં ભણતી વખતનું ગીત વાંચીને શાળાજીવન યાદ આવી ગયું! બહુ મજા પડી.એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.
ઘણા વખતે આ ગીત સાંભળીને ખુબજ મજા આવી ….મારું સદભાગ્ય છે કે હું તેમની સાથે અમદા વાદ તેમજ દ્વારકામાં રહ્યો છું …આજે પણ તેમના હસ્તાક્ષર મારી પાસે મોજુદ છે જે મેં તેમની પાસેથી દ્વારકામાં લીધેલા ….
સરસ રચના
મને મારુ બાલ્પન યાદ આવ્યુ.૧૯૫૦ નિ આસપાસ મારા ગુજરાતિ પાથ્ય્પુસ્તકમ આ ગિત હતુ. તે યાદ તાજિ થૈ.મજા આવિ.
I had this poem in Standard 6, back in 1952.
I was thrilled to read it–it was almost like being transported to my school days.
Thanks a million, Jayshreeben. You have made my day today.
Nikhil Parikh
25/5/12
nishaal maa shikhelu git kanthasth chhe .Himmat aapnaaru
નિશાલ માશખ્હેલુ ગિત કન્થસ્થ ચ્હે .
I have compose & sung this poem in one
of college level talent contest.
It gives much needed push to
person who is afraid of uncertainity.
શાળામાં ભણતી વખતનું ગીત વાંચીને શાળાજીવન યાદ આવી ગયું! બહુ મજા પડી.
વિન્ટેજ ક્લાસિક……..
This reminds me followng poem:
UTHO NAVIS SAHU VIR
GAJE SAGAR GUMBHIR
CHADYA TOFANE NIR
TOYE HAIYU ADHI RE ADHIR
I AM SURE IT IS NOT WRITTEN TEWAY IT SUPPOSE TO BE. THAT POEM IS TELLING US THAT GO AND FACE THE CHALLAGE AND OVER COME IT NO MATTER WHAT HAPPEN.
i lyk it
વિસરાતા સૂર જેવાં આવાં જૂનાં કાવ્યો અને ગીતો આપતા રહો તો ઘણું સારું.
સુંદર મજાનું ગીત… કદાચ સુંદરજી બેટાઈના શ્રેષ્ઠ ગીતોમાં મોખરાનું કહી શકાય એવું… ફરી ફરીને વાંચવું ગમે એવું…
this was a part of our syllabus. i enjoyedthis after 45 years
thank youy
સુન્દર સમુદ્ર ગિત્!!!!!સ્વ.બેતાઇ ને હ્રદયપુર્વક શ્રદ્ધાન્જલિ!!!!!late.shri betae’s sea poem is beautiful .
સુન્દર સમુદ્ર ગિત્!!!!!સ્વ.બેતાઇ ને હ્રદયપુર્વક શ્રદ્ધાન્જલિ!!!!!
ખૂબ સુંદર ગીત અને એટલી જ સુંદર અને ઉદાત ભાવના….
ધ્યેયનું બંદર કદાચ એટલું જ દૂર છે….. અને જાવું જરૂર છે…