આ પહેલા ઊર્મિના જન્મદિવસે રજૂ કરેલી ગઝલ तेरे जाने के बाद – ની જોડીદાર એવી આ ગઝલ तेरे आने के बाद – અને આજનો દિવસ પણ ખાસ છે – આજે વ્હાલી ઊર્મિની વેબસાઇટ – ઊર્મિસાગર.કોમ નો પાંચમો જન્મદિવસ..!
વ્હાલા ઊર્મિબેન… Happy Birthday to UrmiSaagar.com
(સ્વપ્ન ટોળે વળે… 11 મે 2008)
*
ટહુકો થૈ ગ્યા
હરેક શ્વાસ, तेरे
आने के बाद !
*
આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.
શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!
તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.
ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.
– ઊર્મિ (૭ મે ૨૦૦૯)
છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા
પ્રિય અશોકભાઈ,
આપના માતૃભાષા (માત્રુભાષા નહીં) પ્રત્યેનો પ્રેમ જોઈ આનંદ થયો… રદીફ સાચી જોડણી છે, રદિફ નહીં. આપણી માતૃભાષામાં “તું’ લખાશે, “તૂં” નહીં. ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિના શબ્દો હિંદી ભાષાની જેમ અલગ લખાતા નથી, સાથે જ લખવામાં આવે છે એ પણ આપની જાણ ખાતર, જેમકે:
“ગઝલ ના, શેર ના, મિસરા ના, કાફિયા ને, માત્રુભાષા મા, બદલી ને, માફી નો” ને બદલે આમ લખાશે:
“ગઝલના, શેરના, મિસરાના, કાફિયાને, માતૃભાષામાં (અનુસ્વાર પણ આવશે), બદલીને, માફીનો”
કુશળ હશો !
ઊર્મિ જી, તમારી “તેરે આને કે બાદ” ગઝલ ના દરેક શેર ના દરેક મિસરા ના રદિફ કાફિયા ને આપણી માત્રુભાષા મા બદલી ને તમારી સમક્ષ રજુ કરુ છુ. ગુન્હેગાર છુ, માફી નો હકદાર છુ. આભાર.
આખું નભ પગ તળે, તૂં જો આવી મળે
ને બધું ઝળહળે, તૂં જો આવી મળે
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે
પાનખર પણ ફળે, તૂં જો આવી મળે
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે
સ્વપ્ન ટોળે વળે, તૂં જો આવી મળે
આંખ માં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે, તૂં જો આવી મળે
તૂં અહીં, તૂં તહીં, જોઉં જ્યાં તૂં તહીં
ક્યાંય “હું” ના મળે, તૂં જો આવી મળે
ઉર મહીં “ઊર્મિ” તું, મારો પર્યાય તૂં
તૂં બધે ખળભળે, તૂં જો આવી મળે
ઊર્મિ સાગર.કોમ ની પાંચમી વર્ષગાંઠ ખુબ ખુબ મુબારક.
“તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.”
આ ભાવના દુનિયા ભર મા ફેલાય તો અહીં જ સ્વર્ગ મળી જાય. બસ આમજ ઊર્મિનો ટહુકો સંભળાવતા રહો.
હાર્દિક અભિનંદન !
સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…
UrmiSaagar.com ને તથા ઊર્મિબહેનને અભિનંદન. મિલપિટાસનો મે ૨૧,૨૦૧૧નો કાર્યક્રમ મન ભરીને માણેલો.અહેવાલ બ્લોગ પર વાંચ્યો જ હશે.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
“आने के बाद” या “जाने के बाद” ટહુકો અને ઊર્મિ તેમના ચાહકોને મુગ્ધ કરી દે છે !
‘ટહુકા’ નો આભાર. ઊર્મિ ને જન્મદિનની વધાઈ ! પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા.
યોગિની અને ઉલ્લાસ ઓઝા
ખરેખર ઉર્મિ સભર આ ગઝ્હલ ચે.
ખરેખર ઉર્મિ સભર આ ગઝ્હલ ચે
તન્સુખ મેહ્તા ચેન્નૈ
Hi! Very Very Happy Birth day to Dear Urmiben , I WISH all the best to URMI SAGAR .COM FOR BRIGHT FUTURE. ——V H KAKANI
Hey,friends how are u?.i like this site basically i m gujarati.living in London i like to share my own poets and bhajan in gujarati language so how can i do that here please let me know thanks very much aabhar.
Hi Urmiben Wishing a Happy Birthday & many more After i hear you at jain center at LOS Angles i was looking for your gazal TERE ANE KE BAAD & TERE JANE KE BAAD. thanke you for posting this gazal i like it so much
‘વેબીબેન’ પાંચ વર્ષનાં થયાં.
હવે બરોબર રમાડવા જેવા થ્યાં.
શું વાત છે. આજે જરુર હવામા મીઠો ખળભળાટ છે. ઉર્મિના કાવ્યમા પ્રિયજનના આગમનથી થતો મીઠો થરકાટ અને આજના વિવેકભાઈએ મૂકેલી ગઝલમા પણ આનંદના સૂર છે. વિવેકહાઈએ સવાર સુધારી તો ઉર્મિએ બપોર!
આભાર ઉર્મિ. સુંદર રચના. ઉર્મિસાગરના જન્મદિનની વધાઈ. આમજ ખીલતી ખિલવતી રહે.
અભિનંદન્…
ફુલો ફલો અને પ્રસરો સમગ્ર વિશ્વમાં
મહેંકી ઉઠો ગુર્જર બની સમગ્ર વિશ્વમાં
Happy Birthday to UrmiSaagar.com
ઊર્મિસાગર.કોમનુ વળગળ લાગ્યું “ટહુકો” तेरे आने के बाद…!!!
ટહુકો થૈ ગ્યા
હરેક શ્વાસ, तेरे
आने के बाद !…ખુબ સુન્દર ગઝલ!!
ખુબ ખુબ અભીનન્દન.
ઉર્મીબેન તમારી રચનાઓ ખુબ ગમે છે.
આજ્ની રચના ખુબજ સરસ છે.
‘ઊર્મિસાગર.કોમ’ ને જન્મદિવસ ની કોટિ કોટિ વધાઈ…….
મોનાબેન, તમારી વેબસાઈટ ખૂબ જ પ્રગતિ કરે એ જ શુભકામના..
‘મુકેશ’
બહુ સરસ ગઝલ્
ઊર્મિસાગર.કોમ ને જન્મદિવસની શુભકામનાઓ…
આખુ કાવ્ય તુ ને સમર્પિત્ ‘હુ’ ક્યાય નથી.પ્રભુનો સાક્ષાત્કાર જેને થયો હેશે તેનો અનુભવ આવો જ હ્શે.