“લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.”…
જુન 12, 2006 ના દિવસે બ્લોગ્સ ની દુનિયામાં મે પ્રથમ પ્રવેશ કર્યો ગુજરાતી કાવ્ય અને ગુજરાતી સંગીત પ્રત્યેની મારી રુચી ને અનુલક્ષીને બન્ને વિષયો નાં બે અલગ અલગ બ્લોગ્સ રજુ કર્યા.અનાયાસે ત્યારે, ભગીરથ બ્રહ્મભટ્ટના આ શબ્દો પરથી મને, સંગીતનાં બ્લોગનું નામ ‘ટહુકો’ આપવાનું સૂઝ્યું. કાવ્ય નાં બ્લોગ ને ‘મોરપિચ્છ’નામ આપ્યું. એ ટહુકો તથા મોરપિચ્છ, બ્લોગમાંથી આજે ‘ટહુકો.કોમ’ – એક સ્વતંત્ર વેબસાઇટ તરીકેં સમ્મિલીત થયા.
કાકાસાહેબ કાલેલકર નાં શબ્દો માં વર્ણવુ, તો એક્લા ચાલુ કરેલી મુસાફરી, વડીલો, મિત્રો તથા વાચકોના સંગાથ થી આનંદદાયક પ્રવાસ બની અને હવે મારા માટે યાત્રા જેટલી ભાવપૂર્ણ બની છે. યાત્રાનાં આ મુકામે આ બધા આપ્તજનોને તેમના અમુલ્ય યોગદાન માટેનો, ફક્ત શબ્દોમાં આભાર માનવો, કદાચ ક્ષુલ્લક ગણાય.
સૌથી પહેલા તો દક્ષેશભાઇનો આભાર માનું, જેમણે પોતાનું domain name ‘ટહુકો.કોમ’ મને આપ્યું, એ પણ નવા-વર્ષની ભેટ રૂપે. ટહુકાની સફળતામાં સૌથી મોટો ફાળો એ ગીતકાર, સંગીતકાર અને ગાયકોનો, જેમની રચનાઓ અહીં ટહુકા પર છે. હું મારા પરીવારના સભ્યોની પણ ઋણી છુ, જેમણે મારામાં ગુજરાતી ગીત તથા કાવ્યની રૂચીનું સિંચન કર્યું. સાથે મિત્રો, વડીલો તથા મારા બ્લોગની મુલાકાત લેતા વાચકોને તો કેમના ભુલાય, તેમના સુચનો, પ્રસંશા તથા ટીકા-ટીપ્પણીથી જ, મને આગાળ વધવાની દીશા તથા ઉત્તેજન મળ્યુ. અનેં અંતે આભાર માનું મારી માતૃભાષાનો, જેણે હજારો માઈલ દુર પણ, મને મારા મૂળોથી બાંધીને રાખી છે.
જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં બધાં જ સર્જકોનાં નામ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઘણી એવી પણ રચનાઓ છે ખાસ કરીને સંગીતની, કે જેમાં મને બધા જ રચનાકારોનાં નામ ન મળી શક્યા હોય. આપ જો આ ખૂટતી કડીઓ જોડવામાં મદદરૂપ થઇ શકો તો આભારી રહીશ. સૌમિલ મુન્શી, સોલી કાપડિયા, મનહર ઉધાસ, ચેતન ગઢવી, અચલ મહેતા, મેહુલ સુરતી વગેરે કલાકારોએ એમના ગીતો અહીં મુકવાની વ્યક્તિગત પરવાનગી આપી, એ માટે એમની ઋણી છું. ઘણા ગીતો એવા છે, જેના માટે કલાકારોનો સંપર્ક કરવો મારાથી શક્ય બન્યો નથી. આવા સૌ કલાકારોની ક્ષમા સહ, હું વિનંતી કરું છું કે કોઇની પાસે આવા કોઇ કલાકારની સંપર્ક માહિતી હોય, તો મને જરૂરથી જણાવશો.
રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, ગુજરાતી કાવ્ય તથા સંગીત જગતનાં વિવિધ રંગો આ વેબસાઇટ ધ્વારા પ્રસ્તુત કરી રહી છું. ઉદ્દેશ ફક્ત ગુજરાતી સાહિત્ય તથા સંગીત ની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ટહુકો પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.
અત્રે એ ઉલ્લેખ જરુરી છે કે, ટહુકો.કોમ વેબસાઇટ આ સ્તર સુધી પહુંચી, એના માટે તે બધાં જ ગુજરાતી મિત્રોની આભારી છું, જેમણે નિસ્વાર્થભાવે પોતાનો સમય તથા જાણકારીનું યોગદાન આપ્યુ. વેબપ્રકશાનનાં વિષયની મારી પૂરતી જાણકારીના અભાવે, ઘણા પ્રયત્નો છતાંય, ટહુકો.કોમ પર કેટલીક ટેક્નીકલ ઉણપો રહી ગઇ છે, જેને હું દૂર કરવા પ્રયત્ન કરી રહી છું. પણ જો આપ આ વિષય માં જાણકારી ધરાવતા હો, તથા આ ઉણપોને દૂર કરવામાં, આપનો સહકાર આપી શકો, તો આપની આભારી રહીશ.
મને આશા છે કે આપ સહુને ટહુકા અને મોરપિચ્છનું આ નવું સ્વરૂપ ગમશે. આ વેબસાઇટને વધુ સુંદર અને સરળ બનાવતા આપના સુચનો આવકાર્ય છે.
ટહુકો.કોમ માં આપનું સ્વાગત છે.
– જયશ્રી
Contact : write2us@tahuko.com
Disclaimer :
The entries posted on tahuko.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator.
I am interested in audio/video/book by Kavi Shree Dula Bhaya Kag. Especially following creations.
(1) તારી શીતળ છાયલડીમાં સહુને સુવરાવી તું તપજે તારા સંતાપ એકલો…
(2) સો સો વાતું નો જાણનારો ગાંધીડો મારો..
Can you please advise how to get it? Thank you.
Regards,
Premal
https://tahuko.com/?p=10607 – સો સો વાતું નો જાણનારો ગાંધીડો મારો
અને આ બીજું : https://tahuko.com/?p=18231 – તારી શીતળ છાયલડીમાં સહુને સુવરાવી તું તપજે તારા સંતાપ એકલો…
આ website પાર ઘણા સારા ગીતો છે..
“બેસ્ટ અદભુત, મસ્ત”
એક ગીત શોધું છું
મને ગીત ના શબ્દો પણ ખાસ યાદ નથી,
જો આપ કોઈ મદદ કરી શકો તો
ગીત ના માત્ર બે જ શબ્દો યાદ છે
“ડુંગર હેઠે”
Can you please upload Bhajan “ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે …” ?
I heard bhajan sang by great singer Rekha Trivedi.
nana 1 varsh na balak mate no raksha bandhn mate no tahuko kho
visit from india visit usa a six month enjoy tehko here with your web site
from Housston-Florida -newyork auburn all places enjoy with all sugam sangeet !
excellent job by
ટહુકો.કોમ.
Aabahar all
રવિન્દ્ર નાથ ટાગોર ની એક સુંદર રચના …
હે મહેન્દ્ર …( મહા ઇન્દ્ર ),
મારા કંઠ ની મંદાર માલા મ્યાન થઇ ગઈ….
મારા મલીન લલાટ ની જ્યોતિર્મયી રેખા બુજી ગઈ….
મારું પુણ્ય બળ ક્ષીણ થયું …,
હે દેવ-દેવીઓ ,…
સ્વર્ગ માંથી આજે મારો વિદાય થવાનો દિવસ છે,…
આ દેવ-લોક માં , દેવ ની જેમ મેં સો લાખ વર્ષ વિતાવ્યા છે …
આજે અંતિમ વિયોગ ની ક્ષણે ,…
મને એવી આશા હતી કે,…
સ્વર્ગ ની આંખોમાં હું , જરાક આંસુ ની રેખા જોઇશ ,…
પણ , શક્તિહીન , ર્હદય હીન , સુખ સ્વર્ગ ભૂમિ ,…
ઉદાસીન ભાવે આજે મને એકીટશે, જોઈ રહી છે….,
લાખ લાખ વર્ષ થયા , પણ એની આંખો એ પલક મારી નથી…,
જ્યારે મારા જેવા , સેંકડો લોકો, નિરાધાર નક્ષત્ર ની જેમ પળવાર માં,…
ધારીત્રી નાં અનંત જન્મ – મૃત્યુ નાં પ્રવાહ માં સમાય જાય છે…
તે વખતે , પીપળાને પોતાનું એક જીર્ણ પાંદડું, ખરી જાય અને જેટલી વેદના થાય,..
તેટલી પણ વ્યથા , સ્વર્ગ ને થતી નથી…
જો, એટલી વેદના થાત, વિરહ ની છાયા રેખા દેખાત, તો સ્વર્ગ નો ચિરંજીવ પ્રકાશ,..
મૃત્યુ લોક ની જેમ , જ કોમલ શિશિર બાષ્પ થી મ્લ્યાન થઇ જાત,…
આખું નંદન વન નિશ્વાસ, નું માર્યું કંપી ઉઠાત,…
મંદાકિની પોતાના કિનારા પર , કરુણ ગાને ગુંજી ઉઠાત,…
દિવસ ના અવસાને, સંધ્યા નિર્જન પ્રદેશ ની પેલે પાર,…
દિગંત ભણી ઉદાસ ભાવે ચાલી જાત, અને નીસ્તભ, નિશીથ , મૌન મંત્ર થી,…
નક્ષત્રો ની સભામાં, પોતાનો વૈરાગ્ય સંદેશ સંભળાવી જાત,…
વચ્ચે, વચ્ચે, સ્વર્ગ પૂરી માં, નૃત્યપરી મેનકાનાં કનક-નપુરો નો તાલભંગ થઇ જાત,…
ઉર્વશીનાં સ્તનોને અડકી અડકી ને , રહી રહી ને , સુવર્ણ વિણા, ઉદાસીન ભાવે,…
દારુણ કરુણ મુર્છાનાનો, જ્હાન્કાર કરી ઉઠાત,…
અને દેવતાઓના, અશ્રુહિન નેત્રોમાં, વિના કારણ જળની રેખા દેખાત,…
પતિની પાસે એકજ આસાન પર બેઠેલી, શચી અકસ્માતે, ચકિત થઈને,…
જાણે પીપાસાનું પાણી શોધવા માંડત,…
વચ્ચે વચ્ચે, પૃથ્વી પર થી આવતા વાયુ પ્રવાહમાં, એનો સુદીર્ઘ નિશ્વાસ ,..
ઉચ્છવ-વસિત થઇ ઉઠાત…, અને નંદનવનની કુસુમ મંજરીઓ કરમાઈ ને,…
ખરી પડત,…
હે, સ્વર્ગ,….તારું મુખ ભલે હસતું રહે…અમૃતપાન કર્યા કરે,..
હે , દેવગણો,…સ્વર્ગમાં તમારા લોકોનું જ સ્થાન છે,.. અમે તો પરાઈ ભૂમિના વસનાર છીએ,…
અમારું મૃત્યાલોક એ કાઈ સ્વર્ગ નથી, …એતો માતૃભુમી છે,…
એટલે જો કોઈ , એને બે ઘડી માટે પણ, છોડીને ચાલી જાય , તો પણ,…
એની આંખોમાંથી, આંસુની ધારા વેહવા માંડે છે,…
ગમે તેટલો, શુદ્ર, ક્ષીણ , અભાગી એ કેમ ન હોઈ,…
ગમે તેટલો પાપ-ગ્રસ્ત અને અનુપ્ત કેમ ન હોઈ,..તો પણ,..
એ પોતાના વ્યગ્ર આલિંગનપાસમાં, જકડીને, એ સર્વ ને બાંધવાને તલસે છે…,
ધૂળવાળા અના શરીરના સ્પર્શ થી , માતાનું ર્હદય જાને હમણા, ઉછળી પડશે…,
એમ લાગે છે,…
સ્વર્ગમાં તમારી પાસે ખુબ અમૃત છે, પરંતુ, પૃથવી પર અનંત સુખ-દુખ મિશ્રિત પ્રેમધારા,…
અશ્રુ જળ થી ભૂતલ નાં , સ્વર્ગ ખંડો ને, ભીંજવી રહી છે,…
હે , અપ્સરે,…તમારું નયન તેજ, પ્રેમ વેદનાથી કડી મ્લ્યાન ન થાવ,…
હું આજે વિદાય લઉં છું…તમે મારા માટે કોઈને પ્રાર્થના ન કરો..,
પૃથ્વી ઉપર , નદીને કિનારે, કોઈ ગામમાં , અત્યંત દરિદ્ર ઘર આંગણે,…
પીપલનાં વૃક્ષ હેઠળ , જો મારી પ્રેયસી અવતરસે, તો પણ એ બાલિકા,…
યત્ન પૂર્વક પોતાના વૃક્ષ સ્થળમાં, કેવેલ મારા જ માટે, સુધાનો ભંડાર,…
એકત્ર કરી રાખશે, અને શૈશવ કાળમાં, નદીને કિનારે, પ્રભાતે, શિવની મુરતી રચી,…
વરદાન માં મને જ માંગી લેશે,…
સંધ્યા ટાણે, બળતા દીવાને, જળ પ્રવાહમાં વહાવીને, શંકિત-કંપિત અંત:કરને,…
ઘાટ ઉપર એકલી ઉભી રહીને, એકીટશે, એ પોતાનું સૌભાગ્ય નીરખશે…
એકવાર કોઈ ધન્ય ક્ષણે, મારા ઘરમાં, નેત્રો નીચે ઢાળીને, ઉત્સવના બંસી-રવની સાથ,…
પ્રવેશ કરશે…
એના ચંદન ચરિતી ભાલ દેશે, રક્ત-પયંબર વિરાજમાન હશે,…
ત્યારબાદ સુદિન હો કે દુર્દિન, સુખ હો કે દુખ હો,…પણ એ ગૃહલક્ષ્મી,…
કલ્યાણ નાં કંકણ અને પાંથીમાં મંગલ સિંદુર, હમેશ ધારણ કરીને રહેશે,…
હે,…દેવગણ,…
વચ્ચે, વચ્ચે, સુદૂરના સ્વપ્ન સમાન, આ સ્વર્ગ પણ મને યાદ આવશે,…
જ્યારે કોઈ મધરાતે, જાગીને અકસ્માત જોઇશ કે,…
નિર્મળ શૈયા પર ચાંદની છટકી રહી છે, એમાં પ્રિયતમા નિંદ્રાધીન થઈને સુતી છે,…
એના શીથીલ બાહુઓ સ્વાસ્થ અનુભવે છે, અને લજ્જાની ગ્રંથીઓ ઢલી પડી ગઈ છે,..
મારા મૃદુ સુહાગ ચુંબનથી, એ ચકિત ભાવે જાગી ઉઠશે, અને ગાઢ આલિંગનથી ,…
મારા વૃક્ષ-સ્થળને,…લતાની જેમ લપેટાઈ જશે,..
દખ્ખીનનાં વાયરાઓ ફૂલની , સુગંધ લઈને આવશે, અને દુર વૃક્ષની ધની શાખાઓમાં,..
કોયલ ટહુકી ઉઠશે…,
ત્યારે સ્વર્ગ, સ્વપ્નની જેમ યાદ આવશે,…
….હે ,…દિન-હીન આંશુ ભરી આંખોવાળી, દુખાતુર મ્લાન માતા,…
હે,..મૃત્યુભુમી , માં વસુંધરા,…આજે ઘણા દિવસ પછી, મારું અંતર તારે કાજે રડી રહ્યું છે,…
જ્યાં વિદાયના, દુઃખથી , શુષ્ક આ બંને આંખો આંસુઓથી ભરાઈ ગઈ,..
ત્યાંજ સ્વર્ગની છાયા-છબી , અતીત કલ્પના સમાન,..કોણ જાને, ..
ક્યાઈ વિલીન થઇ ગઈ…તારું નીલ આકાશ, તારો પ્રકાશ,…તારું નાનાકિર્ણ લોકાલય,…
સિંધુ તીર પરનો સુદીર્ઘ પટ, નીલ ગીરીસૃંગ પરની, શુભ્ર હિમ્રેખા, …
તરુશ્રેણીની વચ્ચેનો ની;શબ્દ અરૂણોદય, સુન્ય નદી ને પેલે પારની અવનતમુખી સંધ્યા,…
આ સર્વ એક બિંદુ આંસુનાં જળમાં, દર્પણ પ્રતિબીમ્બની જેમ આવી પડ્યા છે.,
હે,..હત્પુત્રા જનની ,…તારા અંતિમ વિયોગના દિવસે, જે શોકાશ્રુધારાએ, જરી જરી ને,…
તારા જે માતૃસ્તનને અભિશીકત કર્યા હતા, આજે આટલા દિવસો પછી, …
એ અશ્રુ સુકાઈ ગયા છે…તો પણ હું મનમાં તો જાણું છું કે,…
જ્યારે હું તારે ખોલે પાછો આવીશ,..ત્યારે તારા બંને બાહુઓ મને જકડી લેશે,…
મંગલનો શંખ વાગશે, સ્નેહની છાયામાં, સુખ-દુખ નાં પ્રેમભર્યા સંસારમાં,…
પોતાને ઘેર, પુત્ર-પુત્રીઓની મધ્યમાં, મને તું ચિર-પરિચિતની જેમ સ્વીકારી લઈશ,…
અને બીજે જ દિવસ થી, મારી તરફ, દરેક ક્ષણે, કંપતા પ્રાણે, …
અને દેવો ભણી, શંકિત ર્હદયે, કરુણ દ્રષ્ટી માંડીને તું જાગતી રહીશ, …
તું એને માટે સદા ચિંતાતુર રહીશ, કે, જેને મેળવ્યો છે,…
તેને પાછો ખોઈના બેઠું,………………..રવિન્દ્રનાથ ટાગોર…અનુવાદ: સુન્દરમ (?)
શુભ દીપાવલિ!
વર્ષારંભે આપની સર્જનાત્મકતાને નવી દિશા મળો!
નવલ વર્ષ આપના જીવનને નૂતન અર્થ બક્ષે તેવી મંગલ કામના!
હરીશ દવે
મુક્તપંચિકા અને લઘુલિકા
https://muktapanchika.wordpress.com
રક્ષા કરો જગદંબા ભવાની….. એ મૂળ રેકોર્ડમાં ગવાયેલું છે તે મૂકી શકાય તો આનંદ થશે.
Dear Sir
I m Looking for Gujrati Kavya for my sister ma+rriage. I m alos looking for tahuko for marriage patrika.
Please advise books availbe for that to me.
REg,,Harshit Doshi
+91 98696 51340
Mumbai
ભગવતિકુમારનું કૃષ્ણ ગીત “ચલો વાન્સળી વૃંદાવન હવે ગોકુળમા નહિ ગોહે મુકશો તો આભારી થઈશ.
શ્રેીમતિ લક્શ્મિ શકરનુ ” જમુનાને અરે મધરાત સુધેી રાહ જોઇ બેસવાનુ શ્યામ મને ગમતુ’તુ” મુકો તો તમારો આભાર્.
(હરેીન્દ્ર દવે અથવા સુરેશ દલાલનુ લખેલુ)
નમસ્તે જયશ્રીબેન.
ટહુકો.કોમ ને ૧૦મી વર્ષગાંઠ નિમ્મિતે ઘણા અભિનંદન.
આપના ભગીરથ કાર્ય અને દાયકાની માવજતથી આ ટહુકો કલરવ બની દેશ-વિદેશમાં રણકીને લોકપ્રિયતા પામ્યો છે. હું છેલા ૮-૯ વર્ષથી તમારા ટહુકાનો રસ મહાલું છું. મારા જીવનની એક મોટી ખોટ ભરવાનો જેટલો આભાર માણુ એટલો ઓછો છે.
આશા રાખુ કે આપની આ ધગસ વર્ષોવર્ષ સુધિ જળવાઇ, અને આવતા ઘણા દાયકાઓ માં ટહુકો.કોમ ની લોકપ્રિયતા વધતી રહે.
પ્રશાંત પટેલ
કાયમ સાચવી રાખવા જેવી લીંક
ચાલો માણીએ MP3 ગીતોનો રસથાળ
(ફક્ત એક ક્લિકે ડાઉનલોડ)
હાલરડાં Halarda
http://omarmik.blogspot.in/p/alarada.html
બાળગીત Bal Geet
http://omarmik.blogspot.in/p/blog-page_8.html
સ્વાગત ગીત Swagat Geet
http://omarmik.blogspot.in/p/blog-page_20.html
દેશભક્તિ ગીત Deshbhakti Geet
http://omarmik.blogspot.in/p/blog-page_10.html
પ્રાર્થનાગીત Prarthna Geet
http://omarmik.blogspot.in/p/blog-page_26.html
પ્રજ્ઞાગીત Pragna Geet
http://omarmik.blogspot.in/p/prah.html
લગ્નગીત Lagna Geet
http://omarmik.blogspot.in/p/blog-page_25.html
વિદાયગીત Vidai Geet
http://omarmik.blogspot.in/p/blog-page_62.html
કન્યા કેળવણી ગીત Kanya Kelavni Geet
http://omarmik.blogspot.in/p/blog-page_11.html
ભગવદ્ ગીતા Bhagvad Geeta
http://omarmik.blogspot.in/p/b.html
ધોરણ ૧ થી ૮ ના કાવ્યો STD 1 to 8 Kavya
http://omarmik.blogspot.in/p/blog-page_64.html4:45
એક કાવ્યનું મુખડુ યાદ છે આખુ કાવ્ય જ બાળપણ્માં વાંચેલુ એ ફરી વાંચવાની ઇચ્છા છે જો તમે મદદ કરી શકો.
“સહુ એ ચાખ્યો આંખોથી ને ઓણ અમે છાતીથી ચાખ્યો અષ્રુભીનો વરસાદ, “
હુ મારી રચના ઓ કઈ રીતે આ સાઇટ ઉપર મુકી શકુ તે જણાવવા વિનંતી.
Happy Birthday!
મારે બાળપણ મા આવતી કવિતા જોઇએ
પિપળ પાન ખરન્તી હસતી કુપળીયા
મુજ વિતી તુજ વિતશે ધીરી ખમ બાપુડિયા
DIKARI MARI LADAKAVAYI LAXMI NO AVATAR SONG MUKVA VINANTI
ઓળખ
સાહેબ શ્રી,
આપના દ્વારા હું મારી જાતને આ નેટ જગત માં મારી રચનાઓ દ્વારા પ્રસ્તુત કરવા માંગુછું. મારો ટુંકો પરિચય આપવો મને જરૂરી લાગે છે, જેથી આપ મારા વિષે થોડી જાણકારી મેળવી શકો.
હું ગાંધીધામ કચ્છ માં ઑટોમોબાઇલ એન્જીનીયર તરીકે નોકરી કરું છું, લોઢા સાથે નાતો હોવા છતાં ઈશ્વર કૃપાથી ભજનો અને ગરબા ની રચના કરી શકું છું અને ગાવાની પણ થોડી કળા ભગવાને મને આપી છે, ગાંધીધામ માં અમારું નાનું એવું ભજન મંડળ છે. અહિં એક “અવસર” નામે કવિ સંમેલન પણ ચાલતું હતું, તેનો હું સભ્ય રહીચુક્યો છું.
“દીન વાણી” નામે મારી એક ભજનાવલી પણ મેં બનાવેલી છે જેમાં કવિ “દાદ” જે ગુજરાત ના પ્રખર રચનાકાર અને સરકાર દ્વારા સન્માનિત “કાળજા કેરો કટકો મારો” અને “કૈલાસ કે નિવાસી” જેવી રચનાઓ કે જે ભારત અને વિદેશ માં પણ પ્રશંસા પામી છે, તેઓ મારા સ્નેહી અને ગુરુ સમાન છે, તેમણે પ્રસ્તાવના લખી છે.
બ્રહ્મલીન પ પુ. નારાયણ સ્વામીજી કે જેને આજે કોણ નથી ઓળખતું ? મહાન ભજન ગાયક અને રાગ રાગણી ની ઊંડી સમજ ધરાવતા એ સંત સમાન સાથે મારા એક સ્નેહી દ્વારા મુલાકાત થઈ, મારી રચનાઓ નો અભ્યાસ કરી ને મને પ્રોસ્તાહિત કર્યો, અવાર નવાર બાપુ મારી રચનાઓ વિષે ચર્ચા કરતા અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા. મારી રચના યોગ્ય સમયે ગાવાનું પણ વચન આપેલું, બાપુ રચનાકાર ને પહેલાં પરખતા ત્યાર બાદજ તેની રચના હાથપર લેતાં, બાપુએ “રોમ રોમ હર બોલે” સીડી/કેસેટ માં મારું ભજન “શિવ શંકર સુખ કારી” ગાયું જેમાં મેં શિવજીનાં ૧૬ નામોની ગૂંથણી કરીને “બહુનામી શિવ” શીર્ષક આપેલું, તે ગાયું પણ ખરું, પણ મારા દુર્ભાગ્યે મને પરખવામાં બહુજ વાર લાગી, કદાચ મારા દુર્ગુણો વધારે હશે, ત્યાર પછી બાપુ ની તબિયત લથડતાં મારા વધારે ભજનો ને બાપુના મુખ વાટે સંત વાણી બનવાનો મોકો ન મળ્યો. પણ મને હૈયાધારણ મળી કે મારી રચનાઓ માં તથ્ય જરૂર છે, નહીંતો બાપુ મારી રચના ગાત નહીં. ત્યાર બાદતો સંગીતા બેન લાબડીયા, કીર્તિદાન ગઢવી અને રામદાસ ગોંડલીયા જેવા ઘણા ભજન ગાયકોએ આ રચના ગાઈ છે,
બસ આ છે મારી નાની એવી ઓળખ.
આપના દ્વારા મારી રચનાઓ ને પ્રચાર અને પ્રસાર માટે રજૂ કરવાની આશા સાથે એ પણ લખું કે મારી નબળી કળી ને પણ આપ ઉજાગર કરતા રહેશો તો મને મારી ભૂલો નો ખ્યાલ આવતો રહે એવી આશા રાખું છું. મને કોમ્પ્યુટરનો બહુ અનુભવ નથી, મારા એક મિત્ર દ્વારા આમાં પ્રવેશ કર્યોછે, આશા કરૂં કે આપના સહયોગથી મારી રચનાઓ સારા ગાયકો દ્વારા પ્રચાર અને પ્રસાર પામે તો મને ધાર્મિક લાભ મળે એ આશાએ આપના તરફ સહયોગની આશા રાખુંછું
Email:-kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com
dinvani.wordpress.com
મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
બહુ નામી શિવ
સાખી..
કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…
ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…
શિવ શંકર સુખકારી ભોલે…
મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..
ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ
ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..
ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…
વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…
મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….
ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી
દાસ ” કેદાર ” કેદારનાથ તું, બૈજનાથ બલિહારી…..ભોલે…
મારે ગુજરાતી ભાશાનુ રહસ્ય જાનવુ ચ્હે
Jayshreeben, hope you are doing great. Writing back to you after quite a long time. But keep visit Tahuko frequently. Words are not enough to thank you for the awesome work that you have been doing by getting Gujarati songs/ghazals/poems to us regularly since last so many years. But still a heartfelt thank you… May god bless you always.
I have a request to post these two songs: One is Garbo and other one is Lagna Geet
Kanku na pagla padya, Madi na het dhalya
Kanku chhanti Kankotari moklo
Kindly fulfil this request at your convenience. Thanking you in advance.
Warm regards,
Trupti
ખુબ સરસ ગેીતો આભાર જયશ્રિબેન્
સ્વર્ગ મળી ગયું,,
ખરેખર જોરદાર સુપર લાઈક……………………
અનેક શુભેચા સાથે
જત, ભાવતાં ભોજન મળ્યાં નો પૂર્ણ સંતોષ ટહૂકો.કોમ થી જોડાઈ રહેવાથી મળ્યો છે. અનિવાર્ય સંજોગ સીવાય ટહૂકો સાંભળવાની આદત થઈ ગઈ છે તે ” ટહૂકા” ના ઉચ્ચ સ્તર ને કારણે , અને એ પાછળ લેવાયેલી ગીતોની ચિવટભરી પસંદગી ને કારણે ભવિષ્ય માં અભૂતપૂર્વ સફળતા અને ખ્યાતિ હાંસલ કરે એવી હાર્દિક શુભેચ્છા!
જત, ભાવતાં ભોજન મળ્યાં નો પૂર્ણ સંતોષ ટહૂકો.કોમ થી જોડાઈ રહેવાથી મળ્યો છે. અનિવાર્ય સંજોગ સીવાય ટહૂકો સાંભળવાની આદત થઈ ગઈ છે તે ” ટહૂકા” ના ઉચ્ચ સ્તર ને કારણે ! ભવિષ્ય માટે અભૂતપૂર્વ સફળતા અને ખ્યાતિ હાંસલ કરે એવી હાર્દિક શુભેચ્છા!
ખુબ જ મજા આવે જાણે ગુજરાતી ભાશા ના જુના ગીતો નેવધારે ને વધારે જાણતા થયા.
ટહુકો ની મુલાકાત હું ઘણી વાર લઉં છું અને સુંદર ગુજરાતી ગીતો સાંભળું છું.
મારે મારાં ગીતો ટહુકો બ્લોગ પર રજુ કરવા છે, યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
તમારો આભારી,
દિનેશ પાઠક.
ddpathak.wordpress.com
હાટકેશ જયંતિ તારીખ ૨૪ મી એપ્રીલે છે.મારે હાટકેશ સ્તુતિ, “નમામી નાટકેશ્ર્વરમ ભજામી હાટકેશ્ર્વરમ ” સાભળવાનું મન છે.કોઈ નાગર બંધું સંબળાવી શકવાની કૃઆ કરશો ? આભાર સહ ઉમાકાન્ત વિ મહેતા( ન્યુ જર્સી.)
હમણાં જ ડિસે.૨૦૧૨ના અખંડ આનદ”શ્રી રતિલાલ સાં નાયક નો “કલાકાર દલસુખરામ ઠાકોર.”ઉપર્નો લેખ વાચ્યો અઅને તેમાં દર્શાવેલ બે ગુજરાતી ગીતો,
(૧)પહેલા પહેલા જુગમાં રાણી ! તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામના,
ઓતરા તે ખંડમાં આંબલા રે પાક્યા ત્યારે
સૂંડલે મારેલ મને ચાંચ.
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા,
ને તોયે ન હાલી મોરી સાથ.
રાણી પિંગલા ! દનડા સંભારો ખમ્મા
પૂરવ જનમના સહવાસના .
(૨) ભિક્ષા દેને મૈયા પિગલા,
ભેખ રે ઉતારો રાજા ભરથરી
મારે એક કવિતા મોકલવિ તો તમને કેવિ રિતે મોકલવિ? તમારો ઇમેલ મોક્લો.
aavi site & osho pravachan biju su joiye ……………………
New post mail are not receiving……
I feel mental peace to hear Gujarati old songs which I did not find in CD. Jayshreeben, you have done really a good job.
Bankim
જાનકી જ્યા જ્યા હશે માધવ હશે રાધિકાની પ્રિતમા માધવ
હશે આ ગિત શોધિને સભળાવશોતો ખુબ આભરિ થઇશ
નાના હતા ત્યારે રોજ સવારે બાપુજેી સાથે એક સર્વધર્મ પ્રાર્થ્ના ગાતા હતા. શરુઆત અને અન્ત યાદ નથેી પણ વચ્ચે નેી બે લેીટેીઓ નેીચે પ્રમાણે
ક્શમા સિન્ધુ પ્યારા ઇશુ ઉર તને વન્દન કરુ
દુલારા નેકિના મોહમ્મદ સ્મરુ
આખેી પ્રાર્થના મોકલશો તો ખોૂબ આભારેી થઈશ્.
I can write to you in English but to write shree word is difficult for me if you can saw me I will be very pleased I have copy and paste your name જયશ્રીબેન but I cannot write શ્રી in gujarati what keys do you use in gujarati Key board thanks very much . You can e mail. me . I have written in English and also in gujarati
Manjula Parekh
મને ટહુકો બહુ જ ગમે પણ લખવામા થોડી તકલીફ પડે છે વારમ્વાર લખીશ તો વધારે લખી શકશે. જયશ્રીબેન તમારું નામ બરાબર લખી ન શકી પણ કોશિશ કરી છતાં શ્રી કેવી રીતે લખવૉ તે નથી આવડતું.
મંજુ ના વન્દન. જયશિ કખાય છે પણ જયશ્રી
ઘણા વરસો કામ કર્ય પછિ આપણ્ ને એમ લાગે કે….જુનુ તો થયુ રે દેવલ્….જર થ જાય્…
you are doing beautiful job – you deserve a big pat on your back- we far away from Gujrat (nairobi – Kenya)) have great pleasure in keeping in touch with our Matru-bhasa
કવિતા કવિના હ્ર્દયનુ સર્જન્,
એ સર્જન ને લોકો સુધિ પહોચાડવાનુ આપે જે ભગિરથ કામ કર્ય તે અભિનન્દ નિય છે.
સાધક ને મારા હ્રદય પુર્વક અશિર્વાદ્.
I want to listen ,gujarati bhajan mara naya ni aalas re ,na nirkhya hari ne jari.Ek matku to mando re najar ma to jankhi Kari.if someone has this bhajan,so please put it on this site.it is amazing ,but I don’t have this in written.
જી હા – https://tahuko.com/?p=18987
ખુબજ સુંદર કવિતા ખુબ જ સારા ગીતો સાંભળવા મળ્યા
આપણી ઓલખાણ અમને પડી આપના થકી,અમે આપને શુ શિર્પાવ આપી શકિયે ભલા!…તમે તો લૈને આવ્યા છો…
Thanks to u tahuko ni jankari friend dhwar malya pa6i mane khub j aanand thayo tahuko.com dhwara sundar gito ma khovai javani maja aavi gana samay thi sarjan ni bandh padeli mari dayri ma navu panu umetvani disha mali 6 tahuko.com thi j aabhinandan
Thanks a lot ……………..
The person being a gujarati ; can be in touch with Gujarati Sahitya by this mode of Website.
Its not only website Tahuco.com its real voice of Gujarat.
Hats off you all for publishing so nice gazals n words here.
I feel i am studying R.Tagore still in gujarat.
ખુબજ સુંદર કવિતા મંદિર
ખુબ જ સારા ગીતો સાંભળવા મળ્યા તે બદલ તમારો આભાર
મારા પુત્ર એ મને તહુકાનિ ઓલખ આપિ,હજિ ગઇ કાલે જ્.
i have enjoyed hemu gadhavi,praful dave & lot of others.
i do not know why,but it seems i was just dying for my own lok sangeet…
વહુ એ વગોવ્યા મોતા ખોર્દા..સામ્ભલ્વા,i m ready to give away entire empire state building
i m in america till 1st sept.from now on i can go without tea,newspaper,bathing,or
anything except -tahuko !!
V nice