સ્વર : મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર
કવિ : ??
સંગીત : ??
.
પ્રિતડી બાંધતા રે બંધાઇ ના
બંધન જન્મોજનમના ભૂલાઇ ના
લખ્યું લલાટનું ના ભૂંસાઇ
સપનાં રોળાઇ ગયા, કાળજ કોરાઇ ગયા,
તારી જુદાઇમાં, મનથી વિંધાઇ ગયા
ઓ વ્હાલમા…
તડકો ને છાંયો જીવન છે, નાહક મુંઝાઇ ગયા…
કે પ્રિતડી…
નૈને નિંદર નથી, ક્યાં છું ખબર નથી
દિલડાને જંપ હવે તારા વગર નથી
ઓ વ્હાલમા…
સંસારી ઘુઘવતા સાગરે
ડુબવાનો ડર નથી…
કે પ્રિતડી…
તારી લગન લાગી, અંગે અગન જાગી
વિયોગી તારલીનું ગયું રે મન ભાંગી
ઓ વ્હાલમા..
વસમી વિયોગની વાટમાં
લેજો મિલન માંગી
કે પ્રિતડી બાંધતા રે બંધાઇ ના
બંધન જન્મોજનમના ભૂલાઇ ના
લખ્યું લલાટનું ના ભૂંસાઇ
તારી લગન લાગી, અંગે અગન જાગી
વિયોગી તારલીનું ગયું રે મન ભાંગી
ઓ વ્હાલમા..
વસમી વિયોગની વાટમાં
લેજો મિલન માંગી ….SUBHANALLAH
આ ગીત કરીયાવર ફિલ્મનું છે. સંગીતકાર સુરેશ કુમાર છે. આજ ફિલ્મની હિન્દી આવૃતિ બની હતી. જેમાં મહેન્દ્ર કપૂરની જગ્યાએ સુરેશવાડકરનો અવાજ છે. આફીલમનું શીતલા માતાનું ગીત બહુ જ ફેમસ છે જે ઉષાજીએ ગાયું છે. જય જય શીતળા મા.
“જનમ જનમ નાં સાથી” ચલચિત્રનું આ ગાયન છે. આ ચલચિત્રનાં આ ગાયનમાં એવું તો શું છે કે મને આજની તારીખે આખુંયે ગાયન યાદ છે. અહીં આંખો વાંચે તે પહેલાં હોઠ ગાવા લાગેલાં…
વાહ
Oh my good,wonderful and amazing.I can not express my emotions in any word.
કે પ્રિતડી બાંધતા રે બંધાઇ ના
બંધન જન્મોજનમના ભૂલાઇ ના
લખ્યું લલાટનું ના ભૂંસાઇ … ખુબજ સરસ ગીત. ..
સુન્દર રાગવાળુ ગેીત.
ગેીત લેખક્,સન્ગ્ેીત ગમેતેનુ હોય ..”વોત ઇસ થેર ઐન નેમ્?” અમારે તો “પુચ્હે ચ્હે દિકરિ બપુ કહોને, વેીર કહોને…દિકરિ શને બિચરિ રે…..?મોધેથિ લક્ષમિ કહેત ચ્હતયે અન્તર્ને કૈન્ક ચ્હે અકરેી રે…..!”ફરિ એક વાર વિનન્તિ જય્શ્રેી દિદિ ઉશ મન્ગેશ્કર નિ આરચના મેલવવા ઘતતુ કરશોકે? રન્જિત્િન્દિરા ન સાદર પ્રનામ્…જય જય્…”પ્રેીત બન્ધતરે બન્ધૈ…”આમોને ખુબ ખુબ ગમ્યુચ્હે આભાર જય્શ્રેી બેન્..મેતો ઘરદા દમ્પતિ..”જુનુઈ સોનુ…”
Jayshreeben
Pl.upload hindi poem “sach paryay hai krushnaka” By Shrikant Joshi.
This is nice poem everybody will like to read it
Thanks
Pankaj
Almost year ago, i requested this song and then tahuko obliged me!! This is from the film “Kariyawar” as per my knowledge. This song is very close to my heart for some personal reason..
“જનમ જનમ નાં સાથી” ચલચિત્રનું આ ગાયન છે. લગભગ ૧૯૭૫ આજુબાજુ પ્રદર્શિત થયેલ આ ચલચિત્રનાં આ ગાયનમાં એવું તો શું છે કે મને આજની તારીખે આખુંયે ગાયન યાદ છે. અહીં આંખો વાંચે તે પહેલાં હોઠ ગાવા લાગેલાં… હિન્દી ચલચિત્ર “ફિર જનમ લેંગે હમ” એ આના પરથી ઉતરેલું…
વસમી વિયોગની વાટમાં
લેજો મિલન માંગી
મિલનની અપેક્ષામાં વસમી વિયોગની વાટ કપાઈ જશે.
આ ગીત અવિનાશ ભાઇ નુ લ્ ખેલ અને સન્ગિત…
સીધા સરળ શબ્દોનો સુંદર સમનવય… જન જન માણી શકે.
ગાયકો જૂની પેઢીના હોવાથી કવિરાજ પણ જૂની પેઢીના હોવાની શક્યતા…!!!
સુંદર રજુઆત.
આભાર
વારંવાર માણેલું ગુજરાતી સંગીતનિધિનું ખૂબસુરત મોતી…
વાહ, સરળ ભાષા પણ ચોટદાર મર્મ.”વસમી વિયોગની વાટમાં
લેજો મિલન માંગી” વાહ વાહ.