મારા ઝાઝા વંદન જલારામને – મોહન પટેલ

આને જલારામ બાપાની કૃપા જ કહેવાય, કે જલારામ જયંતીને દિવસે હું ટહુકાની 100મી પોસ્ટ પ્રસિધ્ધ કરું છું. આમ તો જલારામ બાપાના ભજન યાદ કરું, તો મને ‘જલારામ મહિમા’ કેસેટમાં જે ભજનો છે, ‘અમી ભરેલી નજરું રાખો વીરપુરવાળા બાપા રે’, ‘જ્યોત રે જગાવી અમે જલા તારા નામની’, ‘ધન્ય સોરઠની ધરણી રે આજ’, ‘જલારામ જલારામ જય જલિયાણ’ વગેરે તરત જ યાદ આવે, કારણ કે જ્યારે ભજન અને બાકીના ગીત વચ્ચેનો તફાવત સમજવા જેટલી સમજણ પણ ન’હોતી, ત્યારથી એ ભજનો સાંભળ્યા છે.

કોઇ પાસે જો એ ભજન mp3 માં હોય તો મને જરૂરથી મોકલશો. સાથે સાથે, શ્રી મોહન પટેલએ લખેલું આ જલારામ ભજન સાંભળીયે.

.

વીરપુર ગામે, જલિયાણ નામે, સંત વસે ત્યાં એક
પ્રાણ જાયે પણ વચન ન જાયે, એવી એની ટેક

મારા ઝાઝા વંદન જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને

જગના નક્શામાં મુક્યું વીરપુર ગામને
ભક્તજનો આવે એની રામ ઝુંપડીએ

ઘણી ખમ્મા ખમ્મા જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …

ભર્યો ભંડારો એણે ભુખ્યાને કાજે
સદાવ્રત ધારી એ તો સાધુ સંત માટે

પાયે લાગું જોગી જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …

સેવા ને સ્મરણ એના રુદિયે સમાયા
અલ્લા કેવાણા અમર લેખ લખાણા

‘મોહન’ હરદમ જપે જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …

12 replies on “મારા ઝાઝા વંદન જલારામને – મોહન પટેલ”

  1. આપશ્રીએ જે જલારામ બાપા ના ભજન માટે લખ્યું છે એની ઓડિયો કેસેટ મારી પાસે છે હું આપને એની કોપી કરીને આપીશ

  2. jai shree jalaram,

    AAJROJ MOHANBHAI NU BHAJAN SHAMBHDI ATANT AANAD THAYO
    JALARAM JAYANTI AAVE CHHE TYARE JALARAM BHAJAN /KIRATAN AAPTA RAHESO,

    AAP NI TIM NE SUBHECHHA SAH JAI SHREE JALARAM

    SHANTILAL THACKER
    GANDHIDHAM-KUTCH-

  3. મોહનભાઇ આપને સાભળી આન્નદ થયો.બાપાનુ સરસ ગીત…….ઠાકોરભાઇના સૌને વન્દન..

  4. ધન્યવવાદ જલારામ નુ ભજન ખુબજ ગમ્યુ
    ફરેી આવા ભજન મોકલવા વિનન્તિ

  5. Jay Jalaram

    One Man Show Of Entire World ,

    If You Belive then he is Everything ,

    Otherwise You are nothing

    Jay jalaram Bapa (Virpurwala)

  6. JAISHREE,

    “JALARAM VANDAN”BHAJAN SHAMBHDI NE RAVIVAR SUDHARI GAYO,

    TAMENR TATHA TAHUKA.COM TEAM NE
    MARA ZAZA VANDAN,

    SHANTILAL THACKER

  7. Mumabai ma Local train ma Hamesha Ek Bhajan Gavatu.’Virpur ma Janam Lai ne Ujjaval kidhu nam!Bapa Jai Jai Jai Jalaram! Very fine & fast rythem! If you can find it………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *