નભમાં નવલખ તારલિયાને – વેણીભાઇ પુરોહિત

રાતના આભનો એક એક તારો માતાના પગલાંની છાપ હોય અને દિવસે સૂરજ એક વિશાળ આકાશના કોડિયે દીવડો થઈ ઝળહળતો હોય એવા માતાના દરબારમાં આજે અમારી પ્રસ્તુતિ.

કવિ – વેણીભાઇ પુરોહિત
સ્વરકાર- રવિન નાયક

સ્વરાંગી વૃંદનાં કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, સુષ્મા ભગત,એકતા દેસાઈ, રીની ભગત,કિર્તીદા રાંભિયા, કામિની શાહ, વિરાલી દેસાઈ, મેધા ઝવેરી, દત્તા દેસાઈ
તોરલ શાહ, પારુલ પુરોહિત, નયના પંડ્યા, દક્ષા દેસાઈ, જીગૃક્ષા દવે, ઉર્વી મહેતા,

નિવેદન – ખેવના દેસાઈ
સંગીત સંચાલન અને હાર્મોનિયમ સંગત – વિજલ પટેલ
તબલા – રક્ષાનંદ પાંચાલ
વિડિયોગ્રાફી – સ્વરાંગી પટેલ, રાહી પટેલ, ધ્વન ભગત

નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર
દીવડા લઈને રાતડી કંઈ…
રમવા આવી બહાર કે રાતડી
રમવા આવી બહાર કે નવલખ દીવડાનો દરબાર….
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….

ઊંચે આભ ગહનને અદ્ભૂત વ્યાપક વિશ્વ વિરાટ,
નીચે ધરતી પર નયનોનાં દીપકનો કલકાટ,
અનોખી જ્યોતિર્મય વણઝાર
અનોખી જ્યોતિર્મય વણઝાર
અનોખી જ્યોતિર્મય વણઝાર કે
ઝગમગ દીવડાનો દરબાર કે ઝગમગ દીવડાનો દરબાર…
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….

ગોખે ગોખે ઘર ઘરમાં ને મંદિરમાં મલકંત,
પ્રાણ પ્રાણમાં સ્વયં પ્રકાશિત પ્રકાશનાં
ભગવંત,
અલૌકિક ચેતનનાં ચમકાર
અલૌકિક ચેતનનાં ચમકાર
અલૌકિક ચેતનનાં ચમકાર કે
ઝગમગ દીવડાનો દરબાર કે ઝગમગ દીવડાનો દરબાર…
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….
– વેણીભાઇ પુરોહિત

One reply

  1. ટહુકો તો હંમેશા ઉત્તમ…love much…અદ્ભુત પીરસે, જયશ્રીબેનના પ્રદાનને, સાહિત્ય-સંગીતના પ્રેમને અને સાહીત્યધર્મને સલામ…સલામ…વું તો મોહ્યા જ કરું..સમય ઓછો મળે એટલે મૂક શ્રોતા અને વાચક છું…ક્ષમા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *