અમોને નજરું લાગી ! – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું આ મસ્તીભર્યું ગીત – સુરીલા સ્વર સંગીત સાથે ફરી એકવાર… આશા છે કે આપને ગમશે.

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : આશિત દેસાઇ

najaru laagi

.

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !
—————–
અને આ ગીત સાથે વંચિત કુકમાવાલાનું આ મસ્તીભર્યું ગીત પણ સાંભળવા જેવું છે.
તને નજરું લાગી છે મારા નામની !

28 replies on “અમોને નજરું લાગી ! – હરીન્દ્ર દવે”

  1. અતિ સુન્દેર ,વરન્વર સમ્ભર્વનિ ઇચ્હ થૈ તેવુ ગેીત્, …………! ભુપેન્દ્ર માનેક્

  2. બહુ જ મસ્ત ગિ છે . અને ખૂબ જ એસ સરસ વેબસાઇટ

  3. DABE HATHE ORU KANSAR…. NISAJI NA SWRMA 6E. GNA TIME THI NATHI SAMBHDYU TO MUKVA VINANTI… DHATRI NIPUN MANKAD.. BHUJ

  4. Gaganvasi Dhara Par Be Ghadi Shwaso Bhari To Jo…
    Jeevandata Jeevan Kero Anubhav Tu Kari To Jo..
    Sadaye Shesh Shaiya Par-Shayan Karnaar O Bhagwan..
    Fakat Ek Vaar Kaanta Ni Pathari Pathri To Jo.

  5. જેટલી વાર આ ગીત સામ્ભળીએ એટલી વાર ઉઘડતાફૂલ જેવુ તાજુ ને લીલુછમ લાગે છે અને હૈયુ ભર્યુભર્યુ થઈ જાય છે.

  6. બહુ જ મસ્ત ગિત ચ્હે..મારે ગઝલ જોઇએ ચ્હે… આભાર તમારો…

  7. આ અદભુત ગુજરાતી વારસા ને જાલવી ને દરેક ગુજરાતી ના હૈયા સુધી પહોચાડવા નો ખુબ સુન્દર અને સમર્થ તેમ જ સફલ પ્રયાસ ને સલામ.

  8. its very nice site. i like it to much.but i have 1 suggetion 4 this site that they have to provide a fasility to free download them. because i m non reisdent of india.so i like to download our gujarati bhajans and prbhatiya and so many thing in gujarati.so i m requesting them to provide this download fasility.plsssssssssssssssss. thanks

  9. ચાલિસ વરસ પર હરિન્દ્રભૈ ના મુખે સામ્ભલેલુ. આભાર.

  10. હરીન્દ્રભાઈનું સદાબહાર ગીત. ટહુકો વધુ ને વધુ મધુર બનતો જાય છે. અભિનંદન !

    લગ્ન થયા પછી રંગ ઓર ઘેરો થયો હોય એમ જણાય છે !! (-;

  11. હરીન્દ્ર દવેનું સ દા બ હા ર ગી ત.
    બધાને ગમી જાય તેવી મધુર ગાયકી.
    યાદ આવ્યું ટહુકા પર સાંભળેલું…
    વાસીદું કરશે તો છાણવાળા હાથ
    હવે મેંહદી રંગેલ તને લાગશે
    ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
    અને કેટલીય ઇચ્છાઓ જાગશે
    વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
    પકડી લે કેડી મારા ગામની..
    તને નજરું લાગી છે મારા નામની !
    ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
    અને ન માળા ફેરવ તું સીતા-રામની..
    તને નજરું લાગી છે મારા નામની !
    અને
    મઘુમતિનું દૈયર દૈયર ચઢ ગયો પાપી બિછુઆ, સલિલ ચૌધરીનાં સંગીતમા લતાએ ગાયલું

  12. અદભુત શબ્દનો કોઈ વિકલ્પ હોય તો મને આપો મારે તમારી સાઈટ માટે એ શબ્દ વાપરવો રહ્યો ! તમારુઁ કામ ખરેખર કાબિલે દાદ છે…!! ખુબ ખુબ આભાર ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે !!

  13. મને “શ્યામ તારી રાધા પોકારે તારુ નામ ” એ ગીત જોવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *