એક છોકરી…

પોતાની ઊર્મિના સાગર મહીં,
એક છોકરી…
ચાતક નજરે
પ્રતિક્ષા કરે,
ને છીપ સમું તરસે-
સ્વાતિનું બુંદ એક,
ક્યારે વરસે ?
( કબીરજીના એક દુહાના થોડા શબ્દો પરથી લખ્યું છે )
———————–
પહાડોનાં મહિયરનું
સદાય ઉછળતું
ખળખળ વહેતું
એક મીઠું નટખટ ઝરણું…
નદી બનીને તલસે હવે એ,
ખારા સાગરમાં ઓગળવા ખુદને …
પણ-
મનની મુંઝવણ એની
પુછે હવે એ કોને જઇને?
હોય જો ભરતી સાગરમાં,
તો સાગર એને
પાછુ તો ન ઠેલે?!!
– જયશ્રી

Ek chhokari – Jayshree Bhakta

20 replies on “એક છોકરી…”

  1. મેં ક્યાંક સાંભળેલું
    એક છોકરી તરસી થઇ ને સરોવર ઉભું થયુંતું
    એક છોકરી સરકી ગઈ ને વાવાઝોડું થયું તું

    આગળ બહુ યાદ નથી ઘણી ગોતી પણ મળતી નથી કોને લખ્યું છે પ્લીઝ મળે તો જણાવજો

  2. sait khub j gmi. Gujrati bhashane jivti rakhvano ane rsik-jnone kavyono rsasvad kravvano aa stuty pryas chhe.

  3. jayshree be’n,
    tamaari rachana khub sundar chhhe.Pan seriously jo aa que. hoy to mane pan jawab janavjo, tamne male tyare.

  4. Nice site.
    Typing in Gujarati is a problem.
    How nice it would be if you allow to upload Image file ? So that we can scan & send our creation written in Gujarati.

  5. I really liked this, this is very special. one of the most heart touching lyrics I have come across in last few days months may be..
    didnt know that u write so well!
    I am pleasingly surprised….!!
    Keep up the good work dear!

  6. બહેન જયશ્રીબેન,

    કહી દો ઝરણાને કે સાગરની ભરતીના મોજા હિલોળે હિન્ચ્કાવવા
    કાજે ઊદભવૅ છે. કદાચ એને પાછુ ઠેલે તો પણ કિનારો તો પ્રદાન કરે જ છે.દરેકને સમાવવાની સમતા ધરાવૅ છે એ મહાન સાગર.

  7. વાહ જયશ્રી બેન્..

    તમે તો બહુ જ મસ્ત રચના લખી છે અહીયા..

    સાગર નદી ને ક્યારેય પાછી ના ઠેલે..

    કદાચ સાગર પોતે જ ભરતી બનીને નદીને આવકારવા માટે બે કદમ આગળ અવતો હોય ,તોય કોને ખબર્…??

  8. હોય જો ભરતી સાગરમાં,
    તો સાગર એને
    પાછુ તો ન ઠેલે?!!
    સુરતના પુરમાઁ આમ જ થયુઁ. ભરતી વખતે બંધમાંથી પાણી છોડ્યુઁ અને તાપી સુરત પર ફેલાઇ ગઇ

  9. બહુ જ સરસ શબ્દો.

    એક મીઠું નટખટ ઝરણું…
    નદી બનીને તલસે હવે એ,

    વાહ! સુંદર રીતે રજુ થાય છે તડપ.

    સાગર કદી નદીને પાછી ન મોકલે
    પર્વતરાજાની વિદાય કંઇ એવી છે
    ભરતી હોય કે ઓટ,
    સરિતા તો સદાય સાગરે સમવાની

  10. બહુ જ સરસ !
    સરળ શબ્દો વડે લાગણીઓનુ સચોટ નિરુપણ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *