એ શું ?

સહિયારું સર્જન પર ‘એ શું?’ શબ્દો સાથે કંઇક લખવાનું આમંત્રણ હતું, તો મારાથી આવું કંઇક લખાયું..

e shun
અચાનક
એક દિવસ
મારુ શમણું ખોવાયું,
મેં એને ઘણું શોધ્યું,
ઘણું ય શોધ્યું…
સોનેરી સવારે
અને ઢળતી સાંજે,
ખીલતા ઉપવને
અને ઘુઘવતા દરિયે,
બસ, શોધતી રહી…
ત્યાં સુઘી કે
હું ખુદ ભુલી ગઇ-
હું શું શોધું છું?…
અને વર્ષો પછી-
તમે અચાનક,
સામે આવ્યા,
ને એક હુંફાળા સ્મિત સાથે
હથેળીમાં કંઇ મુક્યું,
‘આ લે.. તારું શમણું!’
ને મારાથી
અનાયાસ
પુછાઇ ગયું
‘એ શું?’!!!!

15 replies on “એ શું ?”

  1. કેવુ તે નમણુ હતુ તમારુ એ શમણુ,
    આવી ચઢ્યુ તમારે શરણે, તમારુ એ પ્રેમાળ વ્હાલુ શમણુ.

  2. આપણા વિચારો ઘણા જ મળતા આવે છે. ફર્ક માત્ર એટલો જ છે કે તમે તમારા વિચારો ને શબ્દો મા રજુ કરિ શકો છઓ.

  3. મારિ પાસે તમને કહેવા માટે શબ્દો નથિ. સિવાય કે અદભુત…………………..!!!!!!!!

  4. સુંદર.અભિનન્દન

    આજ સવારે ખોવાયું એક સોનેરી મુજ સપનુ.
    જડયું હોય તો દઇ દેજો ,ના એ કોઇના ખપનું.

    અને બીજી લાઇન

    સપનાઓ માનજીવનમાં રંગ ભરે છે રાતા
    તકદીરે જો લખ્યું હોય તો પડે છે એક દિન સાચા.

  5. જે મહેનત કરે છે તેને મળે જ છે, જેમ કે તમારુ સ્વપ્નુ!
    પ્રયત્ન કરી જુઓ, છાન્દસ લખાશે જ. અછાંદસ પણ સુંદર રચના આપી.
    આભાર.

  6. જે મહેનત કરે છે તેને મળે જ છે, જેમ કે તમારુ સ્વપ્નુ!
    પ્રયત્ન કરી જુવો, છાન્દસ લખાશે જ. આછાંદસ પણ સુંદર રચના આપી.
    આભાર.

  7. જય અંકલ,
    સૌથી પહેલા તો, મને નથી લાગતું કે સ્વરબધ્ધ કરી શકાય એટલું સારું મારાથી લખાયું હોય.
    અને હા.. મારી સમજણ પ્રમાણે જે રચના છંદબધ્ધ નથી તે અછાંદસ.

  8. જયશ્રી, સાચે જ તેં બહુ જ સરસ રચના કરી. વાંચવાની ખુબ જ ઉત્સુકતા રહી છેક છેલ્લે સુધી…..
    સ્વરબદ્ધ કરી ગીત સ્વરૂપ આપી શકાય કે નહિ?
    બીજું, અછાંદસ એટલે શું? ઘણાં વર્ષો પહેલાં શીખ્યો હોઈશ પણ હવે યાદ નથી. જય.

  9. અરે વાહ! હવે તમારે એક સારા ઉપનામની શોધ ચાલુ કરી દેવી જોઇયે….! ખૂબ સરસ રચના.. keep it up.

  10. તમારું શમણું ખરેખર તમારી તરફદારી કરી ગયું
    તમે એને ભૂલી ગયાં કે એ ખુદ તમને મળી ગયું

    તમારા શક્તિશાળી શમણાંની જેમ રચના પણ શક્તિશાળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *