શબ્દો: ખેવના દેસાઈ
સ્વરાંકન: વિજલ પટેલ
સ્વરાંગી વૃંદના કલાકારો: વિજલ પટેલ, ખેવના દેસાઈ, રીની ભગત, એકતા દેસાઈ, સુષ્મા ભગત, કીર્તિદા રાંભિયા, મેધા ઝવેરી, સ્વાતિ વોરા, દક્ષા દેસાઈ, પારૈલ પુરોહિત, અર્મી શાહ, બાગેશ્રી પ્રણામી કામિની શાહ, વિરાલી દેસાઈ, ઉર્વી મહેતા
નિવેદન- ખેવના દેસાઈ
હાર્મોનિયમ- વિજલ પટેલ
તબલા- અંકિત સંઘવી
વિડીયો એડિટિંગ- સ્વરાંગી પટેલ, સમીર પટેલ
ગગન ગોખેથી આજ ઉતરતી માત
કંકુને છાંટણે રંગાયું પરભાત
ગગન ગોખેથી આજ ઉતરતી માત
નવલી નવરાત આવી નવરાત….
આકાશી કોડિયું ને સૂરજની વાટ લઈ
આરતથી આરતી ઉતારે બ્રહ્માંડ
રમણે ચઢ્યું છે હૈયું લઈ અશ્વો સાત
કંકુને છાંટણે રંગાયું પરભાત
ગગન ગોખેથી આજ ઉતરતી માત
નવલી નવરાત આવી નવરાત….
મનને મંદિરિયે થઈ ઘંટારવ આવ
ઊનારે આયખામાં ચાંદની પ્રસરાવ
નેહ ભર્યા નેણ માડી જન્મારા તારે સાત
કંકુને છાંટણે રંગાયું પરભાત
ગગન ગોખેથી આજ ઉતરતી માત
નવલી નવરાત આવી નવરાત….
અવની પર ઊતરીને અજવાળું કરજે
કોરી આંખોમાં તું વ્હાલ થઈ નિતરજે
રજ તારા રથની છે મારી મોટી મિરાત
કંકુને છાંટણે રંગાયું પરભાત
ગગન ગોખેથી આજ ઉતરતી માત
નવલી નવરાત આવી નવરાત….
– ખેવના દેસાઈ
બેઠા ગરબા ની શ્રેણી ને વધાવી લેવા અને ટહુકો પર share કરવા બદ્દલ ટહુકો team અને જયશ્રી ભક્ત નો ખુબ ખુબ આભાર