Category Archives: રાજેન્દ્ર શુક્લ

રાજેન્દ્ર શુક્લ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

હું મળીશ જ - રાજેન્દ્ર શુક્લ
'ક્ષેમુ દિવેટીઆ' સ્પેશિયલ 2 : સભર સુરાહી લલિત લચક.. - રાજેન્દ્ર શુક્લ
અવાજ જુદો - રાજેન્દ્ર શુક્લ
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી - રાજેન્દ્ર શુક્લ
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં - રાજેન્દ્ર શુક્લ
ઊંટ ભરીને આવ્યું રે - રાજેન્દ્ર શુકલ
એક ચોમાસે - રાજેન્દ્ર શુક્લ
કલરવ - રાજેન્દ્ર શુક્લ
કીડી સમી ક્ષણો…. - રાજેન્દ્ર શુકલ
ગેબ નગારાં નોબત વાગે - રાજેન્દ્ર શુક્લ
તું આવીને અડ! - રાજેન્દ્ર શુક્લ
તેં કહ્યું - રાજેન્દ્ર શુક્લ
નમતું દીઠું નેણતરાજૂ - રાજેન્દ્ર શુક્લ
પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે - રાજેન્દ્ર શુક્લ
પિંડને પાંખ દઈ દીધી અને - રાજેન્દ્ર શુક્લ
પોત અલગ છે! - રાજેન્દ્ર શુક્લ
બિસમિલ્લાહ ! - રાજેન્દ્ર શુક્લ
મનોજ પર્વ ૦૭ : તળેટી સુધી ચાલ ગઝલ - રાજેન્દ્ર શુક્લ
મુક્તકો
મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં .. - રાજેન્દ્ર શુક્લ
લો કરું કોશિશ ને ફાવે તો કહું - રાજેન્દ્ર શુક્લ
શબ્દ-અવતાર - રાજેન્દ્ર શુકલ
શેષ ઝળહળ મશાલ - રાજેન્દ્ર શુક્લ
સુરાલયની પ્યાસ - રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ
હે જી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોકમાં - રાજેન્દ્ર શુક્લગેબ નગારાં નોબત વાગે – રાજેન્દ્ર શુક્લ

ગેબ નગારાં નોબત વાગે,
આગે આગે ગોરખ જાગે!

એક જ પળ આ જાય ઉખળતી,
ગૂંચ ગઠી જે ધાગે ધાગે!

ગિલ્લી ગઈ ગડબડ સોંસરવી,
અબ કયું ગબડે ઠાગે ઠાગે!

જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!

અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!

– રાજેન્દ્ર શુક્લ

તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ

...કોઈ કહે કેસરની ક્યારી....Photo: Dr. Chirag Patel

…કોઈ કહે કેસરની ક્યારી….Photo: Dr. Chirag Patel

અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ…

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયેં
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયેં,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ…

અમે આવડ્યું એવું ઊભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ…

– રાજેન્દ્ર શુક્લ

 

શબ્દ-અવતાર – રાજેન્દ્ર શુકલ

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો।

“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો।

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો।

મુક્ત સ્વેચ્છાએ જ બન્ધાયો સ્વમાં ,
સ્થિર મટીને કેવો સંસારી થયો?

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો!

– રાજેન્દ્ર શુકલ
27 January 1978
ગઝલ સંહિતા પ્રથમ મંડળ

બિસમિલ્લાહ ! – રાજેન્દ્ર શુક્લ

ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ

આવ્યો અજાયબ મોડ...        Hiking from Stinson Beach to East Peak, Mt. Tamalpais, CA

આવ્યો અજાયબ મોડ… Hiking from Stinson Beach to East Peak, Mt. Tamalpais, CA

અરે ! આવ્યો અજાયબ મોડ, બિસમિલ્લાહ !
હડી કાઢી હરખ ને દોડ, બિસમિલ્લાહ !

તરીકતનું તણખલું તોડ, બિસમિલ્લાહ !
હકીકતનું હલેસું છોડ, બિસમિલ્લાહ !

નરી આંખે હવે જોવું, નર્યું હોવું,
અરીસા આયના સબ ફોડ, બિસમિલ્લાહ !

તમે પણ તે જ છો તેની ખબર ઊગો,
હવે તો બસ અહંગ્રહ જોડ, બિસમિલ્લાહ !

કદમ એક જ અને આવાસ કાયમનો,
કરી સૌ શૂન્ય શૂન્યે ખોડ, બિસમિલ્લાહ !

– રાજેન્દ્ર શુક્લ

અવાજ જુદો – રાજેન્દ્ર શુક્લ

ગુજરાતી ગઝલક્ષેત્રે જેમનો ‘જુદો અવાજ’ છે – એવા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો આજે જન્મદિવસ. તો આપણા સૌના તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ – અઢળક – હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે Happy Birthday…!! :)

સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં…!!

ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ

—————————-

Posted on March 15, 2011

ગઇકાલે શ્રી અતુલ દેસાઇના અવાજમાં  વિરાટનો હિંડોળો રચના સાંભળી, તો સાથે એમણે ગાયેલી, અને ટહુકો પર આ પહેલા મુકેલી બીજી બે રચનાઓ પણ સાથે સાથે માણી લીધી..!

પોત અલગ છે! – રાજેન્દ્ર શુક્લ
રાજા તારા ડુંગરિયા પર – મીરાંબાઈ

અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની એ ગઝલ સાંભળતા સાંભળતા જ એમની આ બીજી ગઝલ યાદ આવી ગઇ..! આ ગઝલના બે-ત્રણ શેર – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસેથી ઘણી વાર સાંભળ્યા છે..! આ ગઝલ સ્વરબધ્ધ થઇ છે કે નહીં એ તો યાદ નથી – પણ સ્વરાંકન હશે કે થશે – તો ત્યારે ટહુકો પર ફરી એકવાર માણી લઇશું..! અને કવિના – જુદા અવાજમાં – આ ગઝલનું પઠન મળે તો યે અહીં લઇ આવીશ..! પણ ત્યાં સુધી.. મમળાવો આ મઝાની ગઝલ..!

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.

ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ