ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

તુષાર શુક્લ


તુષાર શુક્લ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમર સદા અવિનાશ ! - તુષાર શુકલ
આવ્યું ટહુકે ટહુકવાનું ટાણું ! - તુષાર શુક્લ
એક હુંફાળો માળો ! - તુષાર શુક્લ
એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ
ઓરડાની માલીપા બેસીને નીરખું - તુષાર શુક્લ
ચોમાસું ક્યાંક આસપાસ છે - તુષાર શુક્લ
છોકરાને સપનું આવ્યું'તું ગઇ રાતે - તુષાર શુક્લ
ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! - તુષાર શુક્લ
તારી હથેળીને દરિયો માનીને - તુષાર શુક્લ
તું પૂછે પ્રેમનું કારણ - તુષાર શુક્લ
મારો સાહ્યબો અષાઢીલો મેઘ... - તુષાર શુક્લ
મોસમનું ખાલી નામ છે - તુષાર શુક્લ
લ્યો, અમે તો આ ચાલ્યાં. - તુષાર શુક્લ.
સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ
Happy Birthday to કવિ શ્રી તુષાર શુક્લ



Happy Birthday to કવિ શ્રી તુષાર શુક્લ

ગયા વર્ષે આપણે ત્રણ મહિના મોડી કવિ તુષાર શુક્લની birthday ઉજવી હતી એ યાદ છે? આ વર્ષે એ ભુલ સુધારી લઇએ ચલો..!

તુષારભાઇને આજે - જુન ૨૯ ના દિવસે (સમયસરની) જન્મદિવસની ખૂબ ખૂબ… અમિત શુભેચ્છાઓ..! :)

આમ તો આપણે થોડા થોડા દિવસે એમની રચનાઓ વાંચતા - સાંભળતા જ હોય છે. તો આજે સાંભળીએ, તુષાર શુક્લ સાથે એક વાર્તાલાપ (સૂર-સંવાદ ના આરાધનાબેને લીધેલી એમની મુલાકાત)… સાથે સાથે એમના કેટલાક જાણીતા અને સૌના ગમતા ગીતો.. અને હા, બોનસમાં એમની એક તાજ્જી કવિતા.. એમના જ સ્વરમાં.

This text will be replaced

અને હા.. આ પહેલા ટહુકો પર મુકેલા એમના ગીતો સાંભળવાનો ફરી એકવાર મોકો આપી દઉં ને?

Continue reading Happy Birthday to કવિ શ્રી તુષાર શુક્લ

એક વર્ષ પહેલા : હું તો સપનાં ખેડું ! - બકુલેશ દેસાઇ

બે વર્ષ પહેલા : H घुंघटका पट खोल - कबीर साहेब

ત્રણ વર્ષ પહેલા : તમારું જ નામ - અઝીઝ ટંકારવી

છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે - તુષાર શુક્લ

Happy Valentines Day to Dear Friends and All Dear Ones… from Tahuko.com !

વેલેંટાઈન જેવો ગમતીલો દિવસ આવે એટલે જો કોઈ છોકરાનાં દિલમાં કોઈ છોકરી માટે કુછ કુછ હોતા હૈ જેવું થઈ ગયેલું હોય, તો એ છોકરીનાં સપના જરા વધારે જ આવવા માંડે. અને પ્રેમની બેકરારી વધતા કોઈ છોકરો કદાચ છોકરીને હિંમત કરીને પ્રપોઝ પણ કરી દે, પરંતુ જો એ છોકરી છોકરાને ‘ના’ પાડી દે તો…? તો બિચ્ચારા એ છોકરાના દિલની શું હાલત થાય ?!! એજ વાતને કવિ તુષાર શુક્લ આ ગીતમાં જરા હળવાશથી રજૂ કરે છે.

(છોકરાનું સપનું…)

સ્વર - સોનિક સુથાર
સંગીત - ગૌરાંગ વ્યાસ

This text will be replaced

છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે,
કેટલુંયે સમજાવ્યું છોકરીએ છોકરાને, છોકરો ન માને કોઈ વાતે.

ચોખ્ખી ચણાક સાવ સમજી શકાય એવી છોકરીએ પાડી’તી ‘ના’,
ગલ્લા ને ઘેર કદી રાણી ના જાય એમ છોકરાને સમજાવવું આ,
લો ગાર્ડન પાસેથી છૂટા પડ્યા’તા હજુ હમણા તો સાત સાડા સાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

મળવા છતાંયે જે ના બોલી શક્યો એણે સપનામાં કીધું મલકાતે,
ઓશિકા બદલે, ના સપના બદલાય મારી રાત હવે ગઈ ગયા ખાતે?,
‘ના’ પાડી તોયે આવી હાલત છે છોકરાની, ‘હા’ પાડી હોતે તો શું થાતે !
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

અણગમતું આવે કે મનગમતું આવે, એ સપનું છે સપનાની મરજી,
સપનું આ જેલ? આંખ કોઈથી ના ઉકલે, એ આંખો નથી રે કોઈ અરજી,
આંખોના સરનામે આવે સુગંધ, એને ઓળખવી પડતી રે જાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

એક વર્ષ પહેલા : માધવ ક્યાંય નથી મધુવનમાં ! –હરીન્દ્ર દવે , આજથી ફરી પાછો ગુંજશે ટહુકો ...

બે વર્ષ પહેલા : પ્રિયતમ... મારા પ્રિયતમ... - મુકુલ ચોક્સી

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ

ગઇકાલે આપણા વ્હાલા કવિ ‘તુષાર શુક્લ’નો જન્મદિવ (Sept 29th), તો આજે આ એમની કલમે લખાયેલો ગરબો સાંભળતા એમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપીએ ને ?

Happy Birthday તુષારભાઇ.. તમારા ગીતોએ કેટલાય ગુજરાતીઓને - ગુજરાતી ગીત સાંભળતા - ગણગણતા કર્યા છે.. એના માટે અમારા બધા તરફથી ખૂબ ખૂબ આભાર.. અને શુભેચ્છાઓ..! :)

[ Correction : તુષારભાઇનો જન્મદિવસ ૨૯ જુન છે - એટલે હું એક દિવસ નહીં, ૩ મહિના અને એક દિવસ મોડી પડી. :) ]

સ્વર : પિયુષ દવે
સંગીત : ડો. ભરત પટેલ

This text will be replaced

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં

માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય

માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…

તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ

પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…

એક વર્ષ પહેલા : શબ્દો છે મારાં શ્વાસ - વિવેક મનહર ટેલર

બે વર્ષ પહેલા : ગઝલ - ચિનુ મોદી, હું ક્યાંથી પાણી ભરું.... અને... રૂમાલ મારો રંગદાર છે........

તું પૂછે પ્રેમનું કારણ - તુષાર શુક્લ

 

તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.

પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા રહીએ
ભૂલી સઘળા વ્હેમ.

હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના ઋણાનુબંધ?

ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

- તુષાર શુક્લ

એક વર્ષ પહેલા : એકલા વાગ્યા નથી પથ્થર મને - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

બે વર્ષ પહેલા : કોણ માનશે ?, ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !

ચોમાસું ક્યાંક આસપાસ છે - તુષાર શુક્લ

આજનું આ મારું તો અતિપ્રિય ગીત ખરું જ - અને આ ગીત વિષે થોડી વાત વિવેક ટેલરના શબ્દોમાં …

‘હસ્તાક્ષર’ના છ ભાગમાંથી કયું ગીત મને સૌથી વધુ સ્પર્શી ગયું છે એમ કોઈ પૂછે તો નિમિષમાત્રનો વિલંબ કર્યા વિના હું આ ગીત પર આંગળી મૂકું. કવિતાની દૃષ્ટિએ ઉત્તમ ગીત, સ્વરબદ્ધતાની નજરે શ્રેષ્ઠ અને ગાયકી જુઓ તો એ પણ બેમિસાલ… હસ્તાક્ષરની MP3 ગાડીમાં વાગતી હોય ત્યારે આ ગીત જેટલીવાર રસ્તામાં આવે, છ-સાતવાર એકધારું સાંભળું નહીં ત્યાં સુધી ચેન પડતું નથી….

(આભાર : ઊર્મિસાગર.કોમ)

સ્વર : આરતી મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી

This text will be replaced

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

એક વર્ષ પહેલા : પાનખરોમાં પાન ખરે - મુકેશ જોશી