એકલો જાને રે! – રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ)

આજના ગીતની પૂરેપૂરી Credit મેહુલ શાહને… પ્રાર્થનામંદિર – વિદ્યાવિહાર ગીતો પર એણે એના નાનાજી – ભાઇલાલભાઇ શાહનાં અવાજમાં ગીત મુક્યું છે, ત્યાંથી જ મને આ ગીત અને શબ્દો મળ્યા..! અને હા, મેહુલે સાથે સાથે ઓરીજીનલ બંગાળી ગીત, કિશોરકુમારના અને સોનુ નિગમના અવાજમાં પણ મૂક્યું છે..! આભાર મેહુલ.. 🙂

તો સાંભળીયે, રવિન્દ્રનાથ ટાગોરના આ અમર ગીતનો મહાદેવભાઇ દેસાઇએ કરેલો અનુવાદ.. ભાઇલાલભાઇના સ્વરમાં !

(એકલો જાને રે!…….. Near Muir Beach, CA -April 09)

* * * * * * *

સ્વર – સંગીત : ભાઈલાલભાઈ શાહ

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મહાદેવ દેસાઈ
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

37 replies on “એકલો જાને રે! – રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ)”

  1. Surprising…i heard this aong in kahani movie..but i didnt know that it has been transalated in gujarati also….very nice

  2. its not –
    ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ભાઇ એકલો ધા ને રે !
    its
    ત્યારે કાંટાળા ને ઓ તું લોહી નીગળતે ચરણે ભાઇ એકલો ધા ને રે !

  3. well I just went in my memories because I learnt this song from pujya Bhailalbhai in my schooldays . good efforts liked this very much ………..Daxa

  4. હુ ચિ. ન. વિદ્યાવિહાર મા ભાઇલાલ ભઇ ને પ્રારથ્ના મન્દિર મા સાભળ્તો તે સમય યાદ આવિ ગયો. આવુજ એક ગિત હતુ, એક્જ દે ચિન્ગારિ મહાનલ. ખુબ આભાર

  5. કેટલા વખતથી આ ગીત સામ્ભળવાનુ મન હતુ તે આજે સામ્ભળ્વામળ્યુ. જયશ્રીબહેન ખુબખુબ આભાર.

  6. આ ગીત નો સન્દેશ મને બહુ પસન્દ છે,
    પણ કવિ જાણે વાચકને “અભાગી” તરિકે સમ્બોધે છે.

    હકિકતમા જેનુ ધ્યેય ઉત્તમ છે તે સૌ માટે સન્દેશ સારો છે.

    જય શ્રી ક્રિશ્ણ!

  7. what a beautifull composition and lyrics and differernt singers, but emotion and joy are the same. Thank you very very much for putting this song on the appropriate day of Independent day.

  8. i am sorry, i am sending comments in english. on you tube number of versions sung by different singers including original baul singer, by tagore,and lastly by amitabh bachhan..etc are there.can you see that this is also included there ? is it possible that you too can include a one or two from there..of your choice !!

    like cn vidyalay , in my school, amulakh amichand matunga mumbai ,, we were having different morning prayers..hope some one can send it to tahuko!! ( i passed out ssc in 1965) .

    gautam

    • અન્તર મમ વિક્સિત કરો..અન્તર તલ્સે હે.., this was on of the prayers in our school..amulakh amichand at matunga,mumbai.

      hope, some one can put it on tahuko !

      its mostly by tagore.

      gautam

      • અંતર મમ વિકસિત કરો અંતરતર હે–
        નિર્મલ કરો ઉજ્જવલ કરો સુન્દર કરો હે.
        જાગ્રત કરો, ઉદ્યત કરો નિર્ભય કરો હે,
        મંગલ કરો નિરલસ નિઃસંશય કરો હે.
        યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
        સંચાર કરો સકલ કર્મ શાંત તોમા છંદ’
        ચરણપદ્મે મમ ચિત નિસ્પન્દિત કરો હે,
        નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

  9. શ્રિ પિનાકિન ત્રિવેદિએ આ ગિત રેદિઓ પરત્રિશિમાન પ્રથમ ગાયુ હતુ અને એનિ રોર્દ પન થૈ હતિ જો એ મલે તો જુઓ. તાગોર સાથે બહુ વર્શો હતા અને નમુલ બન્ગાલિ માફક જ ગિત ગાયુ ચ્હે

  10. excellent song written by Rabindranath Tagore. When i listened this song after 10 year, all old memories suddenly flashed in front of my eyes. The statue of Gandhiji in prathnamandir still etched in my mind with all respect. What a mesmerizing song it is! I will save this in my collection.

  11. બહુ જ સરસ ગિત છે આ…
    મને આ ગિત iPod મા રાખવા જોઇએ છે.

  12. વાહ ભઈ મજ્હા આવિ ગઈ. ઘનિ વાર “તારા સ્વજનો” ગાઊ ચ્હુ ત્યારે આનન્દ આવે.
    આ ગિત ખોલતો હતો ને મલિ ગયુ! જયશ્રેી બેન આભર્! અદ્ભુત્!

  13. કેટલુ સુન્દર ગિત્..ગુરુદેવનુ…બસ્સ સામ્ભળ્યા જ કરિએ….!!!એકલા આવવાનુ ને એકલા જવાનુ…કોઇ સન્ગાથિ નહિ તો…એકલા…માનવને જિવવા માટેનો કેવો સુન્દર સન્દેશ….!!!!!!

  14. Rabindra thakur n kolkatta………..plzzz visit shantiniketan once in lifetime n yes gr8 work by mahadevbhai desai.We r proud to be kolkattans

  15. જયશ્રિબેન્
    બધુ યાદ આવિ ગયુ–રવિન્દ્ર સન્ગિત્ અને્ કલકત્તા. Thank you.

  16. આ ગિત વર્સો પહેલ તગોરેના સિસ્ય પિનાકિન ત્રિવેદિ મુમ્બૈ રદિઓ પર ગાતા હતા બિજુ બગાલિ ગિત તાગોરેનુ તારા સ્વજન તને જય મુકિને બન્ગાલિ ઉચચારો સાથે બન્ને ખુબ લોક્પ્રિય હતા. એનિ રેકોર્દ પન મલિ આવે તો તહુકો પર મુકસો

  17. અરે આ તો બહુજ સરસ મોતિવેશનલ સોન્ગ મુકુયુ! કોઇ પન સારા કામ નિ શરુઆત મા વ્યકિત એક્લો જ હોય. જો તમે લાગેલા રહો તો સાથ તો મલશે જ્.

    આભાર્

    (ગીત સાંભળીને C.N. ના પ્રાર્થનામન્દીરની યાદ આવી ગઈ કૌમુદિબેન પન્દ્દયા હુ પન ૧૯૮૮-૯૦ મા તેજ સ્કુલ મા હતો. તે પહેલા અને પચ્હિ આવુ પ્રાર્થનામન્દીર જોવા નથિ મલ્યુ.)

  18. Jayshree ben,
    I want one favour. I am not able to recollect the poem or name of poet. I remember only one stanza of the poem. Can you please help me out in search. Please…
    Thanks.

    ” Shraddha j mari lai gai mane mazil sudhi,
    Rasto bhuli gayo tya disha o fari gai. “

  19. સહેજ ધ્યાન દોરવા…..

    જો સૌએ પાછાં જાય,
    ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
    અહીં એક કડી ખૂટે છે………
    …….જ્યારે રણવગડે નિસરવા ટાણે, સૌ કોરે સંતાય; ( આ કડી પ્રીન્ટમાં નથી)
    ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
    ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

    ઓડિયોમાં આ કડી છે.

    આભાર્!

  20. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની માનવીને પ્રોત્સાહિત કરતી એક સુંદર રચનાનો એટલો જ સુંદર ભાવાનુવાદ.

    જયારે દીવો ન ધરે કોઇ,
    ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
    જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
    ત્યારે આભની વીજે, તું સળગી જઇને
    સૌનો દીવો એકલો થાને રે !……..એક્ટા ચાલો…..

  21. આભાર – ગીત સાંભળીને C.N. ના પ્રાર્થનામન્દીરની યાદ આવી ગઈ

  22. મને મારું બાળપણ (૧૯૪૦-૪૪)યાદ આવી ગયું.
    પૂજ્ય ગાંધીબાપુએ જ્યારે આફ્રિકામાં સત્યાગ્રહની શરૂઆત કરી ત્યારે
    ખરેખર એકલા જ હતા.
    કેવુ સુંદર ગીત !
    ઓરીજીનલ બંગાળી ગીત, કિશોરકુમારના અને સોનુ નિગમના અવાજ
    ના સંભળાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *