આ ગઝલમાં જેમ સુંદર સવારનું વર્ણન છે, એમ નવા વર્ષની દરેક સવાર જીવનમાં વધુ સુંદરતા લાવે એવી દરેકને હાર્દિક શુભેચ્છાઓ… !!
બરફવાળા ગોળાની લિજ્જત હશે
સૂરજની ઉપર, રાતું શરબત હશે !
જુઓ, સૂર્યની લાલ આંખો જુઓ !
જરૂર રાત્રે કોઇ જિફાયત હશે…
સૂરજ બૂલડોઝર અને તારલા…
એ ઝૂંપડીમાં કચડાતી રૈયત હશે !
સવારે છે માણેક, બપોરે હીરો !
સૂરજની કિંમત વિશે, બે મત હશે.
સૂરજ લિ.ના ઇસ્યૂનું ભરણું ખૂલ્યું :
દરેક ડાળે કલબલને મસલત હશે.
નકર તારલા રાતપાળી ન લે …
ટકા વીસ બોનસની સવલત હશે.
ખરેખર મજાના શબ્દો ….
નકર તારલા રાતપાળી ન લે …
ટકા વીસ બોનસની સવલત હશે.
ગુજરાતિ મિજાજ નિ જમાવટ…વિસ ટકા બોનસ નિ વાત પરથિ લાગે
સોનેરી પેપર-ચેનો ને વાદળાના ફુગ્ગાઓથી
સૂરજની બર્થડે ઝગ – મગ થશે ,
સાગરની કેકને કિરણોની ધાર જાણે
હળવે – હળવેથી કાપી લેશે.
રેતીમાં રમતાં બાળુડાં સઘળા
નાચ-કૂદીને હરખાઈ જશે.
આ ધરતીના જીવો સહુ ભેગા મળીને
હેપી બર્થડેનું ગીત લલકારી લેશે.
સુરજદાદા તો હરખઘેલા થઇ
ફૂલીને ફાળકો થઇ જશે.
ઉષા-નિશા, એમની રૂપાળી રાણીઓ
સંતા-કૂકડી નિત્ય રમ્યા કરશે.
– શિવાની મ. શાહ
આ ગઝલના બીજા શેરમાં – કાફિયામાં- જિયાફત – જોઈએ.
સત્વરે સુધારવા વિનંતિ.
Every Day may not Be Good………..but there is always Good in Every Day……Happy new year
બહુ મઝાની ગઝલ. ઉ.ઠ. હંમેશા નવા જ ક્લ્પનો લઈ આવે છે !
જયશ્રીબેન,
happy new year with gud wishes!
sunder shabdo ane s geet
Jayshree
Happy New Year. Nice song.
-Harshad Jangla
Atlanta, USA
Jan 2, 2007
hi,
jayshree
chandani
happy new year
2007 nu navu varsh aap na jivan ma aanad ane khusi aape avi prabhu pase arachna
replay to massage
નકર તારલા રાતપાળી ન લે …
ટકા વીસ બોનસની સવલત હશે.
સરસ શબ્દો…
2007 ના નવલા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ…