ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ગરબા


ગરબા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ક્ષેમુ દિવેટીઆ' સ્પેશિયલ 3 : દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી
આપણા મલકના માયાળુ માનવી.....
આભને ઝરૂખે.. - ભરત વૈદ્ય
આભલામાં ઘૂમે આખું આભ રે... - મહેશ સોલંકી
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ...
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા...
ગરબે રમવાના થયા ઓરતા રે.. - દિલીપ જોશી
ગરબો, આવ્યો રે રમતો રમતો...
ગોકુળ .... ( નોન સ્ટોપ રાસ ગરબા.. )
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો...
જય જય અંબા ભવાની...
જય જય બોલો આનંદે અંબે માતની રે
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
ટહુકો - હેમંત ચૌહાણ
તારા વિના શ્યામ મને એકલડું લાગે.... - રિષભ Group
તાલીઓના તાલે - અવિનાશ વ્યાસ
દાંડી પડે ને ઢોલ બોલે સે… - અવિનાશ વ્યાસ
દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે - પિનાકીન શાહ
નોન-સ્ટોપ ગરબા
પૂનમની પ્યારી પ્યારી રાત...
બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં - અવિનાશ વ્યાસ
બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
મણિયારો તે હાલુ હાલુ - અવિનાશ વ્યાસ
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે...
માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય - અવિનાશ વ્યાસ
માત ઉમિયાની રૂડી પધરામણી... - રાજેન્દ્ર ગઢવી
મારી કાચી કાયા કેરા કુંભે - રવિ ઉપાધ્યાય
મુને એકલી જાણીને ક્હાને છેડી રે....
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો...
રાધા ગોવાલડીના ઘર પછવાડે
રિધ્ધિ દે સિધ્ધિ દે...
રિષભ Group ના ગરબાઓ...
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
રેશમિયા લૂગડામાં જઇને ડામર ગોળી મૂકી દે...
વાંસળીથી વિખૂટો થઇને આ સૂર
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ ... - દયારામ
શમણાંઓ પહેરીને ઉભા હોય દહાડા, રજની નવડાવે હુંફાળા હેતે....
શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે.. - રિષભ Group
સાથીયા પુરાવો દ્વારે ......
સૈયર મારો સાહ્યબો રીસાયો સારી સાંજ - મેઘલતા મહેતા
સૈયર હાલો ને જઇએ આજ ગરબે ઘૂમવાને
સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ
હું ક્યાંથી પાણી ભરું.... અને... રૂમાલ મારો રંગદાર છે........
હે....રંગલો - અવિનાશ વ્યાસ
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
Non-Stop ગરબા... 2
Non-stop Garba



આપણા મલકના માયાળુ માનવી…..

સ્વર - પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત - ?
ગુજરાતી ફીલમ - આપણા મલકના માયાળુ માનવી

YouTube Preview Image

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

સ્વર - પ્રફુલ દવે
સંગીત અરેન્જમન્ટ - બ્રિજરાજ જોષી
આલ્બમ - ગીત ગુંજન

This text will be replaced

હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

(શબ્દો મટે આભાર - પ્રીત નાં ગીત)

એક વર્ષ પહેલા : રસિયો ફાગણ આયો !

બે વર્ષ પહેલા : - ની ઉક્તિ - જગદીશ જોષી

ત્રણ વર્ષ પહેલા : H ये कौन चित्रकार है....

માત ઉમિયાની રૂડી પધરામણી… - રાજેન્દ્ર ગઢવી

ઉંઝામાં અત્યારે કડવા પાટીદાર સમાજનું વૈશ્વિક સંમેલન યોજાઇ રહ્યું છે, ત્યારે આપણે પણ ઘરબેઠા આ ઉમિયા માતાનો ગરબો સાંભળી લઇએ…!

સંગીત - મેહુલ સુરતી

કવિઃ રાજેન્દ્ર ગઢવી
ગાયિકાઃ ગાર્ગી વોરા
પાર્શ્વગાયનઃરુપાંગ ખાનસાહેબ,આશિષ શાહ અને M.S.UNIVERSIY BARODA સ્વરવૃંદ

This text will be replaced

હાલો… હાલો… હાલો… હાલો…
હાલો… હાલો… હાલો… હાલો…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…
ચાંચરના ચોકમાં વધામણી
હે માત ઉમિયાની રૂડી પધરામણી

રૂમઝુમ રથડે, ઘૂઘરા ઘમરાકરે
કરમાં ત્રિશુળ માના મુખડે ખમકાર
થોક થોક લોક ગાયે માનો જયકાર
માનો ખમકાર.. માનો જયજયકાર…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…

શિવજીને મન વસે, ઋષભની અસવાર
ઉમિયાને મન કરવા પાટીદાર
રાખજો અખંડ હેત અમ પર અપાર
રાખો અપરંપાર… માનો જયજયકાર…

હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…

એક વર્ષ પહેલા : ઝેર તો પીધાં જાણી જાણી - મીરાંબાઇ

બે વર્ષ પહેલા : ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં - કમલેશ સોનાવાલા

ત્રણ વર્ષ પહેલા : તને ગમે તે મને ગમે - વિનોદ જોષી

પૂનમની પ્યારી પ્યારી રાત…

સૌને અમારા તરફથી શરદપૂનમની અમિત શુભેચ્છાઓ…!! અને હા, દૂધ-પૌઆની મઝા લેવાનું ન ભૂલતા..! શરદપૂનમની ચાંદનીમાં દૂધ-પૌઆ જેટલી મીઠાશ બીજી કોઇ મીઠાઇમાં પણ નહીં મળે..! :)

હે શરદ પૂનમની રાતડી જ રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે મળી રમવા કારણ રાસ

સ્વર: ઉષા મંગેશકર
સંગીત: સી.અર્જુન

(Picture : Mayapur Katha)

This text will be replaced

હો.. પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

ચમકે છે નભમાં જેટલાં તારા, સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ન આજે પ્રભાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

જાગી છે પ્રિત્ત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું, સાજન છે કોઇનાં સંગમાં
મને કરવા દોને થોડી વાર, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

એક વર્ષ પહેલા : હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

બે વર્ષ પહેલા : ચાંદ થોડો ચાંદ જેવો લાગશે ! - અદી મિર્ઝા

ત્રણ વર્ષ પહેલા : ગઝલ - બેદાર લાજપુરી

રિધ્ધિ દે સિધ્ધિ દે…

આજે સાંભળીયે માતાજીની આ સ્તુતિ..!

સ્વર - સંગીત : આશિત દેસાઇ

This text will be replaced

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે,
વંશમે વૃધ્ધિ દે મા ભવાની !

હ્રદયમેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે,
અભય વરદાન દે શંભુરાની ;

દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર
આશા સંપૂર્ણ કર, દાસ જાણી ;

સજ્જન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે,
જગતમેં જીત દે મા ભવાની !

————–

અને હા.. નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ગરબા ના સંભળાવું તો તમને ખોટું લાગશે? :) ચલો, મારે જોખમ નથી લેવું..! આજે સાંભળો અમિતની ખાસ ફરમાઇશ પર - ફાલ્ગુની પાઠકના નોન-સ્ટોપ ગરબા..!

This text will be replaced

એક વર્ષ પહેલા : ગઝલ ગઇકાલની અને આજની - રઇશ મનીઆર

બે વર્ષ પહેલા : મકાન છે - ગૌરાંગ ઠાકર

ત્રણ વર્ષ પહેલા : સૃષ્ટિ છે એક કોયડો - રમેશ પારેખ, ગોકુળ .... ( નોન સ્ટોપ રાસ ગરબા.. )

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો…

સ્વર : હેમા દેસાઇ

This text will be replaced

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો,
મા ! તારો સોના રૂપાનો બાજોઠિયો.
શંખલપૂરની શેરીઓ રે માં અંબામાને કાજ જો
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

પહેલી તે પોળમાં પેસતાં રે માં કુંભારાના હાટ જો,
કુંભારો લાવે રૂડો ગરબો રે, માં અંબામાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

બીજી તે પોળમાં પેસતા રે માં દરજીડાના હાટ જો,
દરજીડો લાવે રૂડી ચૂંદડી રે, માં અંબામાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

ત્રીજી તે પોળમાં પેસતાં રે, માં સુથારાના હાટ જો,
સુથારો લાવે રૂડો બાજોઠ રે, માં અંબિકાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

ચોથી તે પોળમાં પેસતા રે, માં મોચીડાના હાટ જો,
મોચીડો લાવે રૂડી મોજડીયું, માં અંબિકાને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ…

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠિયો,
મા ! તારો સોના રૂપાનો બાજોઠિયો.

એક વર્ષ પહેલા : જેવી તેવી વાત નથી - સંદીપ ભાટિયા

બે વર્ષ પહેલા : પાંદડી તે પી પીને કેટલું રે પીશે - જગદીશ જોષી

ત્રણ વર્ષ પહેલા : મેંદી તે વાવી માળવે ને....