આજે ટહુકો કરશે અમદાવાદ આકાશવાણી 🙂 (એટલે કે આકાશવાણીના એક Programનું Live Recording તમારા માટે) – પ્રસ્તુતકર્તા – સૌના જાણીતા અને માનીતા કવિ તુષાર શુક્લ.
સ્વર – સંગીત : દિલીપ ધોળકિયા
.
ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો
જીરણ એની કાયા,
રે હો જીરણ એની કાયા:
કાંકરી-ચૂનો રોજ ખરે ને
ધ્રૂજે વજ્જર-પાયા,
રે હો ધ્રૂજે વજ્જર-પાયા !–ભીંત.
પાંદડે પાંદડે તેજ ફરૂકે,
મૂળ ઊંડેરા ઘાલે,
રે હો મૂળ ઊંડેરા ઘાલે :
ચોગમ આડા હાથ પસારી
ગઢની રાંગે ફાલે,
રે હો ગઢની રાંગે ફાલે–ભીંત.
કોક કોડીલી પૂજવા આવે,
છાંટે કંકુ-છાંટા,
રે હો છાંટે કંકુ-છાંટા :
સૂતરનો એક વીંટલો છોડી
ફરતી એકલ આંટા,
રે હો ફરતી એકલ આંટા–ભીંત.
ભીંત પડી, પડ્યો પીપળો એક દી
ડાળિયું સાવ સૂકાણી,
રે હો ડાળિયું સાવ સૂકાણી :
ચીરતો એનું થડ કુહાડો,
લાકડે આગ મુકાણી,
રે હો લાકડે આગ મુકાણી-ભીંત.
જડને ટોડલે ચેતન મ્હોરે,
પૂજવા આવે માયા,
રે હો પૂજવા આવે માયા :
લાખ કાચા લોભ-તાંતણે બાંધે,
મનવા ! કેમ બંધાયા?
મારા મનવા !કેમ બંધાયા ?–ભીંત.
ભીંંત ફાડી ને પીપળો ઉગ્યો – આ ગીત ના કવિ વેણીભાઇ પુરોહીત અને ગીત ના ગાયક + સ્વરકાર – દિલીપભાઇ ધોળકિયા – આ ગીત ની પાછળ આ જ સર્જકો નું અન્ય ગીત – આધા તેલ ઓર આધા પાની ,એમ ગુજરતી જાયે જિન્દગાની – હતુ , 78 આર .પી , એમ . ની ગ્રા મોફોન રેકોર્ડ ( કોલ્મ્બીયા , વાદળી રંંગ ) મા આ ગીતો માર્કેટ મા ઉપલબ્ધ હતા ..આ રેકોર્ડ એના બીજા અન્ય સંસ્કરણો મા પુનરાવર્તન પામી નહી દા . ત .કેસેટ , સીડી . એમ . પી 3 વિગેરે . તે સમય ની મીણ ( લાખ ) માંં થી તૈયાર થતી જે લાંંબો સમય ટકતી નહી .સદનસી બે , આકાશવાણી મા આ વસ્તુ સચવાઇ ,
આ બે ગીતો ના સ્વરકાર સ્વયમ દિલીપભાઇ ધોળકિયા જ હતા , એના મ્યુજીક એરેન્જર વાસુદેવ ભાટકર હતા જેઓ ને આપણે સ્નેહલ ભાટકર ના નામે ઓળખીયે છીએ .
ચંદ્રશેખર વૈદ્ય – અહમદાબાદ .
sorry…not Niranjan but dilipbhai dholakia.
sung by Late niranjan dholakia not by kshemubhai
સૉરી…..ક્ષેમુભાઇને બદલે “દિલીપભાઇ” લખાવુઁ જરૂરી હતુ.
ક્ષમા યાચના !!!!!!!!ધોળકિયાજી!!!!!!!!!!!!!!!!!!!!!!!!
વારઁવાર સાઁભળવાનુઁ મન થાય એવુઁ આ ગેીત
ગઇકાલ રાતથી ગુઁજતો હતો.આજે એક વાગ્યાના
બપોરે એ શોધીને સાઁભળ્યુઁ ત્યારે જ ખુશી ઊપજી.
કલાકાર અને ગાયક ક્ષેમુભાઇને શ્રદ્ધાઁજલિ !બહેના,
તમારો અને અમિતભાઇનો તો આભાર જ માનુઁ ને?
આજે જડ-ચેતનની માયાના રઁગનો આસ્વાદ કરાવ્યો !
બહુ સુન્દર ગીત હતુ પહેલી વાર સાંભળી મજા આવી ગઇ
મારા મોટા ભૈ જવાહાર્ જ્યરે અમેરિકામા મ્ને પ્રાથામ વાખાત મલેલા ત્યારેજ ભિત ફાદિને પિપાલોરે ઉગ્યો જિરન એનિ કાયા એ ગિત ધિમેથિ ગયેલુ આજે મને યાદ આવે ; BHARAT BHAGAT MONTREAL CANADA.
[…] ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો… […]
wanted to listen this song since 30 years. now “tahuko has fulfilled my search.it is a old “gem”. thanks .dave ghia .
આ સુંદર ગીત બહુ જુનું છે. રેડિયો પર પહેલાં બહુ સાંભળેલું. હમણા અહીં સાંભળવાની
બહુ મજા આવી. અમારી “સ્વરમાધુરી” ની જાન્યુઆરીની બેઠકમા મેં ગાયું સહુને બહુ
ગમ્યું.
સંગીત માટે ?? પ્રશ્નાર્થ છે તો તે શ્રી દિલીપભાઈને પુછતા તેમણે જણાવ્યુ કે તેમનું સંગીત છે.
દિનેશ પંડ્યા
સરસ ગીત અને દિલિપભાઈના સ્વરે વિશેષ આનદ આપી જાય છે, આભાર
આ ગેીત ના સ્વર્કાર્ સ્વયમ દિલેીપ ધોલકિઆ જ.
“Bheent Phadi ne Pipalo re Oogyo” song is composed by the singer himself. None other than Dileep Dholakia. so kindly update your info.
ગીત અહી આપવા બદલ ખુબ આભાર અમે પણ કલાકાર નુ અહીત ન જ થાય એમ માનીએ તેથી ફ્ક્ત એટલુ જણાવો આ બધા મુળ ગીતો ક્યાથી મળે? આ બધા ગીતો ક્યારેક આકાશવાણી પર સામ્ભળવા મળે એટલુ જ
ઘનુ સરસ ગેીત અહિ સમ્ભલ્વ મલે ચ્હે
સરસ ગીત અને ગમી જાય એવી ગાયકી.
મનવા કેમ બન્ધાયા. શોધો.
સુંદર ગીત અને સુંદર ગાયકી…