ઍવું ગજૂ નથી કે છુપાવું આ ઘાવને
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.
આઘેથી એક મત્સ્ય પરી જોઈ ને પછી
દરિયાને કીધુ ‘એ ય પરીચય કરાવને !
હોઠૉના સૌ કમાડ કરીને જરાક બંધ
કેવું સરસ એ મૌનમાં બોલી ‘તી “જાવ ને”
ઈચ્છા તો છેલ્લી એજ કે દર્દોનું ઘર મળે
દુખતી રગોને સહેજ તું પાછી દબાવને.
તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યુ ‘તું જે
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.
પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
કમળૉ થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..
– જિગર જોષી ‘પ્રેમ’
કમાલ જીગરભાઈ , બસ…… કમાલ
હોઠૉના સૌ કમાડ કરીને જરાક બંધ
કેવું સરસ એ મૌનમાં બોલી‘તી “જાવ ને” આ પન્ક્તિ નહિ પણ સ્પન્દનો છે…
પુરાનેી યાદે આવેીને હ્રદય મારુ જલાવ્યુ ચ્હે, ભુલાયેલુ દરદ દિલનુ ફરેી આજે જગાવ્યુ ચે
It is dificult to forget memories for an individual
SUREN
hotho na saau kamad karine jarak bandh ,
kevu saras boliti javane!
aa abhivyakti saachej dilthi vyakt thayel chhe.
એવુ ગજુ નથિ કે, બહુ સરસ કાવ્ય.
કેમ કરિ તુજને દુરથિ વહાલ કરુ, આવ જરા નજિક દૈ આલિન્ગન તુજને ન્યાલ કરુ. લાલિ ઉશા સન્ધ્યાનિ જોયા કરે, તાર ગાલ ને એવા મસલિ લાલમ લાલ કરુ. “કુવર”
તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યુ ‘તું જે
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.
અત્ય્ંત સું દ ર્…….
સરસ ગઝલ. અબિનન્દન્
તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યુ ‘તું જે
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.
ખુબ સુઁદર !! કલ્પનાઓ અને રચના ઘણી જ ગમી ગઈ!
દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
બહુ જ સરસ જાવ ને એકદમ સરસ
ઍવું ગજૂ નથી કે છુપાવું આ ઘાવને
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.
good, very good.
આખી ગઝલ ખૂબ જ સુંદર છે… બધા જ શેર મજેદાર અને આસ્વાદ્ય થયા છે…
આઘેથી એક મત્સ્ય પરી જોઈ ને પછી
દરિયાને કીધુ ‘એ ય પરીચય કરાવને !
હોઠૉના સૌ કમાડ કરીને જરાક બંધ
કેવું સરસ એ મૌનમાં બોલી ‘તી “જાવ ને”
ઈચ્છા તો છેલ્લી એજ કે દર્દોનું ઘર મળે
દુખતી રગોને સહેજ તું પાછી દબાવને.
સુંદર શેર !