ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની …
ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…
વળી,પહેરાવું કવિતાના વાઘા
મારા એ શમણાંને,
કે જોઈ મને પ્રિતમ સંગ
સૂર્ય સવારનો રોજ મલકે…
પણ લખું તો યે શું લખું ?
ક્યાં છે લાગણીની એ ઉત્કટતા સમજનાર ?
ક્યાં છે શબ્દોની એ સુંદરતા મૂલવનાર ?
અને તો યે
લખવો છે મારે
લાગણીભીનો
એક પ્રેમપત્ર…!!
———————–
સહિયારું સર્જન પર અઠવાડિયે ઊર્મિ નવા વિષય આપે, ત્યારે કાયમ એક જ પ્રશ્ન થાય, શું લખું ? – તો આ વખતે તો એ મોટાબેને વિષય જ એ આપી દીધો…
ખરેખર આવો પ્રેમપત્ર તો માત્ર કનૈયા એ રધા માટે લ્ખ્યો હશે
સ્નેહ નિ સરવાણિ થિ થાય હાથ ભિનો ને ….ને પરબિડિયા મા છલકે સુગ્ંધ નો દરિયો તો સાજન જાણજે કે નક્કિ મરો પત્ર મળ્યો……
ખરેખર તમારુ લખાણ ખુબજ સરસ છે
ખુબજ સરસ રિતે પ્રેમપત્ર્ નુ આલેખન કયુ ;;;
hey jayshree,
this is awesome..
“પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…”
when i read this line..kinda current pass thru me..just amazing expression..
pagal prit ma aeva banya
dil tamne dai betha
6ta tame kadar na jani
ne bija koi na thay betha
ame man ne ,manavi lidhu
ke dost bani ne rahishu
pan dost banvanu to dur rahyu
dusman bani betha
ishvar tamne maf kare tame aa shu kari betha
ame tamne jiv manyo ne tame amaro jiv lai betha
ગુલાબની પાંખડીઓ પર, લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે, ને અસ્તિત્વ મહેંકે…
તમારો આ ટહુકો તમારા અસ્તિત્વને તો મહેકાવે જ છે!! અને હવે સ-આકાર (સાકાર – સમક્ષ) પણ થાય તેવી શુભ ભાવના.
સુંદર અછાંદસ રચના!
ગુલાબની પાંખડીઓ પર રોજ મલકે……છે ‘ટહુકો’!
ગુલાબનું પરબિડીયું ખુલે, ને મહેંકે……છે ‘ટહુકો’!
ખુબ જ સરસ પ્રેમપત્ર….
આ કવિતામાં ઉત્કટ લાગણી ભારોભાર બતાવવામાં આવી છે..અને ક્દાચ એને સમજનાર આ વિશ્વમાં કોઈક ખૂણામાં વાંચી રહ્યો હશે..એ વિચાર સત્ય બની દુનિયાની બધી જ ખુશીઓ પ્રત્યક્ષ, ચોમાસાંના વરસાદની જેમ વરસાવી –કાવ્યના પ્રશ્નનો હકારાત્મક જવાબ લાવી .. પ્રેમ-પત્રને અમર બનાવી દે.
ek kagal hoy ne kalam
kaho ne kyan chho balam
thari dhidheli aag chhupavi ne
kyan zakal chhupavi sanam
shabdone pankho ugine
gitno thayo janam
vrindavan visari na jata
kadam ras ne janeman
lakhavu to ye nathi lakhatu
gaganbhari chhahyanu valam
tamaru sarjan joi ne lakhavanu thayu man
અગર મીણબત્તી સદાય સળગતી હશે તો એમાં ફના થનાર પતંગિયું આવવાનું જ! એમ આ લાગણીભીના પ્રેમપત્ર લખવાની તીવ્ર ઈચ્છા જો જીવતી રહેશે તો એ લાગણીઓની ઉત્કટતા સમજનાર, એ શબ્દોની સુંદરતા સમજનાર “કોઈ” જરૂર આવશે જ! એ તીવ્ર ઇચ્છા જ એને પાસે ખેંચી લાવશે, સાચા હ્રદયથી કરેલી તીવ્ર ઈચ્છામાં સફળતા હોય છે જ. આ ઈચ્છાના બીજથી જ વટવૃક્ષ બનતું હોય છે.
અરે આટલો સરસ પ્રેમપત્ર ( પ્રેમકાવ્ય ) લખ્યુ છે,
….તો હવે જલ્દી કોઈ એવુ જ લાગણી ભીનું શોધી નાખ…..
ખરેખર સરસ કાવ્ય છે
પત્ર તો ખબર નહીં
કાવ્ય લાગણી ભીનું જરૂર છે
શું લખું, કોને લખું, શું કર્યા કરે છે બેના… આટલો મસ્ત મજાનો પ્રેમપત્ર તો લખી નાંખ્યો તેઁ…!! 😉
હવે આને કબાટમાં મૂકીને સાચવીને રાખજે, કોક’દિ તને બહુ કામ આવશે હોઁ…!!!! 😀