Category Archives: કંઇક મારા તરફથી

Happy Birthday to www.tahuko.com ( Once Again..!! )

આજે વ્હાલા કવિ ‘બેફામ’નો જન્મદિવસ. અને સાથે સાથે ટહુકો.કોમ નો પણ. ( હા.. આ પેલો સ્કૂલમાં લખાવેલો ખોટો જન્મદિવસ એમ કહી શકાય. સાચો જન્મદિવસ તો 12 મી જુન )

આજથી એક વર્ષ પહેલા મોરપિચ્છ અને ટહુકો નામના બે બ્લોગમાંથી એને એક કરી – ટહુકો.કોમ રૂપે તમારી સમક્ષ રજુ કર્યા હતા. એક વર્ષમાં ટહુકો ઘણો આગળ પહોંચ્યો, ઘણા ગુજરાતીઓ અને કલાકારો સુધી પહોંચ્યો..! દરેક પગલાના સાક્ષી એવા – ટહુકોના વાચકો – શ્રોતાઓને – મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. ગુજરાતને અને ગુજરાતી સંગીતને આમ લોકોના હ્દયમાં ધબકતું રાખવાના મારા નમ્ર પ્રયાસને આપે જે ઉમળકાથી વધાવ્યો છે, એ માટે હું હંમેશા આપ સૌની ઋણી રહીશ.

અને આ એક વર્ષની સમાપ્તિની ઉજવણી રૂપે, આજથી ટહુકો.કોમ નો એક નવો વિભાગ શરુ કરું છું, હિન્દી ગીતોનો. www.tahuko.com/hindi

અહીં હું ટહુકો જેટલી નિયમિતતા નહીં જાળવી શકું, અને સાથે ગીતો વિષેની વધુ માહિતી અને એના શબ્દો પણ આપી નહીં શકું, આ વિભાગનો હેતુ ફક્ત મને ગમતા થોડા હિન્દી ગીતો તમારા સુધી પહોંચાડવાનો જ છે.

અને હા.. એક અઠવાડિયા સુધી આ ટહુકો પર થોડા Special ગુજરાતી ગીતો ગુંજશે. મને ગમી ગયેલા, મનમાં વસી ગયેલા.. થોડા ખાસ ગુજરાતી ગીતો… 🙂

ટહુકાનું ટેંહુક… ટેંહુક…


(અગ્રગણ્ય ગુજરાતી દૈનિક “સંદેશ” (૨૯-૦૮-૨૦૦૭)ની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં ઝળકેલા ગુજરાતી બ્લૉગર્સ)

ટહુકો.કોમ…
ગુજરાતી ભાષા પ્રત્યેના અનર્ગળ પ્રેમના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષમાં અંગત બ્લૉગ્સનો જે રાફડો ફાટી નીકળ્યો એમાં ખૂબ જ ઝડપથી મોખરાનું સ્થાન અંકે કરી બેઠેલ આ વેબ-સાઈટ… શબ્દ અને સંગીતના સમન્વયથી આ મોરલાએ જે કામણ વિશ્વભરના ગુજરાતીઓ પર કીધા છે એ પેઢી દર પેઢી યાદ રખાશે. નોખો ચીલો ચાતરીને આજે કદાચ નં. ૧ નું સ્થાન ધરાવતી આ વેબ-સાઈટ ૫૫૦થી વધુ સાહિત્યકૃતિઓ ધરાવે છે અને એક નવી કાવ્ય-કૃતિ કે કાવ્ય-સંગીત લઈને રોજ સવારે કુકડાની બાંગની નિયમિતતાથી સૌને અચૂક જગાડે છે.

આજે ગુજરાતના મોખરાના દૈનિક “સંદેશ”માં ઓન-લાઈન ગુજરાતી ભાષાના બ્લૉગ્સની સુંદર નોંધ લેવાઈ છે અને ટહુકો.કોમ વિશે ગળચટ્ટી વાતો પણ થઈ છે. સંદેશમાં પ્રકાશિત આ લેખ આપ અહીં પણ વાંચી શકો છો. ટહુકો.કોમ અને આ લેખમાં સમાવિષ્ટ અને અસમાવિષ્ટ તમામ બ્લૉગર્સને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

જયશ્રી ભક્ત…
મોરપિંચ્છથી વીંટળાયેલા જે દેહમાંથી આ ટહુકો દિનબદિન ગ્હેંકતો-મ્હેંકતો રહે છે એ આજકાલ માદરે-વતન ભારતમાં છે… સ્વદેશાગમન પર રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ સમાચારથી વધુ ગળી બીજી કઈ મીઠાઈ હોઈ શકે? ખરું ને, જયશ્રી?! ટહુકો.કોમને વધાઈ આપવા માટે આ ખાસ ટૂંક-નોંધ લખવાની મને પરવાનગી આપી એ બદલ તારો આભાર… વધાઈ, જયશ્રી ! વધાઈ, ટહુકો.કોમ ! વધાઈ, સમસ્ત ગુજરાતી નેટ-જગત !

-વિવેક ટેલર
www.vmtailor.com

લખવો છે એક પ્રેમપત્ર ….

roseletter

ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની …

ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…

વળી,પહેરાવું કવિતાના વાઘા
મારા એ શમણાંને,
કે જોઈ મને પ્રિતમ સંગ
સૂર્ય સવારનો રોજ મલકે…

પણ લખું તો યે શું લખું ?
ક્યાં છે લાગણીની એ ઉત્કટતા સમજનાર ?
ક્યાં છે શબ્દોની એ સુંદરતા મૂલવનાર ?

અને તો યે
લખવો છે મારે
લાગણીભીનો
એક પ્રેમપત્ર…!! 

———————–

સહિયારું સર્જન પર અઠવાડિયે ઊર્મિ નવા વિષય આપે, ત્યારે કાયમ એક જ પ્રશ્ન થાય, શું લખું ?  –  તો આ વખતે તો એ મોટાબેને વિષય જ એ આપી દીધો… 

I am registered. Are you ?

This is not just a title of this Video.  I am actually registered as a Bone Marrow Donor. Thats why I am telling you again and again, Please register yourself as Bone Marrow Donor, and if you are already registered, tell you friends and family to do the same. If you are outside USA / Canada – let your friends in USA/Canada know about this.  Its by One by One registration, we can increase the chances of South Asians to find a marrow match, from 1 in 20,000 to 1 in 200.   

આ ફક્ત આ વિડિયોનું શિર્ષક નથી. મેં ખરેખર રજિસ્ટર કરાવ્યું છે. એટલે જ તમને વારે-વારે કહું છું, ના કરાવ્યું હોય તો કરાવી દો, અને તમારું નામ રજિસ્ટર થઇ ગયું હોય તો બીજા મિત્રોને કહો એ કરવા માટે. એક-એક કરીને જ આજે જે શક્તયા 20000 માંથી એક છે, તે 200માંથી એક પર પહોંચી શકશે.

check  here for upcoming drives in your area:
www.helpvinay.org

Be the one…!!  Help Save a Life.. !!

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે….

વ્હાલા ગુજરાતી મિત્રો,

આજે ટહુકોની સાચ્ચી બર્થ ડે. 😀 (સ્કૂલમાં લખાવેલી 25 નવેમ્બર, 2006)

આમ તો હંમેશા મને તમારો સાથ, સૂચનો, શુભેચ્છાઓ અને વ્હાલ મળ્યા જ છે, પણ આજે પહેલી વર્ષગાંઠ નિમિત્તે હું બધાનો હ્ર્દયપૂર્વક આભાર માનવાની તક ઝડપી લઉં છું.
ભગવતીકુમાર શર્મા, મુકુલ ચોક્સી, રઇશ મનીઆર, મેહુલ સુરતી, અમન લેખડિયા, વિવેક ટેલર.. શબ્દ, સ્વર અને સંગીત જગતના આ સિતારાઓ તરફથી એક ખાસ શુભેચ્છા સંદેશ મળ્યો છે, એના માટે એમનો આભાર માનવા માટે મારી પાસે પૂરતા શબ્દો પણ નથી.
A video used to be embedded here but the service that it was hosted on has shut down.

અને સાથે હું આભારી છું એ દરેક કલાકારની જેમની રચનાઓને લીધે જ ટહુકોનું અસ્તિત્વ ટકી રહ્યું છે.

સાથે જ આભાર આપનો, ટહુકોના દરેક મુલાકાતી મિત્રનો… તમારા સ્નેહની આંગળીના મળી હોય, તો આ એક વર્ષનું બાળક આજે જે પગલીઓ માંડી રહ્યું છે, એ શક્ય ન હોત.

વડીલોના આશિર્વાદ, અને મિત્રોના સ્નેહ શુભેચ્છાના ટહુકાઓ મને અવિરત મળતા રહ્યા છે, અને ભવિષ્યમાં પણ મળતા રહેશે… એ વિશ્વાસ સહ,

– જયશ્રી હીરાભાઇ ભક્ત.

આવું કેમ ?

292220568_4af1e845d3

લાગણી મારી,
જે અનુભવું છું એ દર્દ મારું.
આંખો મારી,
અને જેના તૂટવાનો કોઇ અફસોસ નથી
એ શમણું પણ મારું.
અને છતાંય
જો આજે મારે રડવું છે –
તો કેમ મને
ખોટ સાલે છે
તારા ખભાની ?

– જયશ્રી

એ શું ?

સહિયારું સર્જન પર ‘એ શું?’ શબ્દો સાથે કંઇક લખવાનું આમંત્રણ હતું, તો મારાથી આવું કંઇક લખાયું..

e shun
અચાનક
એક દિવસ
મારુ શમણું ખોવાયું,
મેં એને ઘણું શોધ્યું,
ઘણું ય શોધ્યું…
સોનેરી સવારે
અને ઢળતી સાંજે,
ખીલતા ઉપવને
અને ઘુઘવતા દરિયે,
બસ, શોધતી રહી…
ત્યાં સુઘી કે
હું ખુદ ભુલી ગઇ-
હું શું શોધું છું?…
અને વર્ષો પછી-
તમે અચાનક,
સામે આવ્યા,
ને એક હુંફાળા સ્મિત સાથે
હથેળીમાં કંઇ મુક્યું,
‘આ લે.. તારું શમણું!’
ને મારાથી
અનાયાસ
પુછાઇ ગયું
‘એ શું?’!!!!

એક છોકરી…

પોતાની ઊર્મિના સાગર મહીં,
એક છોકરી…
ચાતક નજરે
પ્રતિક્ષા કરે,
ને છીપ સમું તરસે-
સ્વાતિનું બુંદ એક,
ક્યારે વરસે ?
( કબીરજીના એક દુહાના થોડા શબ્દો પરથી લખ્યું છે )
———————–
પહાડોનાં મહિયરનું
સદાય ઉછળતું
ખળખળ વહેતું
એક મીઠું નટખટ ઝરણું…
નદી બનીને તલસે હવે એ,
ખારા સાગરમાં ઓગળવા ખુદને …
પણ-
મનની મુંઝવણ એની
પુછે હવે એ કોને જઇને?
હોય જો ભરતી સાગરમાં,
તો સાગર એને
પાછુ તો ન ઠેલે?!!
– જયશ્રી

Ek chhokari – Jayshree Bhakta

હું જ છું મારી શિલ્પી

આજથી લગભગ 6 વર્ષ પહેલા ગાંધીનગર – અક્ષરધામની મુલાકાત વખતે આ અધુરું શિલ્પ જોયું હતું. પપ્પા સાથે હતા, અને એમણે ત્યારે જરા સમજાવેલું પણ ખરું. પણ હું તો એને તરત ભૂલી ગઇ’તી. 2 વર્ષ પછી પહેલી વાર જ્યારે ઓફિસના કામથી 1 અઠવાડિયા માટે બહાર જવાનું હતું, ત્યારે મનમાં થોડો ખચકાટ અને ડર હતો. ત્યારે પપ્પા સાથે વાત કરતા એમણે મને આ શિલ્પ અને એની સાથે લખેલ વાક્ય યાદ કરાવ્યું. ” તમે જ તમારા શિલ્પી છો. ” અને પછી તો ઘણી વાર એ વાત યાદ કરીને self motivation અનુભવું છું.

——

હું જ છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ.

લાગણીના ઉપવને ખીલતાં અને ખરતાં પુષ્પો,
અસ્તિત્વની સુવાસ મારી આપબળે મહેકાવીશ.

અતીતના પડછાયા તો જાણે ક્યાંય ઓગળી ગયા,
સ્મૃતિઓને અસ્તિત્વના અંગ રૂપે સ્વીકારીશ.

સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.

જીવનમાર્ગની એકલતા મને વિચલીત તો ક્યાંથી કરે ?
સાથ મળે જે મિત્રોનો, હું પ્રેમપૂર્વક વધાવીશ.

– જયશ્રી

——–

મને ખબર છે, ઉપર જે લખ્યું છે, એમાં છંદનું તો નામો-નિશાન નથી.. અને જાતે જ લખ્યું છે, એટલે જોડણીની ભૂલ પણ હોવાની. જ. વડીલો અને મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ભૂલ હોય ત્યાં માર્ગદર્શન આપશો.

આવ તું ..

થીજેલા ચહેરા પર
હુંફની ભીનાશ બનું
સ્મિત બની આવ તું

કોરા આ વાંસમાંથી
વાંસળીનો સાદ બનું
ગીત બની આવ તું

વસંતમાં ને પાનખરે
મહેકવું બારેમાસ મારે
ઝમઝમતું ઝરણું લઇ
પ્રીત બની આવ તું

– જયશ્રી