મારું ખોવાણું રે સપનું – ગની દહીંવાલા

૨૦૦૮ના વર્ષની આ છેલ્લી પોસ્ટ… આવતીકાલથી તો ૨૦૦૯નો સિક્કો લાગશે 🙂
૨૦૦૮નું સરવૈયું કાઢવા બેસીએ તો આમતો કેટકેટલુંય આવી જાય, પણ ગુજરાતી સાહિત્ય-કવિતા-ગઝલોને ધ્યાનમાં રાખીએ તો, એક વાત જરૂર યાદ આવે – ૨૦૦૮ એટલે આપણા લાડીલા શાયર/કવિ – ગની દહીંવાલાનું જન્મશતાબ્દીવર્ષ… તો આ વર્ષની છેલ્લી પોસ્ટ તરીકે ગનીચાચાનું આ સુંદર ગીત સાંભળી મઝા લઇએ..!

પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં અમર ભટ્ટનો સ્વર.. ! ગીતનો લય એટલો સરસ મઝાનો છે કે સાંભળ્યા વગર ફક્ત શબ્દો વાંચો તો યે આપમેળે ગવાઇ જાય. ‘તેજ તણા અંબાર’ ભરેલું કવિનું સપનું ખોવાણું – અને કવિ જાણે દુનિયા આખીમાં શોધવા નીકળ્યા… દિશાઓને પૂછ્યું, વગડા-સાગર, ધરતી-આકાશ… ક્યાં ક્યાં જઇને શોધી આવ્યા.

અને આપણી સાથે કવિ કેવી ચોખ્ખી વાર કરી દે છે – ક્યાંય મળે તો આપી દેજો, એ તમારા કામનું નથી.. એ તો મારું શમણું !

(..ચોર આ વસ્તી? …San Francisco from Golden Gate Bridge)

* * * * *

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

9 replies on “મારું ખોવાણું રે સપનું – ગની દહીંવાલા”

 1. સુંદર મજાનું ગીત…

 2. Kamlesh says:

  Swar, sangeet, shabdo …….. saras,saras and above all ….Chor ni vasti no photo……ema kon rahe che.???…khadkhadat hasi lejo..!!!!!!!!
  Enjoyed everything a lot.THANKS.

 3. પહેલાં તો માત્ર ગીત વાંચી જ ગયો… ગનીચાચાનું ખૂબ લબ્ધપ્રતિષ્ઠ ગીત આ તો… જેટલીવાર વાંચો, મજા જ આવે. સપનાંનું ઉપરાણું લઈને કવિ ક્યાં ક્યાં નીકલી પડે છે!

  પણ અમર ભટ્ટના સ્વરમાં આ ગીત આજે સર્વપ્રથમવાર સાંભળ્યું ત્યારે ફરી એકવાર સમજાયું કે ટહુકો શું ચીજ છે! કવિતા પીરસતા બ્લૉગ્સ અને વેબસાઈટ્સ તો બિલાડીના ટોપની જેમ આડેધડ ઊગી નીકળ્યા છે, પણ સુગમ સંગીતના આવા અમૂલ્ય રત્નો બીજે ક્યાં જડવાના?!

  આભાર, જે!

 4. Bansilal Dhruva says:

  At the end of 2008 many have lost there dreams,
  what a ‘geet’ you have selected for this last day of
  2008,and that of ‘GANICHACHA’,hat offs to dear
  JAYASHREEBEN.

 5. chintan pandya says:

  ગનીચાચાનું મસ્ત ગીત . પૂરૂશોતમભાઈનું મદમસ્ત સ્વરાંકન …
  અમરભાઈનો જબરદસ્ત અવાજ ……….સલામ.

 6. ખુબ જ સુન્દર મારિ પાસે શબ્દ નથિ કવિ નિ કલ્પના ના

 7. karmavir mehta says:

  ગિત સામ્ભળવા મળે ?

 8. chintan desai says:

  very beautiful ,which Raga is this based upon ?

 9. navin mehta says:

  બહુજ સરસ મજા નુ ગિત ચ્હે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *