Category Archives: સૌમિલ મુન્શી

સૌમિલ મુન્શી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ક્ષેમુ દિવેટીઆ' સ્પેશિયલ 2 : સભર સુરાહી લલિત લચક.. - રાજેન્દ્ર શુક્લ
'ક્ષેમુ દિવેટીઆ' સ્પેશિયલ 7: એક પ્રશ્નગીત - રમેશ પારેખ
श्री नन्दकुमाराष्टकं - શ્રી વલ્લભાચાર્ય
અમદાવાદના રસ્તા - શ્યામલ મુન્શી
આ નભ ઝૂક્યું તે કાનજી - પ્રિયકાંત મણિયાર
આ મનપાંચમના મેળામાં - રમેશ પારેખ
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ - રમેશ પારેખ
આંખ્યુંના આંજણમાં - સુરેશ દલાલ
આટલું તે વ્હાલ નહીં વેરીએ... - સુરેશ દલાલ
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? - સુરેશ દલાલ
આપો વીઝા રે - રઇશ મણિયાર
આમ અચાનક જાવું નો'તું - દેવજીભાઈ મોઢા
આહા આવ્યું વેકેશન...
ઉરે ઉભરાતાં પ્રેમનાં તરંગો - રમણભાઇ પટેલ
એક છોકરીના હાથથી રૂમાલ પડે -રમેશ પારેખ
એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ - રમેશ પારેખ
એક હુંફાળો માળો ! - તુષાર શુક્લ
એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે – મહેશ શાહ
એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? - ઉદ્દયન ઠક્કર
કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! - સુરેશ દલાલ
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.. - તુષાર શુક્લ
કોઈ જોડે કોઈ તોડે -ઉમાશંકર જોશી
ચોમાસું ક્યાંક આસપાસ છે - તુષાર શુક્લ
જા રે ઝંડા જા .... - અવિનાશ વ્યાસ
જીત્યું હમેશા ગુજરાત... - મનિષ ભટ્ટ
જીવનનું વિવેચન કોણ કરે ? - સૈફ પાલનપૂરી
ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! - તુષાર શુક્લ
ઢીંગલી મારી બોલતી નથી...
તને ગીત દઉં કે ગુલાબ - રઈશ મનીયાર
તમે વાતો કરો તો….- સુરેશ દલાલ
તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી - ત્રિભુવનભાઈ વ્યાસ
ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે - રઇશ મનીઆર
પરવરદિગાર દે - મરીઝ
પાનખરોમાં પાન ખરે - મુકેશ જોશી
ભોમિયા વિના મારે - ઉમાશંકર જોષી
મનોજ પર્વ ૦૫ : કોઈ કહેતું નથી
મનોજ પર્વ ૦૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી - રમેશ પારેખ
મોરલા હો ! મુંને થોડી ઘડી... - રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)
મોસમનું ખાલી નામ છે - તુષાર શુક્લ
રામમઢી રે મારી રામમઢી - ઉમાશંકર જોશી
રેડિયો 15 : શ્યામલ - સૌમિલ - આરતી મુન્શી
લ્યો, અમે તો આ ચાલ્યાં. - તુષાર શુક્લ.
વાદળી વરસીને ચાલી ગઈ -રમણભાઈ પટેલ
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન... - સુરેશ દલાલ
શ્યામ તને હું સાચ્ચે કહું છું - સુરેશ દલાલ
સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) - રમેશ પારેખ
સુખનું સરનામું – શ્યામલ મુનશી
હસ્તાક્ષર - શ્યામલ મુન્શી
હું અને તું -તુષાર શુક્લ
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં - રમેશ પારેખ
Say Sorry, My Son! Say Sorry... - રઈશ મનીઆર

ઢીંગલી મારી બોલતી નથી…

આજે આ મઝાનું બાળગીત સાંભળીએ..!! ઢીંગલી અને બાળકની દુનિયા પણ કેટલી અનોખી હોય છે? જેમ મમ્મી પપ્પા દીકરીની કાળજી રાખે, એમ દીકરી ઢીંગલીની કાળજી રાખે..! અને એક દિવસ જ્યારે વિચાર આવે, અરે! આ મારી ઢીંગલી તો ખાતી-પીતી નથી.. હું મમ્મી પપ્પા સાથે તો કેટલી વાતો કરું, પણ આ મારી ઢીંગલી મારી સાથે બોલતી પણ નથી..! પછી? ચિંતા તો થાય જ ને…! :)

સ્વર – ?
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને થોડા વખત પહેલા ‘ડગલો’ના દિવાળી કાર્યક્રમમાં એક મઝાની ઢીંગલીએ આ બાળગીત રજૂ કર્યું હતું. અને મને ખાત્રી છે, અમારા ડગલોના હવે પછીના કાર્યક્રમોમાં આર્યહીને વારંવાર સાંભળવાનો મોકો મળતો રહેશે..! તો તમે પણ માણો આર્યહીની આ મઝાની પ્રસ્તુતિ..!!

સ્વર – આર્યહી વૈદ્ય
YouTube Preview Image

 

ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.
બોલ મમ્મી બોલ એને કેમ બોલાવુ, કેમ બોલાવુ
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ડોલ મા બેસાડી એને નવડાવુ,
ચંપા ના ફૂલની વેણી ગુંથાવું. (2)
તો પણ આ ઢીંગલી મારી બોલતી નથી, બોલતી નથી.
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ઘંટી ને ઘુઘરો આપુ છું રમવા
સોનાના પાટલે બેસાડુ જમવા, (2)
તો પણ આ ઢીંગલી મારી ખાતી રે નથી, ખાતી રે નથી.
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ચાંદામામા તો આકાશે રમતા,
બાબાગાડીમાં ઢીંગલી બેન ફરતા, (2)
મારે પણ ઢીંગલી સાથે બોલવું નથી, બોલવું નથી
બોલવું નથી.. બોલવું નથી.. બોલવું નથી..
હ્મ્મ……હ્મ્મ…….., હ્મ્મ……હ્મ્મ……..
લા …..લા…… , લા …..લા……

Share what you loved...

આપો વીઝા રે – રઇશ મણિયાર

આજે ફરી એકવાર – રેડ રાસ (૩) માંથી આ માર્મિક ગીત..! કેટલાય ગુજરાતીઓની લાગણીઓને અહીં રઇશભાઇએ અક્ષરસ: વાચા આપી છે..!! :)

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

આપો વિઝા રે...

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રોટલો માંગે, કોઈ જગતમાં, કોઈ તો વળી, માંગે પીઝા રે
ગુજરાતી કે’, વેઠ કરીને, પેટ ભરીશું, આપો વીઝા રે

શક્તિથી હું, ભક્તિ કરું, માત ક્યારે, કળશ ઢોળે રે
એક દિવસ તો, જઈને પડું, હું લીબર્ટી-માના ખોળે રે
કેમ અમે રે આહીં પડ્યા, જઈ મહાસુખ માણે બીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

જર્સીના, ચોકમાં જોને, કેટલા બધા, પંખી ચણે રે
મા..માનું ઘર, કેટલે હજુ, દીવા બળે જો ને પણે રે
ઓલ્યા ઓબામા, મારા રે મામા, ઊંચકી લે! થઈ પગમાં ઈજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

મંગલ ફાઈલ, ખોલો દયામય, ખોલો ને વા’લા, જલદી ખોલો રે
હું ઘૂસું ને, મારી પાછળ, ખાનદાન આખું, કરે ફોલો રે!
ભાઈભત્રીજા, સાસુ સસરા, સાળા સાઢુ, બેન ને જીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

- રઇશ મણિયાર

Share what you loved...

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? – સુરેશ દલાલ

ગઇકાલે અમારા Bay Area ના ગુજરાતીઓને Munshi Trio અને તુષારભાઇ સાથે ‘મસ્તી અમસ્તી’માં ખૂબ જ મઝા આવી..! Unforgettable Experience..! અને આજે અમે તૈયાર છીએ – ગુજરાતી ગીતો-ગઝલોનો બારમાસી વૈભવ માણવા ..!! તો એની જ પૂર્વતૈયારી રૂપે તમને સંભળાવું – આ  મારું એકદમ ગમતું ગીત..!  અને એમાં પણ આ શબ્દો -

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?

અને એક નશા પર બીજો નશો ચડતો હોય એમ - સુરેશ દલાલના આ શબ્દો અને શ્યામલભાઇનો અવાજ..!!

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? ...!

સ્વર : શ્યામલ  મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ  મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?     આટલું બધું  o

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?      આટલું બધું  o

- સુરેશ દલાલ

Share what you loved...

સુખનું સરનામું – શ્યામલ મુનશી

ભાવનગરમાં યોજાયેલ ‘સ્વરસેતુ’ પ્રસ્તુત ‘ઉગ્યું વસંત પ્રભાત..’ કાર્યક્રમમાંથી આ એક ગીત..! અને નવાઇની વાત છે કે – સવારે ૬.૩૦ વાગ્યે ગુજરાતી કવિતા – સુગમ સંગીત માણવા મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ હાજર હતા..!! આ કમાલ છે આપણા સંગીતની – અને શ્યામલ-સૌમિલના સ્વરસેતુની..!! :)

અમારા San Francisco Bay Area – California ના ગુજરાતીઓને ખૂબ જલ્દી મોકો મળશે – મુનશી Trio અને તુષારભાઇને રૂબરૂ સાંભળવાનો.. Sept 21-22 ના દિવસોએ તમે અહીં પહોંચી શકતા હો તો આવી જાવ.. મઝા આવશે જ, ચોક્કસ!! અને હા – અહીં કેલિફોર્નિયા રહેતા તમારા પેલા મિત્રો સાથે ઘણા વખતથી વાત નથી થઇ ને? આજે જ એમને ફોન-ઇમેઇલ કરો – કેટલું સરસ બહાનું છે એમને યાદ કરવા માટેનું – અને એમને એક નહીં – બે મઝાની સાંજ ભેટમાં આપવાનું..!! :)

Click Here for the Details of the Bay Area – California programs of Munshi Trio & Tushar Shukla

સ્વર – શ્યામલ મુનશી
સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુનશી
રસદર્શન – તુષાર શુક્લ

સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.

સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?

ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !

કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.

Share what you loved...

તમે વાતો કરો તો….- સુરેશ દલાલ

આજે સપ્ટેમ્બ ૦૮મી એ આરતીબેનનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમણે ગાયેલું આ ‘હસ્તાક્ષર’ આલબ્મનું સુરેશ દલાલનું મઝાનું ગીત..!!

દૂરનું આકાશ મને મારું લાગે….

સ્વર – આરતી મુન્શી
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી
આલબ્મ – હસ્તાક્ષર (સુરેશ દલાલ)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

Posted previously on October 11, 2006 

થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે )

આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે;

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયુખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

—–

આજે કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ. આપણા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ. એમની બીજી રચનાઓ અહીં માણી શકશો.

ટહુકા પર : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ
લયસ્તરો
ડોસા-ડોસી
સિદ્ધાર્થમાંથી બુદ્ધ

Share what you loved...