ચૂંટણી – કૃષ્ણ દવે

gujarat-map.jpg

લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી.
બૂઢિ માની ખબર કાઢવા જાણે દિકરી આવી.

મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ!
જેના પર એ મુકે આંગળી બત્તી ધરતુ લાલ.

કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાથી
થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયોતો ક્યાંથી?

એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશું,
રાજ મળે તો ઠિક નહિતર ટેકા વેચી ખાશું.

તું કયે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રયો હું
પણ ધારો કે જીતી ગ્યો તો ત્યાં કરવાનું શું ?

અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં
પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ?

16 replies on “ચૂંટણી – કૃષ્ણ દવે”

  1. This must be publiched in every News papers during each ealections and all the voters must read it fully before casting their vote.

    Best regards, – Kumar Dave

  2. વાહ ખુબ જ સરસ
    નેતાઓને સિધુ દિલ મા ચોટે એવુ ધારદાર

  3. ભાઈ હરનીસ જાની ભાઈ આપ આ કાવ્યની નસ પકડી શક્યા એ આનન્દની વાત ગણાય

    કૃષ્ણ દવે.

  4. કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાથી
    થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયોતો ક્યાંથી?

    અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં
    પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ?

    ——- માત્ર ચૂંટણીએ દેખાય એ નેતા!!!

  5. એક વાત સ્પષ્ટ છે :તમે જીતો….કઇ રીતે જીત્યા ,તે
    બીજા નક્કી કરશે !

  6. samaye samaye desh ane matrubhumi ne yaad karavi dau chu, Navratri, Jay somnath , Sardar and now corruption and election
    Really tahuko is the live contact with apna desh and culture, here in dollariya desh.
    Great job

  7. હુ રાજકારણ વિશે વધારે તો જાણતો નથી પણ જેટલુ જાણુ છુ તેના પરથી એટલુ તો કહીજ શકુ કે આ ગીતમા દેશના ભ્રષ્ટાચારી નેતાઓ નો એક practical view એક જીવતો જાગતો ચિતાર રજૂ થયો છે. I like this poem very much…..

  8. સરસ છે.મારા જેવા કોમનમેન ને વધુ ગમે એ સ્વાભાવિક છે.

  9. કૃષ્ણ દવેજી ના કટાક્ષ કાવ્યો બહુ જ ચોટદાર હોય છે.
    મને એમનુ ‘આ પતંગિયાઓ ને કહી દો… ” પણ બહુ જ ગમ્યુ હતુ.

    કેતન શાહ, વડોદરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *