આજે વ્હાલા કવિ ‘બેફામ’નો જન્મદિવસ. અને સાથે સાથે ટહુકો.કોમ નો પણ. ( હા.. આ પેલો સ્કૂલમાં લખાવેલો ખોટો જન્મદિવસ એમ કહી શકાય. સાચો જન્મદિવસ તો 12 મી જુન )
આજથી એક વર્ષ પહેલા મોરપિચ્છ અને ટહુકો નામના બે બ્લોગમાંથી એને એક કરી – ટહુકો.કોમ રૂપે તમારી સમક્ષ રજુ કર્યા હતા. એક વર્ષમાં ટહુકો ઘણો આગળ પહોંચ્યો, ઘણા ગુજરાતીઓ અને કલાકારો સુધી પહોંચ્યો..! દરેક પગલાના સાક્ષી એવા – ટહુકોના વાચકો – શ્રોતાઓને – મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. ગુજરાતને અને ગુજરાતી સંગીતને આમ લોકોના હ્દયમાં ધબકતું રાખવાના મારા નમ્ર પ્રયાસને આપે જે ઉમળકાથી વધાવ્યો છે, એ માટે હું હંમેશા આપ સૌની ઋણી રહીશ.
અને આ એક વર્ષની સમાપ્તિની ઉજવણી રૂપે, આજથી ટહુકો.કોમ નો એક નવો વિભાગ શરુ કરું છું, હિન્દી ગીતોનો. www.tahuko.com/hindi
અહીં હું ટહુકો જેટલી નિયમિતતા નહીં જાળવી શકું, અને સાથે ગીતો વિષેની વધુ માહિતી અને એના શબ્દો પણ આપી નહીં શકું, આ વિભાગનો હેતુ ફક્ત મને ગમતા થોડા હિન્દી ગીતો તમારા સુધી પહોંચાડવાનો જ છે.
અને હા.. એક અઠવાડિયા સુધી આ ટહુકો પર થોડા Special ગુજરાતી ગીતો ગુંજશે. મને ગમી ગયેલા, મનમાં વસી ગયેલા.. થોડા ખાસ ગુજરાતી ગીતો… 🙂
Happy birthday to Tahuko!
“ટહુકો” ગરવી ગુજરાતનું મોરપિચ્છ બને એવી અભિલાષા.
સરહદ કે સીમાડા વગર તારો ટહુકો ચારે દિશામાં હમેંશા ગુંજતો રહે ટહુકો ના જન્મદિને લાખ લાખ અભિનંદન
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…… !!
તારો ટહુકો પડઘાતો જ રહે સદાયે………..!!
જેના ધબકારમાં ઊર્મિ હોય,
જેના શ્વાસમાં વિવેક હોય,
જેને સ્નેહનું સાનિધ્ય હોય,
જેને જય ના આશિષ હોય,
જેને સમજુ વાચકો નો સાથ હોય
એવો ટહુકો સંસારમાં સહુને સંભળાય
દૂધો નહાઓ પૂતો ફલો…
બેન જયશ્રી
ટહુકાના જ્ન્મદિને લાખ લાખ અભિનદન !!!!!
ટહુકો સદાય ટહુકતો જ રહે————-
Happy Birthday Tahooko.
હાર્દીક અભીનંદન …
હા બેના, ટહુકાનો સાચો જન્મદિવસ તો મને બરાબર યાદ છે હોં… (કારણકે મારી ‘ઊર્મિ’ તારા ‘ટહુકા’થી બે દિવસ મોટી છે ને… એટલે! 😀 )
વાહ, હવે તો ટહુકાની ભાષાઓ પણ વધતી જાય છે… અભિનંદન!
East or West, Tahuko is the Best! 🙂
Happy Birth Day to tahuko and congratulations to you jayshree for keeping it up for Such a long time
this has become the best and the bigest online collection of Gujarati music.Great work!
Thanks !
Happy BirthDay to Tahuko. and really appreciate your work jayshree. my best whishes to your new work tahuko/hindi.
જયશ્રીબહેન,
“ટહુકા”ના જન્મદિને આપને ખૂબ ખૂબ શુભેચ્છા. આપને અને ગુજરાતી સાહિત્ય-સંગીતના સૌ તારલાઓને મારા વંદન. “ટહુકો” ગરવી ગુજરાતનું મોરપિચ્છ બને એવી અભિલાષા.
આપની આ સાહિત્ય-સેવા ગુજરાતી સાહિત્ય બ્લોગના ઈતિહાસમાં આગવુ અને અનોખુ સ્થાન પામશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
બહેન જયશ્રી,
મારાં અંતરના હાર્દિક અભિનંદન.
સરહદ કે સીમાડા વગર તારો ટહુકો ચારે દિશામાં હમેંશા ગુંજતો રહે..ટહુકાના હિન્દી વિભાગ માટે પણ
મારી શુભકામનાઓ.
જય
ટહુકો ના જન્મદિને લાખ લાખ અભિનંદન
નવો વિભાગ અત્યંત રસપ્રદ રહેશે એવી શુભ મનોકામના
ટહુકો.કોમને જન્મદિનની મારી હાર્દિક શુભકામનાઓ.