મને ફાગણનું એક ફૂલ આપો – સુન્દરમ્

આજે આ ફાગણના ફૂલ જેવું કામણગારું ગીત… વિવેક કહે છે એમ – આખું ગીત એના લયમાધુર્ય અને શબ્દોની પસંદગીના જોરે અદભુત દૃશ્ય ઊભું કરે છે જે વાંચતાવેંત જ સોંસરું ઉતરી જાય છે… અને આવા મઝાના શબ્દોમાં અમરભાઇના સ્વર-સંગીતનો જાદુ ભળે… આ હા હા… બીજું મારે તો શું કહેવું ?

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત
ચલો ગાઇએ ખેલીએ ફાગ હોરી
– રાજેન્દ્ર શુક્લ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

કેસૂડો કામણગારો
કેસૂડો કામણગારો... (Source : Flickr)

સ્વર:કલ્યાણી કૌઠાળકર
આલબમ :શબ્દનો સ્વરાભિષેક-5

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

-સુન્દરમ્

26 replies on “મને ફાગણનું એક ફૂલ આપો – સુન્દરમ્”

  1. ખૂબ ખૂબ સુંદર રચના કેસૂડો ખીલ્યો આજ મન મૂકી

  2. ખૂબ જ સુંદર રચના,-સુંદરમ્,
    સ્વરાંકન થકી ચાર ચાંદ લગાવી દીધા કલ્યાણી,
    હ્રદયાભિમુખ રચના.
    ખૂબ સરસ.

  3. આજે ફરીથી આ ગેીત સાઁભળ્યુઁ ન મજા માણી.
    અનિલાબહેન અમીનના કન્ઠે સાઁભળવુઁ છે.
    સઁભળાવશો ???…આભાર.

  4. શ્રી જયશ્રીબેન,
    આપના થકી અમે પણ વસંતના વાયરા અને કેસુડો કામણગારોના પડઘમ મહેસુસ અત્રે કેનેડામા પણ કરી રહ્યા છે, સરસ ગીત અને લાજવાબ ગાયકીથી દિલ તરબતર થઈ જાય છે………….આભાર..

  5. ઘણા સરસ રાગથી ગવાયુઁ આ ગેીત.
    અનીલા અમીન જેવાઁએ ગાયુઁ હોત તો ?
    કેસૂડો,ગુલમહોર્,અને ગરમાળો…
    બધાઁની મજા માણીશ.આભાર !!

  6. બસંત આયો બહાર લાયો… ગુલમ્હોર ના ટેટા-નહાના હતા ત્યારે તેના પર ચઢીને રાજા-રાણી તોડેલા ને બાગનો માળી લાકડી લઈને દોડેલો તે યાદ આવી ગયુ…ને અમે ચંપલ ભુલીને ભાગેલા તે પણ યાદ આવી ગયુ…ઘરે જઈને વઢ સાંભળવી પડી તે જુદી…!!!
    ગુલમ્હોર ગર તુમ્હારા નામ હોતા….pragnaju એ લખ્યુ છે કે…
    મહેંકે છે કેસૂડો ‘ને ફૂટે છે મોરલા આંબાં પર;
    મલકે છે આ ધરા, ચહેકે છે પંખીડાં ડાળીઓ પર.
    આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
    રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ
    વાહ મજા આવી ગઈ..!!!પણ આજની બોયકટ ને બોબ્કટ મા ભુલો પડેલ અંબોડો ને ચોટલો ખોવાયો છે મોગરો ન કેસુડો…ને તેમ છંતાય ડોકિયુ કરી ગયુ ભુતકાળ…!!!
    અંધારાને ઓગળતી ને મને પીગળતી,ઝાંખી છોને દીવા ની જ્યોત…
    વસંતની ટૂંકી બહારમાં,કેસુડાં ને પારિજાતકના ઝાડ નીચે તુ ને હુ…
    આંગળીના ટેરવે હસતી લાંબી કવિતાની લુંબ..
    સુરજને બથ ભરતી, સાંજની મુઠ્ઠીમાં ભરી રાત્રિ…
    પ્રણયની ગોષ્ઠિ પછી મરડી આળસ ઉઠતી ઉષાની આગમણી..
    વર્ષાબિંદુ ને ફુલોની છાંવણીમાં,આગોશને ચુંબને ચીમળાયેલી કવિતાની પંકતિ…
    રેખા શુક્લ(શિકાગો)

  7. અદભૂત્….
    સુન્દરમ અને અમરભાઇ…. ખરેખર સોંસરું ઉતરી ગયુ…

  8. કવીશ્રી સુનદરમ્ ની કલ્પનાના સુન્દર શબ્દોની સાથે સ્વર ને સન્ગીતની લય જૉડાયેલ હોય પછી કર્ણ પ્રીય ગીત સાંભળવાની મજા તો આવેજ ને?? આભાર જય્ શ્રી બેન.
    પદ્માબેન તથા કનુભાઈ

  9. ખૂબ સુંદર ગીત અને ગાયકી
    આ માસનું મધુર ુંગીત
    તેમાં કેસુડા વગર તે કેમ ચાલે?
    તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
    કેસૂડો કામણગારો જી લોલ.
    કેવો સુંદર અભિગમ…
    યાદ આવ્યાં કેસુડા ગીતો
    મહેંકે છે કેસૂડો ‘ને ફૂટે છે મોરલા આંબાં પર;
    મલકે છે આ ધરા, ચહેકે છે પંખીડાં ડાળીઓ પર.
    આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
    રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ

  10. કવિશ્રિ સુન્દરમની કલ્પનાને કોણ આબી શકે.આગીત્ ને અમે ગરબા સ્વરૂપે ત્રણવખત રજૂ કર્યુ અને

    ચારથી પાચ વખત ગરબા સ્વરૂપે દિગ્દર્શન કરીને કરાવડાવ્ય છે એટલે ક્યારેય ભૂલાયુ નથી. શબ્દો

    ઉલટ સૂલટ સ્વરૂપે મનમા ઘોળાયા કરતા હતા તે આજે ઘણા વખત પછી સાભળીને પાછા ગોઠવાઈ ગયા.

    ટહુકાનો ખૂબ ખૂબ આભાર જૂના અને જાણિતા ગીતો યાદ કરાવવા અને ગુજરાતી સાહિત્યની અમૂલ્ય

    વિરાસતની જાળવણી બદલ.

    • અનિલાબેન,
      તમારી પાસે આ ગીતની ગરબા સ્વરૂપે રજૂઆતનું રેકોર્ડિંગ હોય, અને અમારી સાથે વહેંચી શકો તો ગમશે.

  11. ફાગણની શરૂઆત્ અને હોળી નજીક આ ગીત દરેક્ હૈયામા આનદ્ ભરી ઉજાણી ક્ રાવે તે બદ્લ્ આ ગીત ખુબ સુન્દર

  12. ભૈ….શુ સુન્દેર રચના મુકિ આપે..ભાવ-વેીભોર બાનિ ગાયો…આભાર્ર્ર આપ્નો…જય શ્રેી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *