લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
– નયન દેસાઈ
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
અદભૂત શેર …
Wonderful meanings which makes one in different world
Khubaj sunder
શુન્યતા ની સાંકળો વડે…સર્વે બંધાય છે…
બંધ…..ઓરડા….માં…મીત્રો….ક્સુંક…રંધાય છે..નરેન્દ્ર સોનિ
Nice sweet well sung song with good appropriate rhyme and rhythm.
….Thanks for the same.
ગમેી વ્હાલનો સાદ (વ્હાલ સાદ= વલસાડ) પફે પછી પ્રતીક્ષાની સોયા ભોંકાયાજ કરે ને.