જીત્યું હમેશા ગુજરાત… – મનિષ ભટ્ટ

સૌપ્રથમ તો પ્રજાસત્તાકદિનની સૌને શુભેચ્છાઓ.. અને આજના આ ખાસ દિવસે તમારા માટે એક ખાસ ગીત પણ લાવી છું. – અને એ પણ વિડિયો સાથે 🙂

આપણા વ્હાલા ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત. ગુજરાતના ૨૬ કલાકારો એકસાથે ‘અડાલજની વાવ’ જેવા ઐતિહાસિક સ્થળે ભેગા થાય – અને એ પણ ગુજરાતની યશગાથા ગાવા માટે – એ કંઇ નાનીસુની વાત છે?

ગીત વિષે વધુ માહિતી માટે નીચેના આર્ટિકલ પર ક્લિક કરો.

સંગીત : રજત ધોળકિયા

કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, પ્રફુલ દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તી સગઠિયા, દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા

(NOTE: જો તમારા internet ની speed ઓછી હોવાથી video અટકી જાય, તો એકવાર play કરી pause કરશો, અને થોડીવાર રાહ જોઇ પછી ફરી play કરશો, જેથી પૂરેપુરું buffering થઇ જાય)

http://video.google.com/videoplay?docid=-6685746480997089333

હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!

145 replies on “જીત્યું હમેશા ગુજરાત… – મનિષ ભટ્ટ”

  1. પ્રફુલ દવે નું નામ કેમ નથી લખ્યું, લખો પ્લીઝ

  2. જન ઘૂમે નર્મદા સાથ જય! જય! ગરવી ગુજરાત

  3. જય જય ગરવેી ગુજરાત્.
    ગુજરતેી હોવાનો ગર્વ સર્વ જાતિના લોકો વસે.
    ગાન્ધેીબાપુને સરદાર વલ્લભભાઈ જેવા નેતાનેી જ્ન્મ્ભુમેીને કર્મભુમેી ગુજરાત્ હોવાનો ગર્વ ચ્હે.

  4. Absolutely nice song for ” Our Gujarat ”

    It tiuches to our heart and inner most feelings being Gujarati !!

  5. ખુબ જ જોશ સાથેનુ આ ગીત. રુવાડા ઉભા ક્રરી દેતુ આ ગીત.
    છે સૌ કોઇ જ્ઞાત અને જાત, જય જય ગરવી ગુજરાત…

  6. ગાયક કલાકારો ના નામ મા પ્રફુલ દવે નુ નામ લખવા નુ રહ ગયુ છે.

  7. જય જય ગરવિ ગુજરાત
    ગર્વ છે મને ગુજરાતિ હોવાનો

  8. ખરેખર મને ગર્વ છે કે હુ ગુજરાતિ છુ !!!!!!!!!!! અને હા ગુજરાત હમેશા જિત્યુ છે અને હમેશા જિતશે જ !!!!!!!!!!!! મારિ આ ધરતિ ને કોટિ કોટિ વન્દન !!!!!!!!!!!!

  9. આ તો બસ ગુજરાતને દુર થી જોવા વાળા માટે છે બાકી હકીકત તો ગુજરાત મા રહેવા વાળા જ જાણે છે.
    કે ગુજરાત મા કેવી હાલત છે.?

    • “આ તો બસ ગુજરાતને દુર થી જોવા વાળા માટે છે બાકી હકીકત તો ગુજરાત મા રહેવા વાળા જ જાણે છે.
      કે ગુજરાત મા કેવી હાલત છે.?” -જિતેશ ભાઈ

      ભાઈ, તમે કહો ને શુ જાણવુ જોઈયે?

      હા, ઝિણો પાક્યો તે ના ગમ્યુ. સરદાર આવ્યા, પણ તેમ્ણે ગાન્ધી ને સાભળી ને મુખ્ય પ્રધાનનુ પદ નેહરુ ને મફત આપીદીધુ.
      હવે નરેન્દ્ર ભાઈ સરદાર નુ કામ પૂરુ કરે તેવી આશા છે.

      જય શ્રી ક્રિશ્ણ
      સુરેશ વ્યાસ

  10. *

    . ગુજરાત વિષે આવા સુંદર માવજત ભર્યા ગાયનની તરસ
    . છીપાવવા માટે ટહૂંકો અને આ ગીત રજૂ કરનારને અભિનંદન.
    . આભાર ….

    . * જગશી ગડા – શાહ
    . * વિલેપર્લે – મુંબઈ

  11. આખો ના ખુણા ભિના થઈ ગયા….
    હા, મારું જય જય જય ગરવી ગુજરાત!

  12. સારુ રાજ્ય પ્રેમનુ ગીત છે.
    હવે ભારત દેશપ્રેમના ને વેદિક ધર્મ પ્રેમના ગીતો પણ અહી આવે તેમ પ્રાર્થના કરુ છુ.

  13. today is our New year. on this New year occasion i like to tall you all Gujarati people, wish you all Happy New year. this song is dedicated to all people who are believe in earth, and God Sun. when i hear this song on T. V. i am really fill that i m living in Gujarat and i m Gujarati.

  14. રુંવાડા ખડું કરતું, વતનની ગૌરવ ગાથાથી ગુંજતું, આનંદના અશ્રુ છલકાવતું સદાબહાર ગીત. ગૌરવશાળી સઘળા કલાકારોને હાર્દિક અભિનંદન. ”ટહુકો” ટીમનો આભાર.

  15. જય જય ગરવી ગુજરાત…..
    હું ગુજરાતી અને મારુ ગુજરાત…….

  16. તમારો ખુબ ખુબ આભાર. લગભગ ૨-૩ મહિના પહેલા જ્યારે મે આ ગિત નો વીડીઓ જોયો હતો ત્યારે મને સહેજ પણ આશા ન હતિ કે ફરી મને આ ગિત જોવાનુ સૌભાગ્ય મળશે. સાચુ કહુ તો આ ગિત મ કોઇ પન ગુજરાતિ ના હ્રદય સોસરવા ઉતરિ જવાનો જાદુ હોય એવુ લાગે છે. ગુજરાત નુ ગુજરાતીપણુ આ ગીત મા ભારોભાર છ્લકાય છે.

  17. ખરેખર ખુબ સુન્દર ગીત ચે. સાચા ગુજરાતિ ને આ ગિત હ્યદય સ્પશિ ચે

  18. ગુજરાત્ નિ આન, બાન અનેશાન નુ ભાન બરાબર કરાવિ દિધુ. ધન્યવાદ બધા કર્મ્વિરોને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *