Category Archives: Video

Video શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

Ave Maria
हे शिवशंकर हे करुनाकर परमानन्द महेश्वर
અમેરિકન-ગુજરાતી કવિઓ : પ્રો. મધુસૂદન કાપડિયા
આંબે આવ્યા મ્હોર ! - ડો. દિનેશ ઓ. શાહ
આટાપાટા અમદાવાદ... - ચીનુ મોદી
આપણા મલકના માયાળુ માનવી.....
કમાલ નોખા છે - વિવેક મનહર ટેલર (Happy 7th Birthday to vmtailor.com)
કવિ - ગઝલકાર રઇશ મનીઆર અમેરિકાની મુલાકાતે...
કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)
કુંજ કુંજ તું ગુંજે ભમરા - ઉમાશંકર જોષી
ગુર્જરી વ્યવહાર શોધું છું - અદમ ટંકારવી
ચાલો પછી તો આપણે મળશું ફરી કદી - હિમાંશુ ભટ્ટ
ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ - મુકુલ ચોકસી
જીત્યું હમેશા ગુજરાત... - મનિષ ભટ્ટ
જુઑ ફરી પાછા હસતાં થઇ ગયા..... - મુકુલ ચોક્સી
ઝરણું રમતું રમતું આવે - ઉમાશંકર જોષી
ટેવ છે - મુકેશ જોષી
પરવરદિગાર દે - મરીઝ
પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે....
બે ઘડી વાતો કરી ... - કૃષ્ણ દવે
ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર... - અવિનાશ વ્યાસ
મને ડેન્ચર આપો તો કૈંક બોલું - અનિલ જોશી
મને રેતીમાંથી રતન જડ્યા - ડો. દિનેશ શાહ
રક્ષાબંધન Special - જાહલની ચિઠ્ઠી
રહેવા દે - હિતેન આનંદપરા
વાલમનો બોલ - અનિલ જોષી
વ્હાલા ભારતના જુદાં જુદાં રંગો.... નવરસ
શેષ ઝળહળ મશાલ - રાજેન્દ્ર શુક્લ
શ્રી જગજીતસિંગ ને શ્રધ્ધાંજલી : લાગી રામ ભજનની લગની - વેણીભાઇ પુરોહિત
સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ
સ્હેજ પણ સહેલું નથી -પ્રજ્ઞા વશી
H हम करें राष्ट आराधन
Happy Birthday to ... વ્હાલા કવિ શ્રી અનિલ જોશી
Happy Holi..
He needs it! and He needs it Now!!
I am registered. Are you ?
Rocking around the Christmas Tree ...

કમાલ નોખા છે – વિવેક મનહર ટેલર (Happy 7th Birthday to vmtailor.com)

December 29th, 2012 – એટલે દિલોજાન મિત્ર વિવેક ટેલરની વેબસાઇટ – ‘શબ્દો છે શ્વાસ મારા’ ની સાતમી વર્ષગાંઠ..!! આ વેબસાઇટે વિવેકને સાત વર્ષમાં શું આપ્યું એ તો તમે એની સાઇટ પર, એના જ શબ્દોમાં વાંચી લેજો..! પરંતુ એની આ કમાલની કલમ થકી આપણને જે મળ્યું – એ તો એને કયા શબ્દોમાં કહીએ?

YouTube Preview Image

બધાના તારા વિશેના ખયાલ નોખા છે.
જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે.

આ દર્દની પળેપળના દલાલ નોખા છે,
અમારા ગીત-ગઝલના કમાલ નોખા છે.

તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૧૦)

Share what you loved...

સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ…૨૭મી નવેમ્બરે…આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!

સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ (ગુજરાતી સાહિત્ય અકાદમી)
પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી
YouTube Preview Image

(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:

1. આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ 

2. હાં રે અમે ગ્યાતાં – રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખની અન્ય કવિતા ટહુકો પર અહીં જુઓ રમેશ પારેખ 

Share what you loved...

ટેવ છે – મુકેશ જોષી

આજે આલાપ દેસાઇનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ એકદમ મઝાનું એક ગીત….!!

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

YouTube Preview Image

ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે
ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે

નામ ઇશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઇને?
પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે

ઓ મદારી દૂધ શાને પાય છે તું નાગને?
તું મલાઇ આપશે તો માણસો પણ ડોલશે

- મુકેશ જોષી

Share what you loved...

રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

YouTube Preview Image

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

- હિતેન આનંદપરા

Share what you loved...

Happy Birthday to … વ્હાલા કવિ શ્રી અનિલ જોશી

કવિ શ્રી અનિલ જોશીને આજે એમનાં જન્મદિવસ પર ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ… મારા અને તમારા તરફથી…!  અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!

YouTube Preview Image

(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:

1. બરફનાં પંખી – અનિલ જોશી

2. સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

3.  સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી 

Share what you loved...