સ્વર : હંસા દવે , ગીતકાર : સુરેશ દલાલ , સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
મને સૂતીને સપને જગાડ્યા કરી
બાંવરી આ આંખ મારી આમ તેમ ઘૂમે
ને ઝાંઝરથી લજ્જા વેરાય
એકલીના મહેલમાં ઓશિકે જોઈ લ્યોને
મધુવનમાં વાયુ લહેરાય
હું તો બાહુના બંધમાં બંધાયા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
યમુનાના વહેણ માંહી દોડે
જાગીને જોઉં તો જાણું નહીં કે
કેમ મોરપીંછ મ્હેકે અંબોડે
મને અનહદના રંગમાં ડૂબાડ્યા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
તે શબ્દ —જોઇલોને…
નિરવ..
AFTER THE SONG ”TARA VINA SHYAM”..THIS IS ONE SONG I GOT TO LOVE AFTER A LONG TIME….
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
મને સૂતીને સપને જગાડ્યા કરી
બાંવરી આ આંખ મારી આમ તેમ ઘુમે
ઝાંઝરથી લજ્જા વેરાય
એકલી ના મહેલમાં ઓશિકે —-
મધુવનમાં વાયુ લહેરાય
હું તો બાહુના બંધમાં બંધાયા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
નીલ રંગી છાંય થઇ તારો આ સુર મારી
યમુનાના જળમાંહી દોડે
જાગી ને જોઉં તો જાણું નહીં કે કેમ
કેમ મોરપિંછ મ્હેકે અંબોડે
મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
બહુ સરસ કાવ્ય હતુ
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
મને સૂતીને સપને જગાડ્યા કરી
બહુ જ સરસ ગીત….
ત્રિજી પંક્તિ –
એકલીના મહેલમાં ઓશિકે જોઇ મોને મધુવનમા વાયુ લહેરાય.
મને પણ કુનાલભાઇ જેવુજ સંભલાયુ છે.
હંસા દવે… સંગીતના ખરા ઉપાસક. મેં આવી સ્ત્રી નથી જોઇ.
આ ગીત કદાચ એમણે એમના માટે જ ગાયુ છે. awesome… no wordss
ખુબ સરસ ગિત ગવાયુ…
એકલીના મહેલમા ઓશિકે જોઇ મને
મધુવણનંમાવાયુ લહેરાય
[…] – તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…. […]
ઘણા વખતે આ ગીત સાંભળ્યું…. જૂના દિવસો યાદ આવી ગયા!
સુરેશભાઇની રચના અને હંસા દવેનો મીઠો અને સુરીલો અવાજ….વાહ!
વાહ! દિલ ખુશ થઈ ગયુ………….
બહુ જ સરસ ગીત
સીમા
વાહ! ક્યા બાત હૈ!
બહુ જ સર ગીત.
એક્લી ના મહેલ મા ઓશીકે જોઇ લો ને..
આ પન્ક્તી છે. ઘણા સમય પછી સાંભળવા મળ્યું આ ગીત.
thank you
અક્દ્મ્મ કર્નપ્રિય actually i dont know how to type in gujarati but its simply awesome song. i like it very much and i rally appreciate your endevour towards gujarati our mother tonge
બોવજ સ ર સ I like it very much. I am not used to with Gujarati font, but I try to type few. many thanks.
Hi Jayshree,
I think i am able to decode the third line…
It is..
“Aekli na mahelma oshike joi mone madhuvan ma vayu laheray”
By the way it is a wonderful song/kirtan
Kunal
hi,
jayshree
chandani
realy nice geet is a krishna
ખુબ જ સરસ રાગ અને શબ્દો …..
મુરલીવાળા શ્યામના નયન રમ્ય ચિત્ર સાથે સરસ ગીત…
જયશ્રી, આ ગીત વાંચી ને બહુ મજા આવી ગઈ. કૃષ્ણ ભગવાનની વાંસળી, કાલિંદી નો તટ, અને ક્દંબની ડાળ – એ બધાંની ક્લ્પના માત્ર જ મનમાં અવર્ણનીય આનંદને જન્માવે છે અને એ વખતનુ દ્ર્શ્ય આપણી આંખ સમક્ષ ખડું થઈ જતું લાગે છે. ‘શ્યામરંગ સમીપે ન જાવું, મારે આજ સખી શ્યામરંગ સમીપે ન જાવું’ – મળી જાય તો તારાં ટહુકા પર મુકજે. જય.