પ્રસ્તાવના : ચિંતન નાયક
ધોમ ધખતા ગ્રીષ્મ વચાળે પણ મળવાનું મન થાય એવો રંગીલો ગુલમ્હોર ખિલ્યો છે. અને મનમાં, મળવાનો ઊમળકો એટલો તો ઉભરાય છે, કે ગુલમ્હોરની એકાદ ડાળખી તો નહીં, એકાદ શેરીયે નહીં… પણ આખું ગામ ભરાય એમ ફૂટ્યા છે લાલમલાલ ફૂવારા…
એવા ગુલમ્હોરને ગામ મળીશુ એવો અદમ્ય વિશ્વાસ પ્રેમીના અંતરમાં અકબંધ છે.
વારેવારે ખોવાવું ને વળીવળીને મળવું, એની એક આગવી મજા છે. જો થોડીથોડી વારે એકબીજાથી જરા દુર ન થવાય, વિરહની સદિઓ સમી લાગતી જરા અમથી પળ પણ અનુભવવા ન મળે, તો એવા મળવામાં મજા પણ શી? અને મળીયે ત્યારે ટીપુ કે સરોવર કે દરિયો ભરીએ એમ નહીં, પણ આંખ ભરીને મળવું… હૈયામાં હૈયુ એક કરી ઓગળવું…
સ્વર : પરેશ નાયક, માલિની પંડિત નાયક
સ્વરાંકન : પરેશ નાયક
(ગુલમહોર ને ગામ………. Photo: ksklein)
.
ગુલમહોર ને ગામ આપણ મળવાનાં
હવે હોવું રાધા-શ્યામ આપણે ઝળહળવાનાં…
રંગ-ગુલાલી પગલાં વીણતાં ખોવાવું ને જડવું
સખી, શાને પળમાં મળવું ને પળમાં ટળવળવું?
હવે ભીંજે આખું ગામ એટલું ઝરમરવાનાં
શ્યામલ સાળુ અવની ઓઢે, આંખ ભરીને મળવું
કાંઠાનાં બંધનને ભૂલી એક થઇ ઓગળવું
હવે તટના છૂટ્યા નામ, વહેણની વચ મળવાનાં
– તુષાર શુક્લ
aa geet naynesh jani ane nigam upadhyay e pan alag swarankan ma gayu chhe e pan khoob karnapriy ane geet na mijaj ne anurup raju thaya chhe jo male to aaswad karavsho thanks
I like this song veryyyyyy much…I jst love to listen Malini aunt’s voice wid close eyes and it feel like…..aha!!!
ખુબ જ સુન્દર ગીત હતુ…..મજા આવી ગઈ……
વાહ મસ્ત મસ્ત———-
વાહ મસ્ત ગીત છે જાણે મારુ જ…
ગુલમહોર ને ગામ આપણ મળવાનાં
હવે હોવું રાધા-શ્યામ આપણે ઝળહળવાનાં…
વાહ, ગુલમ્હોર ને ગામ મળવુ, ગામ ભિન્જે એમ ઝરમરવુ, ઓગળવુ, ……..ને તટના નામનુ વચ્હુટવુ…..
વાહ!
તુષારભાઈનું સુંદર ભાવસભર ગેીત અને એવુજ બળકટ, આનંદસભર કમ્પોઝિશન…
જયશ્રેીબેનને અભિનંદન…
હિમાંશુ પ્રેમ
વાહ અતિ સુંદર! ક્યા બાત હૈ!
સાંભળીને મન ગુલમહોર ની જેમ ખીલી ઉઠ્યું!
થેક્સ
તમ્ને કેહવના સાબ્દો ખ્યુતે
થન્ક્સ તામરા થિ આ દરોહર જલ્વાય
Nice song, Nice music and nice voice
Also nice photo of Gulmohar
Enjoyed very much.
Sheela
અતી સુન્દર. આભાર જયશ્રેી. કલ્પનાનો કેકારવ અને શબ્દનો વૈભવ બન્નેનુ સન્લગ્ન! વાહ તુશાર ભાઈ.
ગુલમહોર ને ગામ આપણ મળવાનાં
હવે હોવું રાધા-શ્યામ આપણે ઝળહળવાનાં…
આ ગીત જાણે નિજ હ્દય માથી વહેતુ હોઇ તેટલુ આત્મિય લાગ્યુ..ખુબજ સરસ ..
વધારે શ કહેવુ તને ?
અતિ સુન્દર ! ! !
ઊનાલાનિ થન્દક તારા શબ્દો મા લાગિ હો ! ! !
સરસ ગિત.
ગુલમોહોરની છાયામા પ્રેમ પાંગરે અને બે જીવ ઍકરૂપ થઈ ઓગળી જાય !
સુંદર કાવ્ય.
મસ્ત ગેીત
mast geet che. thanks
સુન્દર ગિત
કહેતી હોય તો આપણે બન્ને રમીયે ખોટુ ખોટુ
તું ઊભે ગુલમ્હોર નીચે ને હું પાડી લઊં ફોટુ…
આ કવિતા મળે તો પ્લીઝ મુકસો?
નિતાન્ત સુન્દર અનેરેી રચના.મઝા આવેી ગઈ.
હવે ભીંજે આખું ગામ એટલું ઝરમરવાનાં…..વાહ..
.
બરાબર સમય ને અનુરૂપ ગીત અને સરસ તસ્વીર..કે જે ટહુકા ની વિષેશતા છે