આજે ઊર્મિની એક મનગમતી ગઝલ.. એક હાઇકુ અને ઊર્મિએ જ પાડેલા આ મઝાના picture સાથે..! Happy Birthday ઊર્મિ..!!!
*
લૈને મારાથી
હૈયાવટો… શેં દીધો
રાધાપો મને ?
*
યાદ છે એ વગડા વનમાળી તને?
વાંસળીની જેમ ફૂંકી’તી મને…
ક્યાં રહ્યા’તા રાવ કરવા હોશ પણ !
મોરપીંછું મારી વશ કીધી મને.
સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,
પણ પ્રભુતાથી પછી લૂંટી મને.
વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,
આખરે તો બેયથી વીંધી મને.
એક તો- તારું મને ઝુરાવવું…
ને આ તારી યાદે પણ પીંખી મને.
‘ઊર્મિ’ની ભરતી સતત દીધા પછી,
એકધારી ઓટ દઈ દીધી મને.
-‘ઊર્મિ’
રાધાની લાગણીનુ સુંદર વર્ણન…
વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,
આખરે તો બેયથી વીંધી મને.
ઊર્મિને જન્મદિવસ પ્રસંગે હાર્દીક શુભકામનાઓ.
લૈને મારાથી
હૈયાવટો… શેં દીધો
રાધાપો મને ?
બધુંજ આની આગળ પાછળ છે.વાહ ! શું હ્દયની ર્ઊર્મિ છે ?
*
Very very good presentetion of Radha’s feelings. Happy birth day to Urmi! Don’t be limited in birthday. Urmi is a flow of feelings without start or end.
સૌ મિત્રોનો દિલથી આભાર..
સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,
પણ પ્રભુતાથી પછી લૂંટી મને.
ખુબ જ સરસ રચના. મઝા આવિ ગઈ.
જન્મ દિવસ નેી ખુબ વધાઈ.
જન્મ દિવસની શુભકામનાઓ
આ સર્જન જોઇ ને મને વેદના કેમ થાય? નથિ સમજાતુ.
સરસ રચના………
ઊર્મિને જન્મ દિવસની શુભકામનાઓ…………
“બેયથી વીંધી” એટલે દિલમાં મીઠું મીઠું દર્દ! સરસ કાવ્ય છે.
ઊર્મિને જન્મદિવસ પ્રસંગે હાર્દીક શુભકામનાઓ.
સરસ રચના,
ઉર્મીબેન ને શુભકામનાઓ સાથે.
મઁગલ અને શુભ કામનાઓ તમારી વર્ષગાઁઠ નિમિત્તે !
“મોરપીઁછુ મારી વશ કીધી મને”….
કેવો સરસ માર !વાહ બહેના વાહ !
તમારા આ સ્રર્જનને સો સો સલામો !
વર્ષગાંઠની શુભેરછાઓ કે જેમણે ખુબ સરસ રજુઆત વાળી ગઝલની ભેટ આપણ ને દઇને તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ ને કેવી સરળતાથી કહે છે…સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં, પણ પ્રભુતાથી પછી લૂંટી મને…!!! Happy Birthday and many many more Urmiben..!
સુંદર રચના !
ઊર્મિને વર્ષગાંઠ નિમિત્તે ઊર્મિસભર શુભકામનાઓ…
વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,
આખરે તો બેયથી વીંધી મને.
Happy Birthday !
ખુબજ સરસ રજુઆત.