ઝૂકી પડ્યો ઊંચો હિમાલય… – અવિનાશ વ્યાસ

આજે આપણા વ્હાલા રાષ્ટ્રપિતાને એમનાં નિર્વાણદિને કોટિ કોટિ વંદન…!!

સ્વર : ગૌરવ ધ્રુવ
સંગીત : અવિનાશ વ્યાસ

.

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

જરૂર પડી જગદીશ્વરને પણ ગાંધી જેવા જણની
એણે ખૂંચવી લીધી મોંઘી માટી આ ભારતની

એના વિના ના મારગ સૂઝે આતમડો અટવાઇ ગયો
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

એની હિસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો
એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો

– અવિનાશ વ્યાસ

13 replies on “ઝૂકી પડ્યો ઊંચો હિમાલય… – અવિનાશ વ્યાસ”

  1. The singer of this song Gaurav Dhruv is no more with us. He was one of the most talented singers, with very powerful voice. May his soul rest in peace.

  2. ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
    ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો..

    સાચ્ચી વાત કહી દીધી …અને ક્યાં જૈને ફરીયાદ કરીયે જ્યારે ઘર નાં જ આવા થાય..

  3. આજે આપણા વ્હાલા રાષ્ટ્રપિતાને એમનાં નિર્વાણદિને કોટિ કોટિ વંદન…!!

  4. ખરેખર, પૂજ્ય બાપુ ને યાદ કરવા સિવાય કોઈ વિકલ્પ જણાતો નથી.

    એની હિસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો
    એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો

    બહુ સરસ… આંખ ભીની થઈ ગઈ…

    ‘મુકેશ’

  5. ગાંધીજીનાં મોત પછી આ જ થઇ શકે …..
    અવિનાશભાઈએ બહુ જ સુંદર રીતે તેને શબ્દોમાં વર્ણવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *