મનના મેવાડમાં એક રાણો વસે છે – સુરેશ દલાલ

પહેલા મૂકેલું આ કૃષ્ણ-મીરા ગીત મને ખૂબજ ગમતું આજે હેમા દેસાઇનાં સ્વર માં સાંભળીએ….

MEERA

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઈ

(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – દેવાંગ ખારોડ)

Previously posted on 08 September, 2007

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સ્વર – અનાર કઠિયારા
સંગીત – આશિત દેસાઈ

મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.

મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા જ કરંડિયાને સાપ તો ડસે, એ સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..

હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!

– સુરેશ દલાલ

15 replies on “મનના મેવાડમાં એક રાણો વસે છે – સુરેશ દલાલ”

  1. I was enjoying a beautiful bhajan with classical touch from the soft voice of Anar Kathiara. But suddenly it stopped in the middle and I was awake from a day dream. Why so? Though I did enjoy the same bhajan in the sweet voice of Hema Desai. Enjoyed beautiful bhajan by our own Suresh Dalal (now Late). Hope to hear more of such beautiful bhajans.

  2. Sureshbhai has never left us without his immortal poetry like this Meera and her “Rano” in reincarnated form. Simply immortal:both Meerabai and સુ.દ.!!

    Vallabhdas Raichura

    North Potomac:
    November 4, 2012.

  3. આ ગીતની સ્વર રચનામાં એક સારી નાખતી ઉદાસી છે. અનાર કઠિયારાનો અવાજ આ ગીતની વેધકતા ઉજાગર કરે છે. અનાર કઠિયારાના અન્ય ગીતો મૂકો ને ! અનાર મારી પ્રિય ગાયિકા છે. ભગવતીકુમાર શર્માનું ગીત – મારા રુદિયે બે મંજીરા…. આ સાઈટ પર નથી.

  4. બ્વ સરસ્ અનાર નો અવાજ અને આશિત ભૈ નુો ક્મ્પોસિશન . ધન્યવાદ્

  5. this can be only be prepared by Mr. Ashit Desai ; and possibly after long time i listend this kind of voice ;!!!!

  6. This song first listened on GIRNAR channel…in Saudi Arebia…before 2 months…it was brodcasted as per 01.00 AM IST…while first alap i phoned to my many friends for this to view…
    It was superbly touched me by vioce of ANAR & definetelly ASHITBHAI’s composition…

    I believe this is one of the best GUJARATI SUGAM GEET…

    Requested to give access for video/audio album …

  7. એકબીજાના શુદ્ધ પ્રેમમાં ડૂબેલા બે જણ જ્યારે મિલન શક્ય નથી એ જાણે ત્યારે શું કરે? આપણને અલગ અલગ જવાબ મળે – એ બન્ને વાસ્તવિકતાને સ્વીકારી લે, અથવા એકબીજાના હાથ પકડી અનન્તમાં ઝંપલાવી દે અથવા નફ્ફટ બનીને રહે અથવા ….આ બધા options કરતાં પ્રસ્તુત કાવ્યમાં એક અલગ ઉપાયનો નિર્દેશ થયેલો છે.

    મીરાંબાઈનાં લગ્ન મેવાડના રાણા સાથે થયાં હતાં, છતાં મીરાં શ્યામઘેલી બની જાય છે . સમાજે જ્યાં પરણાવ્યા તેને છોડીને મીરાં મોહનને પરણે છે એ ત્યારના લોકોને પણ માન્ય થયું એનું એક કારણ કદાચ કવિ એમ કહે છે કે બુદ્ધિવાનનું આવું વર્તન અક્ષમ્ય ગણાય પણ મીરાં તો પાગલ છે, મીરાંનું મોહન પ્રત્યેનું પાગલપન સમાજ સ્વીકારે છે ! અને આપણા આ ઊર્મિગીતની નાયિકાને પણ મીરાંના પાગલપનમાંથી જ આશ્વાશન મળે છે ! સમાજને જે માન્ય નથી એવો પ્રેમ એ કરી તો બેઠી, પણ પોતાના મનના મેવાડમાં જ્યાં રાણાની આણ વર્તાતી હોય ત્યાં એ રાણાને ઉપાડીને પોતાના સાંવરિયાને કેવી રીતે મૂકવો ? ત્યારે એ ઘેલી વિચારે છે કે મારા આ લોકોત્તર પ્રેમને સમાજ ત્યારે જ સ્વીકારશે જો મને મીરાંનું પાગલપન મળે!! પાગલને સમાજ પછી રંજાડતો નથી અને પાગલ પોતાના મનના માનેલાને પણ ભજી શકે છે ! પાગલ બનીને એ ઘેલી આ દુનિયાને છોડી શકે અને સાથે સાથે દુનિયામાં રહી પણ શકે એવું વૈરાગન મેળવવાની ઝંખના કરે છે .

  8. EXCELLENT, CLASSIC COMPOSITION WITH TOUCH OF CLASSINCAL SINGING. ANAR’S VOICE AND WAY OF SINGING IS VERY CLASSY. AT LAST THANKS GOES TO JAYSHREEBEN FOR PROVIDING US WITH THIS UNIQUE COMPOSITION.

  9. DEAR JAISHREE,

    I WOULD LIKE TO PUT SOME OF THE SONGS – BHAJANS IN TULSIDAL.
    THE SINGER “ANAR KATHIYARA” HAS BEAUTIFUL VOICE AND ASHITBHAI DID A GREAT COMPOSITION.
    WE ARE PROUDE OF YOUR WORK.

    GEETA AND RAJENDRA

    • ાા અનારના અવાજ્મા ગિત અધુરુ ચે – song sung by Anar Kathiyara is incomplete…..if possible kindly upload the entire song. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *