નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું
અમે રે રેતદાર રમનાર જણ પાછું અમે માંગ્યું
અનાગત શબ્દનો એકાદ કંપનની જ લીલા છે
ગઝલના રૂપમાં તારું સ્મરણ પાછું અમે માંગ્યું
દિશાઓ ધૂંધળી ચોપાસ ધુમ્મસનો હતો દરિયો
અદીઠાં ઝાંઝવા માંગ્યા, હરણ પાછું અમે માંગ્યું
પવનની જેમ ઊડી આવતી આ સાંજની પીડા
વિહગની જેમ ટહુકાનું વલણ પાછું અમે માંગ્યું
અહિ અસ્તિત્વનો પર્યાય કેવળ એક પરપોટો
કદી ઝાકળ સ્વરૂપે અવતરણ પાછું અમે માંગ્યું
– ગોપાલ શાસ્ત્રી
———-
ડૉ. ગોપાલ શાસ્ત્રીનું એક ગીત પહેલા મુક્યું હતું… અમને ખબર નઇ.!!. આ પહેલા પણ ગીત સાંભળ્યું હોય તો ફરી એકવાર સાંભળવાનો મોકો લઇ લો. મસ્ત મઝાનું ગીત છે.. 🙂
@ ડો વિવેક – એટલે બાકીનું બધું સમજાય છે એમ કહેવા માગો છો ?
મને ગર્વ છે કે આ સાહેબ અમારા ક્લાસટીચર હતા…
nice poem
કમેન્ટ્સ વાચવાનિ ય મજા પડે. એ સાથે નવિ દ્રશ્ટિ પણ મળે.
પવનની જેમ ઊડી આવતી આ સાંજની પીડા
વિહગની જેમ ટહુકાનું વલણ પાછું અમે માંગ્યું…સુન્દર ગઝલ..
સુંદર રચના
પવનની જેમ ઊડી આવતી આ સાંજની પીડા
વિહગની જેમ ટહુકાનું વલણ પાછું અમે માંગ્યું
બધા જ શેર વાંચવાની મજા પડી
ગોપાલભાઈની રચનાઓ સરસ હોય છે – અમિત ત્રિવેદી
સરસ રચના…
પવનની જેમ ઊડી આવતી આ સાંજની પીડા
વિહગની જેમ ટહુકાનું વલણ પાછું અમે માંગ્યું
સરસ કાવ્ય છે.
સુંદર રચના…
અનાગત શબ્દનો એકાદ કંપનની જ લીલા છે
– આ વાક્યમાં કશી ગડ ન પડી.. કોઈ સમજાવી શક્શે?
અનાગત શબ્દનો એકાદ કંપનની જ લીલા છે
ગઝલના રૂપમાં તારું સ્મરણ પાછું અમે માંગ્યું
NiCe..
વાહ….
સુંદર વાત કરી શાસ્ત્રીજીએ,
અસ્તિત્વનો પર્યાય એક પરપોટો અને ઝાકળ સ્વરૂપે અવતરણ પાછું માગવાની વાત સ્પર્શી ગઈ…
આભાર જયશ્રીબેન.