આ સમગ્ર સૃષ્ટિ માતાજીનું એક અલૌકિક મંદિર છે અને આ મંદિરમાં રમાઈ રહ્યો છે એક મહારાસ
કે જ્યાં અણુથી લઈને આકાશગંગા સુધી બધાં જ ઘૂમી રહ્યાં છે ગરબે…
“Garbe Ghoome”
A StudioGarage Entertainment work
(Atmiya Thakkar)
Music : Kedar Upadhyay & Bhargav Purohit
Vocals : Vrattini Ghadge, Ishani Dave, Aditya Gadhvi, Jigardan Gadhavi & Shri Praful Dave
Lyrics : Milind Gadhavi
*
જૂના જમાનાના એકના એક ગરબાઓની ભીડથી અલગ તરી આવે એવો એક તરોતાજા અક્ષુણ્ણ ગરબો, આજની પેઢીના કવિની કસાયેલી કલમે અને આજના કલાકારોએ કરેલી અફલાતૂન જમાવટ…
.
( આ ગરબાનું વિડિયો version તમને youtube પર મળશે – અને એની એક નાનકડી ઝલક – આ રહી)
https://youtu.be/oqIxq4Vwt9Y
અજવાળાં ઉર અવતરે, (અને) રંજાડે નય રાત
આશિષ એવા આપજે, (મારી) માયાળુ અંબે માત
ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ
માતાજી તારા મંદિરમાં
નમે નમે ચૌદે ભરમાંડ
માતાજી તારા મંદિરમાં
દખ્ખણ દેશેથી વાયરાઓ વાશે
તારલીયા તારી આરતી ગાશે
વાગે વાગે અખંડ ઝાલર આજ
માતાજી તારા મંદિરમાં
તારા ચરણે વસે છે ત્રીલોકા
આભલાંમાં અનંત અવલોકા
પગલે પગલે ઉગે રે પરભાત
માતાજી તારા મંદિરમાં
Nice Garbo. Thanks.
Nice to hear the latest Garbaa music.
વાહ, superb
સુંદર, ભક્તિભાવ સભર, ચિત્તમાં મહાન સર્જકની અદભુત લીલાનો નવી ભાતનો ગરબો.
માતાજીના આ મંદિરમાં બ્રહ્માંડનો ગરબો લય, તાલ અને સંગીતની રમઝટ બોલાવે છે,
મન થનગનવા લાગે છે…ઢાળ પર ઢળી જવાય છે, તન-મન થિરકીને રાસ લેવા લાગે છે,
માતાનાં મંદિરમાં લળીને ઝૂકતાં સાક્ષાત દંડવત નમસ્કાર થઇ જાય છે. હૃદયમાં અકળ
અને અકથ્ય ભાવ જગાવતા આ ગરબે દરેક જીવ ઘૂમી રહ્યો છે, અવશ પણે! સાદ્યંત
નમસ્કાર, પ્રણામ, વંદન. હર્ષદ દવે.
ભલે પધાર્યા માત! સો સો પ્રણામ.
ખુબ જ સરસ માતાજી નો ગરબો સુંદર શબ્દો, સુંદર સ્વર
યોગ્ય સમયે પોસ્ટ કરવા બદલ આભાર જયશ્રીબેન