માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્

અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )

અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.

કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!

અને હા.. May 9, 2009 ના દિવસે એમનો કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ – ન્યુ જર્સી ખાતે યોજાઇ રહ્યો છે – એની વધુ વિગતો અહીં જુઓ.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ

.

સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

21 replies on “માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્”

  1. ખૂબજ સરસ કન્ઠ ,કવિશ્રિ ઉશનસ તો હમારા સહ્કાર્યકર્તા,ઐર્શ્વયા માટે તો શબ્દો નથી.સાબાસી સૌ ને.પ્રણામ સૌ ને.

  2. મૂકી ગયા જે પગલાં
    તેની ધડકે હજીયે ધૂળ,
    વિરહાને નહીં થાક, અમો તો
    હરઘડીનાં વ્યાકુળ,
    હર ટહુકો દરદે તાજો રે, માધો.
    મન માને તબ આજ્યો, – માધો…
    મસ્ત મદમસ્ત!!!!

  3. મૂકી ગયા જે પગલાં
    તેની ધડકે હજીયે ધૂળ,
    વિરહાને નહીં થાક, અમો તો
    હરઘડીનાં વ્યાકુળ,
    હર ટહુકો દરદે તાજો રે, માધો.
    મન માને તબ આજ્યો, – માધો…

    મસ્ત મદમસ્ત!!!!

  4. Thank you Jayshreeben for posting such amazing works of art by our prolific writers such as Kavi Ushnash and M. Dave. Talented and dedicated music lovers to compose compile and provide touching sounds to the words! Hats off to all the artists.

  5. […] માધો, મન માને તબ આજ્યો – કવિ શ્રી ઉશનસ્ નું આ ગીત ઐશ્વર્યાના મધુર કંઠમાં સાંભળ્યુ હતુ – એ યાદ છે? (ચૂકી ગયા હોય તો સાંભળી લેજો.. ) – એ ગીતની પ્રસ્તાવનામાં અમરભાઇએ મકરંદ દવેના આ ગીતની વાત કરી હતી. […]

  6. ranjeessh hee sahi, ash.majumadr. urdu na uchharo gazal ni mouzue-maani, alap na swro bahu kadad, gazal gayaki ni andar softness ,mind,ghamak and swaro na Anunad(resonance). samajawa pade. mahedisaheb. meru khand. bharata hata. new york ma emano riyaz me sabhlyo. atla varaso pachhi pan reyaz karata . tev ne karane aavz per asar hati. mate gazal gata pahela.thodi sawadhani jaruri chhe. ranjeesh ane hee gati vakhte chhutta padava joeye ek udaharan mate lakhu chhu. baki bahu saras aavaz ane suz chhe.mazzameen per khs khyal rakhjo.gujarati ke urdu Gazal no pradesh lapsano chhe.

    • અદભુત સ્વરકાર શ્રી જયદેવ ભોજક નું ખૂબ ખૂબ સુંદર સ્વરાંકન અને પ્રો. શ્રી ગિરિરાજ ભોજક ની એટલી જ મજબૂત રજૂઆત……..રે માધો……ખૂબ આનંદ થયો સાંભળીને…..અપલોડ કરવા બદલ આભાર.

  7. બે ઘડી રોકાઈ જાજ્યો…નો અનુગ્રહ સ્પર્શી ગયો. ખૂબ સુંદર.

  8. મે જ્યઅરે શ્રિ અમતરભઐનો પહેલઓ કાર્યક્રમ સમ્ભલ્યો ત્યારે તેમનુ સન્િત મને બહુજ ગમયુ હતુ બહુજ સુન્દર રચના ચ્હે અને અશ્વરયે મનથિ ગિત ગાયુ ચ્હે.

  9. this voice is very sweet and very very nice i hope
    all man like this song and her voice i hope god by u u sing many songs

  10. my fav. one……..!!

    રચનાનો ભાવ અતિ સુંદર, તો અમરભાઇએ તે જ ભાવને અનુરૂપ અદ્.ભૂત સ્વરાંકન કરી ઐશ્વર્યાના મધુરા સ્વરે તેને જીવંત કરી દીધું.

  11. શ્રી અમરભાઈના સૂર અને ઐશ્વર્યાનો સ્વર!! જાણે સોનામા સુગંધ ભળી!! કવિશ્રીએ પણ સુંદર શબ્દગૂંથણી કરી છે. સૌને અભિનંદન!!

  12. It’s always a pleasure to listen to Amar. He has a unique style of presenting poetry- that too always with a captivating smile!

    This composition is indeed very good and well sung by Aishwarya. Nice music arrangement..

    All the best wishes for your albums,Amar.

  13. ખુબજ સુંદર સ્વરાંકન અને સોનામાં સુગંધ ભળે હોય તેમે એથી ય વધુ કર્ણપ્રિય અવાજ.

  14. ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
    નહીં કહીએ કે ‘તેડો’,
    કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
    એટલું જાચે નેડો.
    બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો

    બહુ મધૂર ગાયકી અને સરસ શબ્દો

  15. મૂકી ગયા જે પગલાં
    તેની ધડકે હજીયે ધૂળ,
    વિરહાને નહીં થાક, અમો તો
    હરઘડીનાં વ્યાકુળ,
    હર ટહુકો દરદે તાજો રે, માધો.

    મસ્ત ગીત… મધુર સંગીત… કર્ણપ્રિય સ્વર…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *