સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા

આજે 31 ઓક્ટોબર, આપણા વ્હાલા અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર પટેલનો જન્મદિવસ. એમના જન્મદિવસે ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત..!!

હું છેલ્લા 4 કલાકથી આ એક જ ગીત સાંભળું છું.. અને મને ખાત્રી છે કે ગુજરાતમાં વસતા કે દુનિયાને ખૂણે ખૂણે પહોંચેલા અને ગુજરાતને હ્ર્દયમાં વસાવીને રહેતા દરેક ગુજરાતીને આ ગીત વારંવાર સાંભળવું ચોક્કસ ગમશે.
કવિઃ રમેશ ગુપ્તા
ગાયકઃ મન્ના ડે
સંગીતઃ જયંતિ જોષી
Year: 1960

vibrant_gujarat.jpg

.

આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

Love it? Share it?
error

128 replies on “સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા”

 1. KALPESH JOTANIYA says:

  REALLY I HEARD THIS SONG AND I PROUD TO BE GUJARATI………………

 2. mitesh says:

  plssssssssssssssssss aa geet ne downlod karvaniiiiiii linkkkkkkk aapooooooo…….koi….ene samhadva kan tarsi gaya 6….pehla hazar var durdarshan par aavtu hatu……..have kasheeee nathiiiiiii mali rhau..

 3. mitesh says:

  ane joooo jai jai garvi gujarat riten by narmad….geet ne pan download karvu 6….net par aa geet kashe j nathi……..

 4. satish says:

  મને આ ગિત જોઇએ તો આ કેવિ રિતે થશે તે જનાવશો ???????

 5. Rajendra Shah says:

  જયશ્રી બેન ! આ ગીત તો દરેક ગુજરાતી ના હ્રદય ના સિઁહાસને બિરાજતુ ગીત છે. મન્નાડે ના ક્ન્ઠ માં આ ગીત એ એવૂં જડાયેલુંછે કે બસ ! સાંભળ્યા જ કરીએ ! આભાર ! આ ને ફરીથી સૌ સુધી પહોંચાડવા માટે !

 6. Rajendra Shah says:

  લાગેછે કે આવા ગીતો માટે તો તમે કંઇક વ્યવસ્થા વિચારો ! એમાં કોઇક રસ્તો ડાઉનલોડ માટે જરૂર વિચારો !!!!

 7. Chetna Desai says:

  આવા ગીતો ગુજરાતી હોવાનો ગર્વ અપાવે છે. આવુ જ બીજુ પણ બહુજ સુંદર ગીત શ્રિ.પુરુષોત્તમભાઇ ઉપાધ્યાય અને હંસાબેન દવેના સ્વરમાં છે, આલ્બમના નામથી અજાણ છું પણ બોલ કંઇક આ મુજબ છેઃ “જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ, જ્યાં જળ ભર સરિતા સરકી, એવી ગુર્જરીમાંની ધરતી, તેની ઉપર ગગન વિશાળ” – લાંબા સમય પર સાંભળેલુ આ ગીત જો મળી શકે તો મને ખાત્રી છે કે “ટહુકા પરિવાર” ના દરેક મિત્રોને પણ સાંભળવું જરૂર ગમશે. ધન્યવાદ.!!

 8. prashant vyas says:

  જયશ્રિબેન મને આ ખુબ જ સરસ ગીત ને ડાઉનલોડ કરવુ છ્ે. મને ડાઉનલોડ લિન્ક આપવા અથવા ઈમેઇલ કરવા વિનતિ.

 9. Akash says:

  આ સુન્દર મજાનુ ગિત હુ કેતલા ય દિવસ થિ શોધતો હ્તો. આજે મારિ તરસ ચ્હિપયિ.

 10. shikha says:

  બહુ સરસ

 11. raju kadam says:

  khubaj jom bharelu urmi geet……….wahwah..!wahwah..!

 12. raju kadam says:

  DAREK GUJARATI JANNO MAHYLO JAGI JAY EVU GEET!

 13. Rohit Rathod says:

  મને ગુજરાતી હોવાનો ગર્વ છે, હુ ચિત્ર શિ. હોવાનો ગર્વ છે સદાકાળ સુવર્ણ સુરજ રહે અમ ગુજરાત જે મહાત્મા ગાન્ધી ની જન્મ ભુમિ છે

 14. neha darji says:

  MANE GARV CHHE K HU GUJARATI CHHU ANE JYA MAHAN PURUSHO JANMYA TYA TE BHUMI MA JANM LIDHO MARI BHUMI NE HU SALAM KARU CHHU.

 15. vaghji ahir says:

  ડઉનલોદડ કરવા માટે લિન્ક અપલોડ કરો

 16. chintan says:

  મને ગુજરાતી હોવાનો ગર્વ છે,આ મને ડાઉનલોડ લિન્ક આપવા અથવા ઈમેઇલ કરવા વિનતિ.

 17. paresh says:

  મને આ ગિત બહુ ગમે

 18. akash says:

  એક્દમ મન ને લાગી ગયુ……..અદ ભુત……….!!!!!!!

 19. દેવેન્દ્રસિંહ વાળા says:

  મને આ ગીત બહુ ગમે છે…. મને આ ગીત ડાઉનલોડ કરવાની લિંક ઈ મેઈલ કરવા વિનંતી…પ્લીઝ

 20. અમિત ભટ્ટ says:

  પ્રફુલ દવે નું 1 ગીત આપણી વેબ સાઇટ પર મુકવા વિનંતી છે.
  હા…હા..રે અમે છીએ વાયા વિરમગામ ના…
  This is a title song of Movie “VAYA VIRAMGAM NA”

  અને એક બિજુ ગિત્..હાલાજિ તાર હાથ વાખાનુ કે…..

 21. Hasmukh V patel Madhiwala says:

  We Are becoming The best in The World In so Many Things, But When We are Going to trust Each others? When can I Travels Trouble Free in My Own Country? India is One Country,Every one pulling Each others legs,Why We Are Taking Too Long To make Decision About Terrorist People,Or Who Damaged Our Heart Of India, 1,Corruptions is # One Poison For Our Great India, 2, Illegals People From Our Neighboring Country In Millions Who Eat Our Food And Spreed The Poison All Over Our Great nation, 3,Is There Any one who can save Our Culture,Our Sangeet And Our Mother India From This poison. ” Jaago aur Matrubhumi ki Raksha karo”. Jai Hind.

  If You Can’t Wake up N

 22. Hasmukh V patel Madhiwala says:

  Gujarat and Gujarati people Have money,People Please Be Proud of gujarat,Proud of our People,Dream Big And In Colour,Help Each Other You will feel good,You can Do it,Think Positive,Talk Positive,If Your House Kitchen And Bathroom is not Clean you are not gujarati,Stay in Any Country You must be A CLEAN everyway Gujarati Person, So We All Can Say GUJARATI IS # 1 people in the world.Do You Proud?

 23. piyush gajjar says:

  મ્ ને આ ગિતએ ગ્ મે ૬એ

 24. piyush gajjar says:

  પ્રફુલ દવે નું 1 ગીત આપણી વેબ સાઇટ પર મુકવા વિનંતી છે.
  હા…હા..રે અમે છીએ વાયા વિરમગામ ના…
  This is a title song of Movie “VAYA VIRAMGAM NA”

  અને એક બિજુ ગિત્..હાલાજિ તાર હાથ વાખાનુ કે….. વઇનતિ……

 25. Raksha says:

  મને બહ ગમે ચે

 26. Suhas .G. Paranjape says:

  GUJARAT NA BADHA NAGARIKO NE GARAV LEVA JEVU AA GEET KHAREKAR SUNDAR CHE.
  AA GEET NA SHABDO MA RAHELU JOM , FAKTA MANNA DEY NA SWAR MA UBHRAI AAVE CHE.
  -SUHAS-

 27. almin vasaya says:

  આમ તો હૂં ૨૦૦૯ થિ ગુજરાત થી દુર છું અને મારી માતૃ ભાષા ની જયારે પણ યાદ આવે છે ત્તયારે ગુજરાતી ગીતો સાંભરી લવ છું. ( ઘર મા ગુજરાતી જ બોલું છું)
  ખરે ખર આ ગીતો સાંભરુ છું ત્તયારે મારા રૂંવાટી ઊભી થય જાય છે. મને ગુજરાતી હોવાં પર ગર્વ છે.
  જય ગુજરાત જય ભારત
  અલ્મીન વસાયા ( આગાઝ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *