|
|
કવિઃ સુરેશ દલાલ…..સ્વરકારઃ આશિત દેસાઈ……ગાયકઃ અનાર કઠિયારા

This text will be replaced
મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.
મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા જ કરંડિયાને સાપ તો ડસે, એ સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..
હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!
Share on Facebook
ત્રણ અલગ અલગ રાગમાં આ ગીત અહીં રજુ કરું છું, પણ મને આ ગીતનો ધીમો રાગ વધુ ગમે છે. ધીમો રાગ કદાચ આ ગીતમાં રહેલી એક પરણેલી સ્ત્રીની લાગણીઓ વધુ સારી રીતે ઉજાગર કરી શકે છે, એવું મને લાગે છે.

સ્વર : રેખા ત્રિવેદી ; સંગીત : ઉદય મઝુમદાર
This text will be replaced
સ્વર : અનાર કઠિયારા; સંગીત : અમર ભટ્ટ
This text will be replaced
સ્વર : કાજલ કેવલરામાની ; સંગીત : અમર ભટ્ટ
This text will be replaced
કુંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?
કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કુંચી આપો બાઇજી!
Share on Facebook
By Jayshree, on July 13th, 2006 in અનાર કઠિયારા , આરતી મુન્શી , ક્ષેમુ દિવેટીઆ , ગીત , ટહુકો , વસંત/ફાગણ/હોળી , શ્યામલ મુન્શી , સુરેશ દલાલ , સૌમિલ મુન્શી |
સ્વર : અનાર કઠિયારા, આરતી મુન્શી.
સ્વરાંકન : ઓરીગીનલ કંપોઝીશન - ક્ષેમુ દિવેટીઆ
આલ્બમ : હસ્તાક્ષર (શ્યામલ - સૌમિલ મુન્શી)
This text will be replaced
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
આવતા ને જાતા આ વરણાગી વારયાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
———-
સૌમિલભાઇએ જ્યારે હસ્તાક્ષરના દરેક આલ્બમમાંથી એક રચના ‘ટહુકા’ પર મૂકવાની પરવાનગી આપી, ત્યારે જે ખુશી થઇ એને શબ્દો આપવા મુશ્કેલ છે. કારણકે મારી સંગીતની દુનિયાની વાત થતી હોય, તો એ હસ્તાક્ષર વગર તો અધૂરી જ ગણાય. આજે ‘સુરેશ દલાલ’ના હસ્તાક્ષરમાંથી એક રચના મૂકવાનુ વિચાર્યું, ત્યારે ફરી એજ પ્રશ્ન, “બધા જ ગીતો જ્યારે masterpiece હોય, તો મારે કયું લેવું અને કયું ના લેવું ? ”
છેલ્લે ‘આંખ્યુંના આંજણમાં..’ પસંદ કર્યું, જેનુ એક કારણ અનાર કઠિયારા અને આરતી મુન્શીનો સ્વર. એટલી સરસ રીતે આ ગીત ગાયું છે, કે હિન્દી ફિલ્મોમાં બઉ ઓછા એવા ‘Female Duets’ યાદ આવી જાય. ‘મેરે મહેબૂબમેં ક્યા નહીં’, ‘મન ક્યું બેહકા’, ‘એ કાશ કિસી દિવાને કો’, ‘મોરે.. ઘર આયે સજનવા’ વગેરે મારા ઘણાં ગમતા ગીતો.
આશા છે કે ‘સુરેશ દલાલ ના હસ્તાક્ષર’માંથી પસંદ કરેલું આ ગીત તમને પણ ગમશે.
Share on Facebook
|
|
આપના અભિપ્રાયો: