આજે તો વસંતપંચમી…. (અરે, ભુલી ગયા? લો સારુ થયું ને મેં યાદ કરાવ્યું એ? 🙂 ) ખાનગીમાં એક વાત કહું? મને પણ ‘કોઇ’એ યાદ કરાવ્યું ત્યારે જ યાદ આવ્યું. 😀
હા.. તો સૌપ્રથમ તો વસંતપંચમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને વસંતની પધારમણીને આવકારીએ આ સુંદર ગઝલથી… !
સ્વર – સંગીત : અમર ભટ્ટ
(…ન ક્ષણ એક કોરી !! Picture : A Spirited Chat)
* * * * *
.
ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળો
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી!
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!
– રાજેન્દ્ર શુક્લ (૬ ફેબ્રુઆરી ૧૯૮૫)
ગઝલસંહિતા મંડલ-૨ (મેઘધનુના ઢાળ પર), પૃષ્ઠ ૮૩.
કવિશ્રીની વેબસાઈટ: www.RajendraShukla.com
નોંધ: આખરી શેરમાં અમરભાઈએ ‘ગઝલ’ ને બદલે ‘ચલો’ એવો પાઠફેર એક ગાયકની કોઠાસૂઝથી કર્યો હોય એમ લાગે છે.
[…] સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત ચલો ગાઇએ… […]
અમર ભટ્ટ્ નિ ગાયેલિ સુન્દર રચના!ખુબ આનન્દ દાયક્ ધન્ય્વાદ્.વસન્તો મ્હોરિ. બન્સિ પારેખ્.
ખુઉબજ સરસ કમ્પોસિન્ અન્ભિનન્દન્
Dear Jayshreeben,Aje Maha mas no pahelo divas,Vasant ni sharuat,Shree Rajendra Shukla ni Gazal Shree Amar Bhatt na swar man samphali ne Jane Man man ‘Vasant Mahori’. Aa ‘Vasant Panchami’ na divase phari ‘Vasant ne Mhoravajo.
Bansilal Dhruva
I have no words to express the sheer joy, the feeling of ECSTASY which I felt during listening to this song. I was transported to the realms of ‘Vasant’ even in this winter.
Thanks so much for providing such a treat.
Fantastic….Very Beautiful Raag in Ek Taal(12 Beats) great combination of Raag/Taal and top of that Great Singing.
Still remember I played Tabla for this song with Amarbhai on Memorail Day….
Tks to Jayshree forposting such wonderful Song !!!
મજાની ગઝલ… રા.શુ.ની ગઝલ હોય એટલે ભગવો રંગ તો હોવાનો જ…!
હોળી-ધૂળેટી આવે એ પહેલા જ ટહુકો રંગાઈ ગયો ને કંઈ…! 🙂
ખૂબ સુંદર ગઝલ. આભાર.
અણિશુદ્ધ સુંદર ગઝલ અને એવી જ સુંદર અને રંગીન (!) ગાયકી…. સ્વરાંકન વડે સંગીતકાર-ગાયક હોળીના તહેવારને તાદૃશ કરી શક્યા એ એમની બાહોશી સૂચવે છે…
Beautiful raag, Sung boldly with taans that capture soul for whole time. Perfect for Vasant Panchami. Thank you for posting the song.nm.
સુંદર ફાગુ ગઝલ!
સૌને વસંત પંચમીની હાર્દિક વધાઈ!
સુધીર પટેલ.
-11 ma pan vasant ni saras hunf api de evo swar..
waah amarbhai!
જયશ્રીબેન્
અહો શ્વાસ મધ્યે વસન્તો મહોરી
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી………
બહુ જ સુન્દર રચના!
વસન્ત પંચમીની સહુને શુભેચ્છા!
ઉમાશંકર જૉશીનુ ગીત “કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી
આવી વસંતની…..” – અજીત શેઠનુ સ્વરનિયોજન અને નિરુપમાબેન શેઠે ગયેલું અને
“પધારો વસંતો આ આંગણ સજાવો…………..
આ ગીતો આજે યાદ આવે.
દિનેશ પંડ્યા (મુંબઈ)