ગગનવાસી ધરા પર…. – નાઝીર દેખૈયા

સ્વર – મનહર ઉધાસ

.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

39 replies on “ગગનવાસી ધરા પર…. – નાઝીર દેખૈયા”

  1. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
    જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો

    સુંદર શેર છે મજા આવી ગઈ …..

    -પલાશ શાહ

  2. ખુબ સરસ રચના મનહર ઉધાસની ગાયેલ ગઝલોમાની એક બહુ જ સુંદર ગઝલ

    સમીર જેઠવા

  3. I am listening to the songs from the day when you launch your website.

    It’s to much when I saw copy rights on your website.

    Is it for real?

  4. એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.
    VERRY MUCH.

  5. Manhar bhai Udhas ne Abhinandan, khub ja sundar gayu chhe.
    જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
    અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

    ખુબ જ સરસ,

    “તુ મને ભગવાન એક વરદાન આપિ દે, જ્યા વસે ચે તુ મને ત્યા સ્થાન આપિ દે” મહેરબાનિ કરિ આ ગેીત અહિ મુકશો

  6. Lord Krishna, Lord Mahavir, Lord Rama, Lord Buddha lived lives much tougher than ours. The point is – is our life so tough or we have made it so.

  7. “તુ મને ભગવાન એક વરદાન આપિ દે, જ્યા વસે ચે તુ મને ત્યા સ્થાન આપિ દે” મહેરબાનિ કરિ આ ગેીત અહિ મુકશો

  8. આજ ન સમય મા ભગ્વન એક વિનતિ ખરા અર્થ મ તમે આ ધરા પર આવિ ને જુવો બસ ફક્ત એક વાર્

  9. નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે……… i like this line most…

  10. હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
    હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
    શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
    આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?
    આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
    એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.
    જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
    એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

    થોડિ વધુ માહિતિ માટે http://bazmewafa.wordpress.com/2009/04/24/gujaratno-urdu-darbar2__wafa/

  11. ખુબ જ સરસ, આવુ સ્પ્શ્ત કહિ શકવા બદલ નાઝિર દેખૈયા નો ખુબ ખુબ આભાર અસ્તુ!

  12. ભગવાન ને ભગવાન પણ યાદ આવી જાય એવી ગઝલ

  13. સાચે જ સાચુ કિહયુ છે.
    કદાચ એટલે જ કિધુ છે કે
    ” ભગવાન બનવુ સહેલુ છે પણ માનવ બનવુ અઘરુ છે.”

  14. નાનો હતો ત્યારે અમારા સન્ગિત ના શિક્શ્ક સમભલવ્તા હતા. આજે ફરિ સમ્ભલિ નનો હતો ત્યારે અર્થ નોતો સમ્જાતો અને આજે સમ્જાય ચ્હે. પન મને તો ફરિ થિ નાના થૈ જવનુ માન થય ચે.

  15. મને ગમતિ આ ખુબ સરસ ગઝલ આજે સઅમ્ભલિ ને ખુબ મઝ આવિ

  16. સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
    ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો…ખરે ખર ખુબજ સરસ અફ્રિન

  17. ખરે ખર ખુબ જ હ્રદય સ્પેર્શિ રચન્ના ચ્હે આ. જિવન કેરો અનુભવ તુઉ કરિ તો જો

  18. ફેલાવુ જો હુ હાથ તૉ તારી ખુદાઈ દૂર નથી,
    પણ હુ માગુ ને તુ આપી દે એ વાત મને મ્ંજુર નથી.

    વાહ, નઝિર સાહેબ્ . જો આ ગઝલ સાભળવો તોઝા આવી જાય્

  19. જગતની વાસ્તવિકતા…કવિની ખુમારી દરેક શેરમા દેખાય…ખુબ સરસ….

  20. વાહ નાઝીર સાહેબ.. ખૂબ સરસ..

    જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
    અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

    ‘મુકેશ’

  21. જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
    અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

    વાહ ,ખુબસરસ…..

    • ગોહિલવાડ નું ઘરેણું નજીર સાહેબ

  22. નાઝીર ભાઈ ના તોરને ભળતી એક પંક્તિ મને
    પણ ભુતકાળમાં સ્ફુરેલી…..

    ઘડી બે લાવ, બદલી નાખીએ આસન
    પરિવર્તન ખુદા આમુલ થઈ જાશે……

    ડો.જગદીપ નાણાવટી..

  23. વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
    Very rightly said…..and nicely sung by the number one gujarati top singer…..thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *