સ્વર: કૌશલ ચોકસી
સ્વરાંકનઃ કૌશલ ચોકસી
યુ ટ્યુબ વિડીયો
એ સમય કદી ના મમ્મી ભૂલાતો,
મને યાદ આવતી, તારી ગમતી વાતો
છું તું મારામાં, છું હું તારામાં,
સંગાથે વહેશું જીવનધારામાં
જાઉં વારી વારી, તું દુનિયા મારી
તું સૌથી સારી, ઓ મમ્મી મારી.
મને ઊંઘ ના આવે, તું જાગતી રહેતી,
હું જમું નહિ તો, તું ભૂખી રહેતી.
હું રડી પડું તો, તારી આંખો છલકે,
હું હસી પડું તો મારું મુખડું મલકે.
– તુષાર શુક્લ
થોડા શબ્દોમા ઘણુ કહી જાય છે. અશ્રુ આવતા આવતા અટકી ગયા.
ખૂબ ગમ્યું. છેલ્લી પંક્તિ આમ ન હોય?
હું હસી પડું તો તારું મુખડું મલકે.
હું કદાચ ખોટો પણ હોઉં.
મને પણ કાંઇક આવુ જ લાગે છે.
દિલ સ્પર્શી .
Emotional and touching. Thanks.