એ જ લખવાનું સખા ! – ઊર્મિ

*

વ્હાલની લીપી
છે સખા, ઉકલશે
એ વ્હાલથી જ !

*

આભ ગોરંભાઈ ગ્યું છે એ જ લખવાનું સખા !
તોયે ગુલાબી થયું છે એ જ લખવાનું સખા !

એક પંખી ફરફર્યું છે એ જ લખવાનું સખા !
એક પીંછું પણ ખર્યું છે એ જ લખવાનું સખા !

રાતભર આ લોચને પીડા પ્રસવની ભોગવી,
એક સપનું અવતર્યું છે એ જ લખવાનું સખા !

એમ તો લૂંટાવી દીધી છે હૃદય મિરાત, પણ-
એક સ્મરણને સાચવ્યું છે એ જ લખવાનું સખા !

દિલનાં દર્દોની કથા વિસ્તાર સંભળાવ્યા પછી,
કેટલું આ દિલ બળ્યું છે એ જ લખવાનું સખા !

કેટલી ઊંચી ચણી’તી ‘હું’પણાની ભીંત મેં !
ભીંતમાં કાણું પડ્યું છે એ જ લખવાનું સખા !

કેટલાં દરિયા વલોવ્યાં ને ઉલેચ્યાં, આખરે-
‘ઊર્મિ’નું મોતી જડ્યું છે એ જ લખવાનું સખા !

-‘ઊર્મિ’

છંદવિધાન : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ની ‘એ જ લખવાનું તને’ ગઝલમાંથી મળેલી પ્રેરણાનું પરિણામ એટલે આ ગઝલ…!

9 replies on “એ જ લખવાનું સખા ! – ઊર્મિ”

  1. વાહ! સરસ રચના ઊર્મિ બેન,
    તમારી ગઝલ થી પ્રેરણા લૈ નવિ ગઝલ લખવાનો પ્રયાસ કર્યો છે જેનિ બે લઈનો નિચે મુજબ છે,

    ” આકાશે વાદળ ચઙ્યા છે ઍજ લખવાનુ તને !
    સન્ધ્યા ના શણગાર ખિલ્યા છે એજ લખવાનુ તને !

    કોઈ ભમરાએ ગુન્જારવ કર્યો છે એજ લખવાનુ તને!
    કોઇ કળી ફુલ બનિ છે એજ લખવાનુ તને!”

    કેટલી ઊન્ચિ ચણિ’તિ સન્વેદનાની ભિત મે,
    સન્વેદનામા યે વેદના ભળી છે એજ લખવાનુ તને !”

  2. …એક પંખી ફરફર્યું છે એ જ લખવાનું સખા !
    એક પીંછું પણ ખર્યું છે એ જ લખવાનું સખા !

    વ્હાલની લીપી
    છે સખા, ઉકલશે
    એ વ્હાલથી જ !
    સરસ..

  3. Ghani vakhat sunder vyakti ni mulakat thay pachi bhale to facebook per hoyke angat hoy tyare ghano anand aave che. Avun j tahuka no sampark thata mane thayun che. Aatli j nondh haal purti chhe.Vadhu tahuka no vadhu sampark thata phari lakhashe. Navanitlal R. Shah

  4. BAHU J SARAS ATALE SARAS. AJ KAHEVENU SAKHA AMA JANE SAKHI A BADHU KAHI DIDHU.ANTAR NU URMI KAVYA.
    HAPPY NEW YEAR AJ KAHEVANU TAMANE

  5. નવા વરસે મારા પણ ઝાઝા જૂહાર

    જત લખવાનુ કે હરી હવે
    અવતરવું પડશે ફરી હવે

    મધદરિયાના મરજીવા પણ
    તટ ઉપર લે છે તરી હવે

    સંસ્કારો, સંયમ, દયા॥અરે ..!
    માનવતા સુધ્ધા મરી હવે

    રાવણને લોકો ભુલી ગયા
    સંતોએ એવી કરી હવે

    ચપટીમાં, ખોબો છલકાતો
    ખોબામાં, ચપટી ભરી હવે

    દેખા દેખીની ધજા ચડે
    મંદિર મસ્જીદમાં નરી હવે

    અંતર્યામી છો, નઝર ભલા
    આ બાજુ કરજો જરી હવે

  6. સખાને ઘણુ ઘણુ કહેવાય છે એટલે જ હ્ર્દયની મિરાત પણ લુંટાઈ જતા સ્મરણ કાફી છે નો ભાવ જ આપણને પણ ઘણી વાત “સખી” કરી જાય છે….

  7. વાહ! સરસ રચના બહેના.

    એમ તો લૂંટાવી દીધી છે હૃદય મિરાત, પણ-
    એક સ્મરણને સાચવ્યું છે એ જ લખવાનું સખા !

  8. મસ્ત ગઝલ ..

    ખાસ તો આ અશઆર ગમ્યાં…

    આભ ગોરંભાઈ ગ્યું છે એ જ લખવાનું સખા !
    તોયે ગુલાબી થયું છે એ જ લખવાનું સખા !

    રાતભર આ લોચને પીડા પ્રસવની ભોગવી,
    એક સપનું અવતર્યું છે એ જ લખવાનું સખા !

    કેટલી ઊંચી ચણી’તી ‘હું’પણાની ભીંત મેં !
    ભીંતમાં કાણું પડ્યું છે એ જ લખવાનું સખા !

    અભિનંદન .. !!

    અને belated સાલ મુબારક 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *