Category Archives: ઊર્મિ

ઊર્મિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

.... તો બેધડક તું મારી પાસે આવજે - ઊર્મિ
तेरे आने के बाद- ઊર્મિ
तेरे जाने के बाद - ઊર્મિ
અંતરંગ સખાને… - ઊર્મિ
અટકળ - ઊર્મિ
ઉમળકો ! - ઊર્મિ
એ જ લખવાનું સખા ! - ઊર્મિ
એક વળગણ જોઈએ - ઊર્મિ
ઘરઘત્તા - ઊર્મિ
ઝૂમી ગઝલ - ઊર્મિ
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ - ઊર્મિ
ન પૂછો શું હાલત થઈ કાળજાની… - ઊર્મિ
પ્રેમપત્ર - ઊર્મિ
ભૂલી શકું તો - ઊર્મિ
યાદમાં અટવાય છે કારણ વગર -ઊર્મિ
રાધાપો - ઊર્મિ
લાગણીનું ગામ - ઊર્મિ
લ્યો આવી ગઇ દેશ દિવાળી - ઊર્મિ
વ્હાલનો વરસાદ....
વ્હાલા પપ્પાને… - ઊર્મિ
સમ તને - ઊર્મિ
સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા? - ઊર્મિ
હાઇકુ - ઊર્મિએક વળગણ જોઈએ – ઊર્મિ

25706_428448634941_4320931_n
(અઢળક ઈચ્છા…           Picture by Urmi, April 2010)

*

જીવનકાવ્યે
મિત્રતાનું ગાલગા
પણ જોઈએ.

*

માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.

શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.

પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.

હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.

જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !

એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…

-’ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)

ઉમળકો ! – ઊર્મિ

આજે ઊર્મિની એકદમ તરોતાજા … ઉમળકાભરી ગઝલ..!!

Ajampo

દરિયાનો અવિરત અજંપો…! (દ્વારકા – Picture by Dr. Chirag Patel)

 અવિરત અજંપો કરાવે ઉમળકો,
તને શું કદી એવો આવે ઉમળકો?

કંઈ કેટલા ભવ તરાવે ઉમળકો,
પછી તારી આંખે ડૂબાવે ઉમળકો.

ભલે સાવ નીરસ કે હો નિરુત્સાહિત
કદી એમને પણ સતાવે ઉમળકો.

સખા, પ્રેમ હોવો ન-હોવા બરાબર,
ઉભયને જો ના થનગનાવે ઉમળકો.

તને કેમ સ્પર્શે નહીં એ જરાયે ?
મને તો સદા લથબથાવે ઉમળકો.

હૃદયની એક ‘ઊર્મિ’ને છૂટ્ટી મૂકો- ને
જુઓ, કેમ કાબુ ગુમાવે ઉમળકો !

– ઊર્મિ (જાન્યુ. 25-28, 2013)

ન પૂછો શું હાલત થઈ કાળજાની… – ઊર્મિ

p1240919-copy2

(પાનખરની કાયાપલટ… ચેરી બ્લોસમ… Photo by Urmi - 3/24/201 )

જુઓ, માંગણી એ કરે છે મજાની…
“કરું તો કરું માંગણી હું ગજાની!”

થયો છે ગુન્હો જ્યારથી એક સુંદર,
કરે છે પ્રતિક્ષા એ સુંદર સજાની…

તરજ વેણુએ છેડી’તી કૈંક એવી,
ન પૂછો શું હાલત થઈ કાળજાની…

શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં
ને કાયાપલટ થૈ ગઈ કુબજાની…

આ શેની અસર છે નિરંતર ગઝલમાં
પડી ટેવ ‘ઊર્મિ’ને પણ આવજાની…?

– ઊર્મિ (4/30/2012)

રાધાપો – ઊર્મિ

આજે ઊર્મિની એક મનગમતી ગઝલ.. એક હાઇકુ અને ઊર્મિએ જ પાડેલા આ મઝાના picture સાથે..! Happy Birthday ઊર્મિ..!!!

*

લૈને મારાથી
હૈયાવટો… શેં દીધો
રાધાપો મને ?

*

યાદ છે એ વગડા વનમાળી તને?
વાંસળીની જેમ ફૂંકી’તી મને…

ક્યાં રહ્યા’તા રાવ કરવા હોશ પણ !
મોરપીંછું મારી વશ કીધી મને.

સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,
પણ પ્રભુતાથી પછી લૂંટી મને.

વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,
આખરે તો બેયથી વીંધી મને.

એક તો- તારું મને ઝુરાવવું…
ને આ તારી યાદે પણ પીંખી મને.

‘ઊર્મિ’ની ભરતી સતત દીધા પછી,
એકધારી ઓટ દઈ દીધી મને.

-‘ઊર્મિ’

तेरे आने के बाद- ઊર્મિ

આ પહેલા ઊર્મિના જન્મદિવસે રજૂ કરેલી ગઝલ तेरे जाने के बाद – ની જોડીદાર એવી આ ગઝલ तेरे आने के बाद – અને આજનો દિવસ પણ ખાસ છે – આજે વ્હાલી ઊર્મિની વેબસાઇટ – ઊર્મિસાગર.કોમ નો પાંચમો જન્મદિવસ..!

વ્હાલા ઊર્મિબેન…  Happy Birthday to UrmiSaagar.com

pic-253-sml

(સ્વપ્ન ટોળે વળે… 11 મે 2008)

*

ટહુકો થૈ ગ્યા
હરેક શ્વાસ, तेरे
आने के बाद !

*

આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.

સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.

કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.

આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.

શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!

તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.

– ઊર્મિ (૭ મે ૨૦૦૯)

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા