કોઇ પણ છેડેથી કાપી જો મને – ત્રિલોક મહેતા

લાવ, તારો હાથ આપી જો મને
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.

પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
લે, ઉખેડી કે ઉથાપી જો મને.

તું નસેનસમાં વહે છે રક્તવત
કોઇ પણ છેડેથી કાપી જો મને.

આભને પણ હું નયનમાં સંઘરું
જો ઉઠાવી આંખ માપી જો મને.

આમ તો હું કોઇની જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.

–  ત્રિલોક મહેતા

19 replies on “કોઇ પણ છેડેથી કાપી જો મને – ત્રિલોક મહેતા”

  1. આભાર સૌ મિત્રો, સ્નેહીઓનો
    ટેકનોલોજીમાં મારી મર્યાદાઓ ને કારણે છેક હમણાં આપ સૌ સાથે વાત કરી શક્યો છું … ક્ષમા કરશો…
    આપનો સ્નેહ અપાર છે…

  2. Dear Readers,
    You will enjoy soon…A lovely poem or Gazals form the your beloved Mr.Trilok Mehta.
    He was busy in his work and as requested, he will be in touch with us by his valuable creations.

  3. અહ્મ બ્રમા અહમ વિશ્નુ -અહમ સર્વ્મ્-તુરત મલિ જાય.શોધવુ ના પદે.

  4. અદભુત ગઝલ. બધા જ શેર ગમી ગયા..
    આ કવિ ની બીજી રચનાઓ ???

  5. સુંદર ગઝલનો મને વધુ ગમી ગયેલો શેર
    આમ તો હું કોઇની જડતો નથી
    મન કરીને સ્થિર જાપી જો મને.

    • ખૂબ આનંદ
      આભાર
      આભાર સૌ મિત્રો, સ્નેહીઓનો
      ટેકનોલોજીમાં મારી મર્યાદાઓ ને કારણે છેક હમણાં આપ સૌ સાથે વાત કરી શક્યો છું … ક્ષમા કરશો…
      આપનો સ્નેહ અપાર છે…

    • ખૂબ આનંદ
      આભાર
      આભાર સૌ મિત્રો, સ્નેહીઓનો
      ટેકનોલોજીમાં મારી મર્યાદાઓ ને કારણે છેક હમણાં આપ સૌ સાથે વાત કરી શક્યો છું … ક્ષમા કરશો…
      આપનો સ્નેહ અપાર છે…

      Composition સાંભળાવશો તો ખૂબ ગમશે…

  6. superb gazal !!

    પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
    લે, ઉખેડી કે ઉથાપી જો મને.

    તું નસેનસમાં વહે છે રક્તવત
    કોઇ પણ છેડેથી કાપી જો મને.

    અદ્.ભૂત !!

    • આભાર સૌ મિત્રો, સ્નેહીઓનો
      ટેકનોલોજીમાં મારી મર્યાદાઓ ને કારણે છેક હમણાં આપ સૌ સાથે વાત કરી શક્યો છું … ક્ષમા કરશો…
      આપનો સ્નેહ અપાર છે…

  7. અરે વિવેકભાઇ,
    લયસ્તરો પર ગમેલી કેટલીય ગઝલો અને ગીતો મેં ટહુકો પર મુક્યા જ છે ને..! ક્યારેક સંગીત સાથે, તો ક્યારેક સંગીત વગર…
    આમ ચાલશે? એવું પૂછીને તમે મારી મજાક ક્યાં કરો છો?

    • આભાર સૌ મિત્રો, સ્નેહીઓનો
      ટેકનોલોજીમાં મારી મર્યાદાઓ ને કારણે છેક હમણાં આપ સૌ સાથે વાત કરી શક્યો છું … ક્ષમા કરશો…
      આપનો સ્નેહ અપાર છે…

  8. વાંચતાવેંત ગમી જાય એવી અદભુત ગઝલ. બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે…

    વારંવાર વાંચ્યા કરવાની ફરજ પડે એવી ગઝલ લાંબા સમયે જોઈ… લયસ્તરો.કોમ પર પણ આ ગઝલ મૂકીશ. ચાલશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *